Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 4:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 એસ્તેરની દાસીઓએ તથા તેના ખોજાઓએ આવીને તેને તે વિષે કહ્યું; રાણી અતિશય દુ:ખી થઈ. મોર્દખાય પોતાના અંગ પરથી ટાટ કાઢીને બીજાં વસ્ત્રો પહેરે, તે માટે એસ્તેરે વસ્ત્રો મોકલ્યાં; પણ તે તેણે પહેર્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 એસ્તેરની દાસીઓ અને રાણીગૃહના સંરક્ષકોએ તેને મોર્દખાયની વાત કરી ત્યારે તેને ઊંડું દુ:ખ થયું. મોર્દખાય પોતાના શરીર પરથી તાટ ઉતારીને વસ્ત્રો બદલી નાખે તે માટે એસ્તેરે બીજાં વસ્ત્રો મોકલાવ્યાં.પણ મોર્દખાયે વસ્ત્રો બદલવાની ના પાડી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જ્યારે એસ્તેરની દાસીઓએ તથા ખોજાઓએ આવીને તેને મોર્દખાય વિષે કહ્યું, ત્યારે રાણીએ ખૂબ ગમગીની થઈ. મોર્દખાય પોતાના અંગ પરથી ટાટ કાઢીને બીજાં વસ્રો પહેરે તે માટે એસ્તેરે વસ્ત્રો મોકલી આપ્યાં. પરંતુ તેણે તે પહેર્યાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 જ્યારે એસ્તેરની દાસીઓએ તથા ખોજાઓએ આવીને તેને મોર્દખાય વિષે કહ્યું, ત્યારે તે ખૂબ દુ:ખી થઇ ગઇ. મોર્દખાય ટાટ વસ્રો કાઢી બદલી નાખે તે માટે તેણીએ વસ્ત્રો મોકલી આપ્યાં. પરંતુ મોર્દખાયે તેનો અસ્વીકાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 4:4
10 Iomraidhean Croise  

અને તેના સર્વ દિકરા તથા તેની સર્વ દીકરીઓ તેને દિલાસો આપવાને ઊઠયાં, પણ તેણે દિલાસો પામવાને ના પાડી. અને તેણે કહ્યું, “હું શોક કરતો કરતો શેઓલમાં મારા દિકરાની પાસે જઈશ.” અને તેનો પિતા તેને માટે રડયો.


અને યેહૂએ બારી તરફ ઊંચું જોઈને કહ્યું, “મારા પક્ષનો કોણ છે? કોણ છે?” અને બે ત્રણ ખોજાઓએ બહાર ડોકિયું કર્યું.


પણ રાજાએ પોતાના ખોજાઓની મારફતે જે આજ્ઞા કરી હતી તે પ્રમાણે આવવાને વાશ્તી રાણીએ ના પાડી. માટે રાજાને બહું ક્રોધ ચઢ્યો, અને તે ક્રોધથી તપી ગયો.


સર્વ પ્રાંતોમાં જ્યાં જ્યાં રાજાની આજ્ઞા તથા ફરમાન જાહેર કરવામાં આવ્યાં, ત્યાં ત્યાં યહૂદીઓમાં મોટો શોક તથા ઉપવાસ તથા વિલાપ તથા કલાપીટ થઈ રહ્યાં. અને ઘણાંક ટાટ તથા રાખ પાથરીને તેમાં સૂતાં.


રાજાના ખોજાઓમાંનો હથાક નામે એક હતો, જેને રાણીની ખિજમતમાં રહેવા માટે નીમ્યો હતો, તેને એસ્તેરે બોલાવીને ફરમાવ્યું, “મોર્દખાય પાસે જઈને ખબર કાઢ કે, એ શું છે, અને એમ કરવાનું કારણ શું છે?”


મારા દુ:ખને દિવસે મેં પ્રભુને શોધ્યા; રાત્રે થાક ખાધા વગર, મારા હાથ [તેમની આગળ] જોડી રાખેલા હતા; મારા આત્માએ દિલાસો સ્વીકારવાની ના પાડી.


વળી જે પરદેશી યહોવાના સંબંધમાં આવેલો છે, તેણે એવું જ કહેવું કે યહોવા મને પોતાના લોકથી ખચીત જુદો પાડશે, વળી ખોજાએ ન કહેવું કે, જુઓ હું તો [માત્ર] સુકાયેલું ઝાડ છું.


યહોવા કહે છે, “રુદનનો, મોટા વિલાપનો અવાજ રામામાં સાંભળવામાં આવે છે, રાહેલ પોતાનાં છોકરાંને લીધે રડે છે, અને તે પોતાનાં છોકરાં સંબંધી દિલાસો લેવા ના પાડે છે, કેમ કે તેઓ હતાંનહોતાં થયાં છે.


તે ઊઠીને ગયો. અને જુઓ, એક હબશી ખોજો, જે હબશીઓની રાણી કાંડાકેના હાથ નીચે મોટો અમલદાર તથા તેના બધા ભંડારનો કારભારી હતો તે ભજન કરવા માટે યરુશાલેમ આવ્યો હતો.


વળી તે તમારા અનાજનો ને તમારી દ્રાક્ષાવાડીઓનો દશમો ભાગ લઈને પોતાના કારભારીઓને તથા પોતાના ચાકરોને આપશે.


Lean sinn:

Sanasan


Sanasan