Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 6:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ત્યારે રાજાએ હામાનને કહ્યું, “તાકીદથી તારા કહ્યા પ્રમાણે પોશાક તથા ઘોડો લાવ; યહૂદી મોર્દખાય રાજાના દરવાજા આગળ બેસે છે, તેને એ જ પ્રમાણે તું કર. તું જે બોલ્યો છે તે બધામાંથી કંઈ જ રહી જવું ન જોઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 ત્યારબાદ રાજાએ હામાનને કહ્યું, “જા, ઝટપટ રાજપોશાક તથા ઘોડો લઈ આવ અને રાજમહેલના દરવાજે બેઠેલા પેલા યહૂદી મોર્દખાયનું સન્માન કર. તું બોલ્યો છું એમાંનું કંઈ બાકી રહેવું જોઈએ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ત્યારે રાજાએ હામાનને કહ્યું, “જલ્દી જા અને પોશાક અને ઘોડો લઈ આવીને રાજમહેલના દરવાજે બેઠેલા યહૂદી મોર્દખાયને તેં કહ્યું તે પ્રમાણે તું કર, તું જે બોલ્યો છે તે સઘળામાંથી કંઈ જ રહી જવું જોઈએ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ત્યારે રાજાએ હામાનને કહ્યું, “ઝટ જા અને પોશાક અને ઘોડો લઇ આવીને રાજમહેલના દરવાજે બેઠેલા યહૂદી મોર્દખાયને તેં કહ્યું તે પ્રમાણે તું કર; તું જે બોલ્યો છે તે સઘળામાંથી કઇં જ રહી જવું જોઇએ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 6:10
7 Iomraidhean Croise  

માટે હવે તમારે જાણવું કે, યહોવા આહાબના કુટુંબ વિષે જે કંઈ બોલ્યા છે, તેમાંથી એકે વચન અફળ જનાર નથી; કેમ કે યહોવા પોતાના સેવક એલિયા મારફતે જે બોલ્યા હતા, તે તેમણે પૂરું કર્યું છે.”


ત્યારે હામાને તે પોશાક મોર્દખાયને પહેરાવ્યો, અને તે ઘોડા પર તેને બેસાડીને તેને નગરને રસ્તે ફેરવીને તેની આગળ નેકી પહેરાવી કે, “જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને આ પ્રમાણે કરવામાં આવશે.”


તે પોશાક તથા તે ઘોડો રાજાના સૌથી નામીચા સરદારોમાંના એકના હાથમાં આપવાં કે, જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય તેને તે પહેરાવીને ઘોડા પર સવારી કરાવે અને નગરમાં ફેરવે, અને તેની આગળ એવી નેકી પોકારવામાં આવે કે, જેને માન આપવાની રાજાની ખુશી છે, તે માણસને આ પ્રમાણે કરવામાં આવશે.’”


હે યહોવાની આશા રાખનારા, તમે સર્વ બળવાન થાઓ, અને તમારાં હ્રદય હિમ્મત પકડો.


હવે હું નબૂખાદનેસ્સાર આકાશના રાજાની સ્તુતિ કરું છું, તેમને મોટા માનું છું, ને તેમનું સન્માન કરું છું; કેમ કે તેમનાં સર્વ કામો સત્ય, ને તેમના માર્ગો ન્યાયી છે. અને જેઓ ગર્વથી વર્તે છે તેઓને તે નીચા પાડી શકે છે.”


કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે; અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.”


તેણે પોતે જેટલી કીર્તિ મેળવી અને જેટલો મોજશોખ કર્યો તેટલી વેદના તથા તેટલું રુદન તેને આપો; કેમ કે તે પોતાના મનમાં કહે છે, હું રાણી થઈને બેઠી છું. હું વિધવા નથી, અને હું રુદન કરનારી નથી.’


Lean sinn:

Sanasan


Sanasan