Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 6:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ત્યારે હામાન અંદર ગયો. રાજાએ તેને પૂછ્યું, “જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય તેને માટે શું કરવું જોઈએ?” હવે હામાને મનમાં વિચાર્યું, “મારા કરતાં બીજા કોને માન આપવા રાજા વિશેષ ખુશ થાય?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 હામાન અંદર આવ્યો એટલે રાજાએ તેને પૂછયું, “મારે કોઈનું બહુમાન કરવું હોય તો કેવી રીતે કરવું જોઈએ?” હામાને મનમાં વિચાર્યું, “રાજા મારા સિવાય બીજા કોનું બહુમાન કરવા માગતા હોય?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 “ત્યારે હામાન અંદર ગયો. એટલે રાજાએ તેને પૂછ્યું ‘જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય તેને માટે શું કરવું જોઈએ?’ હવે હામાને મનમાં વિચાર્યું કે, મારા કરતાં બીજા કોને રાજા માન આપવા વધારે ખુશ થાય?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 અને હામાન દાખલ થયો એટલે રાજાએ તેને સવાલ કર્યો, “રાજા જેનું બહુમાન કરવા ઇચ્છતો હોય તે માણસ માટે શું કરવું જોઇએ?” હામાને વિચાર્યું કે, “રાજા મારું નહિ તો બીજા કોનું બહુમાન કરવાના હતા?”

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 6:6
19 Iomraidhean Croise  

“કાયદા પ્રમાણે વાશ્તી રાણીને આપણે શું કરવું? કેમ કે ખોજાઓની મારફતે [આપેલી] મારી આજ્ઞાનો અમલ તેણે કર્યો નથી.”


હામાને તેઓની આગળ પોતાની ભારે સમૃદ્ધિ, પોતાના સંતાનોની મોટી સંખ્યા, રાજા તરફથી મળેલી પદવી, અને તેને રાજાના સરદારો તથા દરબારીઓથી શ્રેષ્ઠ ઠરાવવામાં આવ્યો હતો તે સર્વ કહી સંભળાવ્યું.


ત્યારે હામાને તે પોશાક મોર્દખાયને પહેરાવ્યો, અને તે ઘોડા પર તેને બેસાડીને તેને નગરને રસ્તે ફેરવીને તેની આગળ નેકી પહેરાવી કે, “જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને આ પ્રમાણે કરવામાં આવશે.”


રાજાના સેવકોએ રાજાને કહ્યું, “આંગણામાં હામાન ઊભો છે.” રાજાએ કહ્યું, “તેને અંદર આવવા દો.”


હામાને રાજાને કહ્યું, “જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય,


તે પોશાક તથા તે ઘોડો રાજાના સૌથી નામીચા સરદારોમાંના એકના હાથમાં આપવાં કે, જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય તેને તે પહેરાવીને ઘોડા પર સવારી કરાવે અને નગરમાં ફેરવે, અને તેની આગળ એવી નેકી પોકારવામાં આવે કે, જેને માન આપવાની રાજાની ખુશી છે, તે માણસને આ પ્રમાણે કરવામાં આવશે.’”


જેઓ મારા ન્યાયીપણામાં આનંદ કરે છે તેઓ હર્ષ પામીને જયજયકાર કરો, હા, તેઓ હંમેશાં કહો, “જે પોતાના સેવકની આબાદીમાં રાજી રહે છે તે યહોવા મોટા મનાઓ.”


કેમ કે અબુદ્ધોનું પાછું હઠી જવું તેઓનો સંહાર કરશે, અને મૂર્ખોની બેદરકારી તેઓનો વિનાશ કરશે.


અભિમાનનું પરિણામ નાશ છે, અને ગર્વિષ્ઠ સ્વભાવનો અંત પાયમાલી છે.


માણસનું હ્રદય ગર્વિષ્ઠ થયા પછી નાશ આવે છે, પહેલી દીનતા છે, પછી માન છે.


એવી પણ પેઢી છે કે જેની આંખો કેટલી બધી ઊંચી ચઢેલી છે; અને તેનાં પોપચાં ઊંચાં કરેલાં છે.


જુઓ, આ મારો સેવક, એને હું નિભાવી રાખું છું; એ મારો પસંદ કરેલો છે, એના પર મારો જીવ સંતુષ્ટ છે; તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે; તે વિદેશીઓને ધર્મ પ્રગટ કરશે.


હા, હું તેઓનું હિત કરવામાં આનંદ માનીશ, ને હું મારા પૂર્ણ હ્રદયથી તથા ખરા જિગરથી તેઓને આ દેશમાં ખરેખર રોપીશ.


હે ખડકોની ખોમાં રહેનાર તથા ઊંચે વાસો કરનાર, તારા અંત:કરણના અભિમાને તને ઠગ્યો છે. તું તારા મનમાં એમ માને છે, ‘મને નીચે ભૂમિ પર કોણ પાડશે?’”


અને જુઓ, આવી આકાશવાણી થઈ, “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું.”


અને જેણે તને તથા તેને નોતર્યા તે આવીને તને કહે, “એને જગા આપ.’ ત્યારે તારે લજવાઈને સહુથી નીચી જગાએ બેસવું પડશે.


કે, જેમ બધા પિતાને માન આપે છે, તેમ દીકરાને પણ માન આપે, દીકરાને જે માન નથી આપતો, તે તેના મોકલનાર પિતાને પણ માન નથી આપતો.


Lean sinn:

Sanasan


Sanasan