Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 8:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 એમ સરકારી કામમાં વપરાતા જલદ ઘોડાઓ પર સવાર થયેલા સંદેશિયાઓને રાજાની આજ્ઞાથી તાકીદ કરવામાં આવી હતી, તેઓ ચાલી નીકળ્યા, અને તે હુકમ સૂસાના મહેલમાં પ્રગટ કરવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 રાજાની આજ્ઞાથી રાજાના સંદેશકો રાજવી ઘોડાઓ પર સવાર થઈ તાબડતોબ નીકળી પડયા. આ હુકમની જાહેરાત પાટનગર સૂસામાં પણ કરવામાં આવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 રાજાની સેવામાં વપરાતા ઘોડાઓ પર સવાર થયેલા ખેપિયાઓને રાજાની આજ્ઞાથી તાકીદ કરવામાં આવી હતી તેથી તેઓ જલ્દી ચાલી નીકળ્યા. આ હુકમ સૂસાના મહેલમાં પણ પ્રગટ કરવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 રાજાની આજ્ઞાથી સંદેશાવાહકો ઝડપી ઘોડાઓ પર સવાર થઇ રવાના થયા. આ કાનૂન રાજધાની સૂસામાં પણ પ્રકાશિત કરવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 8:14
13 Iomraidhean Croise  

તેઓ, પ્રત્યેક પોતપોતાને સોંપેલી ફરજ પ્રમાણે, ઘોડાઓને માટે તથા તેજી ઘોડાઓને માટે તેઓને મુકામે જવ તથા ખડ પહોંચાડતા હતા.


માટે સંદેશિયાઓ રાજાના તથા તેના સરદારોના પત્રો લઈને આખા ઇઝરાયલ તથા યહૂદિયામાં ફર્યા, ને રાજાની આજ્ઞા પ્રમાણે કહ્યું, “હે ઇઝરાયલી લોકો, તમો ઇબ્રાહિમ, ઇસહાક તથા ઇઝરાયલના ઈશ્વર યહોવાની તરફ પાછા ફરો કે, તમારામાંના બાકી રહેલા જેઓ આશૂરના રાજાઓના હાથમાંથૌ બચી ગયા છે, તેઓની પાસે તે પાછા આવે.


હખાલ્યાના પુત્ર નહેમ્યાનું વૃત્તાંત. વીસમા વર્ષના કિસ્લેવ માસમાં હું સૂસાના કિલ્લામાં હતો ત્યારે એવું બન્યું કે,


રાજા સૂસાના મહેલમાં પોતાના રાજ્યાસન પર બેઠેલો હતો તે દરમિયાન,


રાજાએ પોતાના રાજ્યના સર્વ પ્રાંતોમાં અમલદારોને એ કામને માટે નીમવા જોઈએ કે તેઓ સર્વ સુંદર જુવાન કુમારિકાઓને સૂસાના મહેલના જનાનખાનામાં, રાજાના ખોજા હેગેના હવાલામાં એકઠી કરે. અને તેઓને જોઈએ એવાં સુગંધી દ્રવ્યો આપવાં.


કાસદોની મારફતે રાજાના સર્વ પ્રાંતોમાં તે રવાના કરવામાં આવ્યા, “એક જ દિવસે, બારમા માસની, એટલે અદાર માસની તેરમી તારીખે, સર્વ યહૂદીઓનો, જુવાન, વૃદ્ધ, બાળકો તથા સ્ત્રીઓનો વિનાશ કરવો, એટલે કતલ કરીને તેમને મારી નાખવાં, અને તેઓની માલમિલકત લૂટી લેવી.”


એ હુકમ દરેક પ્રાંતમાં જાહેર થાય તે માટે તેની નકલ સર્વ પ્રજાઓમાં પ્રગટ કરવામાં આવી કે, તેઓ તે દિવસને માટે તૈયાર થઈ રહે.


કાસદો રાજાની આજ્ઞા પ્રમાણે તાકીદે રવાના થયા, તે હુકમ સૂસાના મહેલમાં જાહેર થયો. રાજા તથા હામાન [દ્રાક્ષારસ] પીવાને બેઠા; પણ સૂસા નગરમાં ગભરાટ મચી રહ્યો.


એ હુકમ સર્વ પ્રાંતોમાં જાહેર કરવામાં આવે એટલા માટે તેની એકેક નકલ બધી પ્રજાઓમાં મોકલવામાં આવી. તે જ દિવસે યહૂદીઓએ પોતાના શત્રુઓ પર વેર વાળવાને તૈયાર રહેવાનું હતું.


મોર્દખાય આસમાની તથા સફેદ રાજપોશાક, ને સોનાનો મુગટ, અને બારીક શણનો તથા જાંબુડિયો જામો પહેરીને રાજાની હજૂરમાંથી નીકળ્યો; અને સૂસા નગરમાં હર્ષનો પોકાર થઈ રહ્યો.


જે કંઈ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર; કેમ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.


હું સંદર્શનમાં જોતો હતો; તે વખતે હું એલામ પ્રાંતમાંના સૂસાના મહેલમાં હતો. મારા સંદર્શનમાં મેં જોયું કે હું ઉલાઈ નદીની પાસે હતો.


અને દાઉદે અહીમેલેખને કહ્યું, “શું અહીં તમારી પાસે ભાલો કે તરવાર નથી? કેમ કે રાજાનું કામ ઉતાવળનું હતું, તેથી હું મારી તરવાર કે મારાં શસ્‍ત્ર મારી સાથે લાવ્યો નથી.”


Lean sinn:

Sanasan


Sanasan