Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 6:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને પોતા પર જે વીત્યું હતું, તે હામાને પોતાની પત્ની ઝેરેશને તથા પોતાના સર્વ મિત્રોને કહી સંભળાવ્યું, ત્યારે તેના મિત્રમંડળે તથા તેની પત્ની ઝેરેશે તેને કહ્યું, “મોર્દખાય કે, જેની આગળ તમારી પડતી થવા લાગી છે, તે જો યહૂદીઓના વંશનો હોય, તો તેની વિરુદ્ધ તમારું કંઈ ચાલવાનું નથી, પણ તેની આગળ નિશ્ચે તમારી પડતી થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તેણે તેની પત્ની ઝેરેશને તથા મિત્રોને પોતાની હાલત જણાવી. ત્યારબાદ તેની પત્ની અને મિત્રોએ કહ્યું, “મોર્દખાય આગળ તારું પતન થશે, કારણ કે તે યહૂદી છે. તું તેની પ્રગતિ રોકી શકવાનો નથી. પણ તે તો તારું પતન જોવા જીવશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પછી હામાને પોતાની પત્ની ઝેરેશને અને બધાં મિત્રોને જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યું. ત્યારે તેની પત્ની ઝેરેશે અને તેના મિત્રમંડળે તેને કહ્યું “મોર્દખાય કે જેની આગળ તારી પડતી થવા લાગી છે તે જો એક યહૂદી વંશનો હોય, તો તેની વિરુદ્ધ તારું કંઈ ચાલવાનું નથી, પણ તેની આગળ ચોક્કસ તું નાશ પામીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પછી તેણે પોતાની પત્ની ઝેરેશને અને બધા મિત્રોને તેણે જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યું. ત્યારે હામાનની પત્ની અને તેને સલાહ આપનારા માણસોએ કહ્યું “જો મોર્દખાય એક યહૂદી હોય, તો તું ન જીતી શકે; તારું પતન શરૂ થઇ ગયું છે, ચોક્કસ તું નાશ પામીશ.”

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 6:13
16 Iomraidhean Croise  

અને દાસે જે કહ્યું હતું તે સર્વ તેણે ઇસહાકને કહી સંભળાવ્યું.


અને ત્રણ દિવસમાં ફારુન તમારું માથું તમારા પરથી ઊંચકી લેશે, ને તમને ઝાડ પર ટાંગશે, અને પક્ષીઓ તમારા પરથી તમારું માંસ ચૂંટી ખાશે.”


અને સવારે એમ થયું કે તેનું મન ગભરાયું; અને તેણે મિસરના સર્વ શાસ્‍ત્રીઓને તથા ત્યાંના સર્વ જ્ઞાનીઓને તેડાવ્યા; અને ફારુને તેઓને પોતાનાં સ્વપ્નો કહી સંભળાવ્યાં; પણ તેઓમાંનો કોઈ પણ ફારુનને તેનાં સ્વપ્નનો અર્થ કહી શકયો નહિ.


સંકટ તથા વેદના તેને ગભરાવે છે; યુદ્ધને માટે સજ્જ થયેલા રાજાની જેમ તેઓ તેના પર જય પામે છે;


“મેં એવી ઘણી વાતો સાંભળી છે. તમે સર્વ કંટાળો ઊપજે એવો દિલાસો આપનારા છો.


[તે એમ કહેતા,] “માર અભિષિક્તોને છેડશો નહિ, મારા પ્રબોધકોને ઉપદ્રવ ન કરો.”


જે કોઈ પ્રામાણિકપણાથી વર્તશે તેનો બચાવ થશે; પણ જે માણસના માર્ગો અવળા હશે તે એકદમ પડી જશે.


આ કારણથી રાજાને ઘણો ક્રોધ ચઢ્યો, તે બહુ કોપાયમાન થયો, ને તેણે બાબિલના સર્વ જ્ઞાનીઓને કતલ કરવાની આજ્ઞા કરી.


કોણ જ્ઞાની હશે કે, તે આ વાતો સમજે? કોણ અક્કલવાન હશે કે, તેને એ બાબતનું જ્ઞાન થાય? કેમ કે યહોવાના માર્ગો ન્યાયી છે, ને નેક માણસો તે માર્ગે ચાલશે; પણ પાપી માણસો તેમાં ઠોકર ખાશે.


યહોવા યહૂદિયાને પવિત્ર ભૂમિમાં પોતાના વારસા તરીકે ગણી લેશે, તે હજી પણ યરુશાલેમને પસંદ કરશે.


તે સિંહની માફક તથા સિંહણની માફક લપાઈને સૂતો; તેને કોણ ઉઠાડશે? જે તને આશીર્વાદ આપે તે સર્વ આશીર્વાદિત થાઓ, અને જે તને શાપ આપે તે સર્વ શાપિત થાઓ.”


તે તેને ઉજ્જડ દેશમાં તથા વેરાન ને વિકટ રાનમાં મળ્યા. તે તેની આસપાસ [કોટરૂપ] રહ્યા, તેમણે તેને સંભાળી લીધો, પોતાની આંખની કીકીની જેમ યહોવાએ તેનું રક્ષણ કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan