તે પછી પહેલા માસને તેરમે દિવસે રાજાના ચિટનીસોને બોલાવવામાં આવ્યા. અને હામાને જે સર્વ આજ્ઞાઓ આપી તે પ્રમાણે રાજાના અમલદારો પર, દરેક પ્રાંતના સૂબાઓ પર, તથા દરેક પ્રજાના સરદારો પર, અર્થાત્ દરેક પ્રાંતની લિપિ અને દરેક પ્રજાની ભાષા પ્રમાણે લખવામાં આવ્યું. અને અહાશ્વેરોશ રાજાને નામે તે હુકમો લખાયા, અને રાજાની મુદ્રિકાથી તેના ઉપર મહોર કરવામાં આવી.