Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 5:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 હામાને તેઓની આગળ પોતાની ભારે સમૃદ્ધિ, પોતાના સંતાનોની મોટી સંખ્યા, રાજા તરફથી મળેલી પદવી, અને તેને રાજાના સરદારો તથા દરબારીઓથી શ્રેષ્ઠ ઠરાવવામાં આવ્યો હતો તે સર્વ કહી સંભળાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તેણે પોતાની અઢળક સંપત્તિ, પોતાનાં સંતાન, રાજાએ તેને બઢતી આપીને રાજાના બીજા દરબારીઓ અને અધિકારીઓ કરતાં તેને આપેલું ઊંચું સ્થાન વિગેરે વિષે બડાઈ હાંકી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેઓની સમક્ષ પોતાની પુષ્કળ સમૃદ્ધિ, પોતાનાં સંતાનોની વિશાળ સંખ્યા, કેવી રીતે રાજાએ તેનું સન્માન કર્યું અને તેને બીજા બધાં આગેવાનોથી ઊંચી પદવી આપી હામાને કહી સંભળાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તેઓની સમક્ષ પોતાની પુષ્કળ સમૃદ્ધિ, પોતાનાં સંતાનોની વિશાળ સંખ્યા, કેવી રીતે રાજાએ તેનું સન્માન કર્યું અને તેને બીજા બધા આગેવાનોથી ઉંચી પદવી આપી તેની બડાઇ હાંકવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 5:11
19 Iomraidhean Croise  

અને તેણે લાબાનના દીકરીઓની આ વાત સાંભળી, “જે આપણા પિતાનું તે બધું યાકૂબે લઈ લીધું છે. અને આપણા પિતાનું જે હતું તેથી તેણે આ સર્વ સંપત મેળવી છે.”


તે સમયે તેણે પોતાના વિખ્યાત રાજ્યની રિદ્ધિ, તથા પોતાના મહાપ્રતાપનો વૈભવ, ઘણા દિવસો સુધી, એટલે એક સો એંશી દિવસ સુધી બતાવ્યાં.


તે પછી અહાશ્વેરોશ રાજાએ અગાગના વંશજ હામ્માદાથાના પુત્ર હામાને ઊંચી પદવીએ ચઢાવ્યો. રાજાએ હામાનની બેઠક તેની સાથેના સર્વ સરદારોથી ચઢતી રાખી.


મોર્દખાય આસમાની તથા સફેદ રાજપોશાક, ને સોનાનો મુગટ, અને બારીક શણનો તથા જાંબુડિયો જામો પહેરીને રાજાની હજૂરમાંથી નીકળ્યો; અને સૂસા નગરમાં હર્ષનો પોકાર થઈ રહ્યો.


જેઓ પોતાના ધન પર ભરોસો રાખે છે, અને પોતાના પુષ્કળ દ્રવ્યનું અભિમાન કરે છે,


[તેઓમાંનો] કોઈ પોતાના ભાઈને કોઈ પણ રીતે છોડાવી શકતો નથી, અથવા તેના બદલામાં ઈશ્વરને ખંડણી આપી શકતો નથી;


તમે એ કર્યું છે, માટે હું તમારી આભારસ્તુતિ સદા કરીશ; અને તમારું નામ ઉત્તમ છે એવું હું તમારા સંતોની સમક્ષ પ્રગટ કરીશ.


કેમ કે તે કહે છે, ‘મારા સર્વ સરદાર રાજાઓ નથી?


[ત્યારે] તે બોલ્યો, “આ મહાન બાબિલ જે મેં રાજ્યગૃહ થવા માટે બાંધ્યું છે, તે શું મારા મોટા પરાક્રમથી તથા મારા માહાત્મ્યનો પ્રતાપ [વધારવા] માટે નથી?”


અને તેમની વાતોથી શિષ્યો અચંબો પામ્યા. પણ ઈસુ ફરી ઉત્તર આપીને તેઓને કહે છે, “વત્સ, દોલત પર ભરોસો રાખનારાઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું અઘરું છે!


આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે કે, તેઓ અહંકાર ન કરે, અને દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ જે ઈશ્વર આપણા ઉપભોગને માટે ઉદારતાથી સર્વ આપે છે તેમના પર આશા રાખે.


Lean sinn:

Sanasan


Sanasan