Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 4:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 જો તું આ સમયે છેક છાનીમાની બેસી રહેશે તો યહૂદીઓને માટે મદદ તથા બચાવ બીજી જગાએથી મળશે, પણ તારો તથા તારા પિતાના કુટુંબનો નાશ થઈ જશે; અને તને રાણીપદ પ્રાપ્ત થયું છે તે આવા જ સમયને માટે નહિ હોય એ કોણ જાણે છે.?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 જો આ પ્રસંગે તું મૌન રાખી બિલકુલ બેસી જ રહીશ તો યહૂદીઓ માટે તો મદદ અને બચાવ બીજી જગ્યાએથી આવશે, પણ તારો તથા તારા પિતાના કુટુંબનો નાશ થઈ જશે. કોણ જાણે આવે પ્રસંગે મદદરૂપ થવા માટે જ તને રાણીપદ મળ્યું નહિ હોય!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જો તું આ સમયે મૌન રહીશ તો યહૂદીઓ માટે બચાવ અને મદદ બીજી કોઈ રીતે ચોક્કસ મળશે. પરંતુ તારો તથા તારા પિતાના કુટુંબનો નાશ થશે. વળી તને રાણીપદ પ્રાપ્ત થયું છે તે આવા જ સમયને માટે નહિ હોય એ કોણ જાણે છે?’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “જો તે સમયે તું મૌન રહીશ અને યહૂદીઓને બચાવવા માટે કાઇં નહિ કરે તો બીજી કોઇ રીતે ચોક્કસ યહૂદીઓ માટે મદદ અને રાહત મોકલાશે, પરંતુ તારુ તથા તારાં પિતાના કુટુંબનો નાશ થશે. અને કોને ખબર છે કે તને રાણીપદ કદાચ આવા સમય માટે તો પ્રાપ્ત થયું હશેં?”

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 4:14
31 Iomraidhean Croise  

અને તે જગાનું નામ ઇબ્રાહિમે યહોવા યિરેહ પાડયું; જેમ આજ સુધી કહેવાય છે તેમ કે, યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે.


(અને યહોવાએ ઇઝરાયલને એક છોડાવનાર આપ્યો, એથી તેઓ અરામીઓના હાથમાંથી છૂટી ગયા. અને ઇઝરાયલી લોકો અગાઉની જેમ પોતાના ઘરોમામ રહેવા લાગ્યા.


તેઓએ યશાયાને કહ્યું, “હિઝકિયા આમ કહે છે કે, આ દિવસ સંકટનો, ઠપકાનો તથા નિંદાનો દિવસ છે, કેમ કે બાળકને જનમવાનો વખત આવ્યો છે, ને જણવાની શક્તિ નથી.


અમે ગુલામો છીએ. તોપણ અમારા ઈશ્વરે અમને અમારી ગુલામીમાં તજી દીધા નથી. તેમણે ઇરાનના રાજાઓની મારફત અમારા પર કૃપાર્દષ્ટિ કરી છે કે, જેથી અમે નવજીવન પામીને અમારા ઈશ્વરનું મંદિર ઊભું કરીએ, તેનાં ખંડિયેરો સમારીએ, ને પોતાને માટે યહૂદિયામાં અને યરુશાલેમમાં [ઈશ્વર પાસેથી] સંરક્ષણ સંપાદન કરીએ.


મેં કહ્યું, “શું મારા જેવા માણસે નાસી જવું જોઈએ? અને પોતાનો જીવ બચાવવા માટે કોણ મંદિરમાં [ભરાઈ] જાય? હું અંદર નહિ જાઉં.”


હવે મોર્દખાયે પોતાના કાકા અબિહાઈલની પુત્રી એસ્તેરને પોતાની દીકરી કરી લીધી હતી, તેનો જ્યારે રાજાની પાસે અંદર જવાનો વારો આવ્યો, ત્યારે રાજાના ખોજા તથા સ્ત્રીરક્ષક હેગેએ જે નીમ્યું હતું તે સિવાય તેણે બીજું કંઈ માગ્યું નહિ. જેઓએ એસ્તેરને જોઈ તે સર્વએ તેનાં વખાણ કર્યાં.


રાજાએ સર્વ સ્ત્રીઓ કરતાં એસ્તેર પર વધારે પ્રમ રાખ્યો, અને તણે એસ્તેર પર સર્વ કુમારિકાઓ કરતાં વધારે કૃપા તથા મહરબાની રાખી. માટે રાજાએ એસ્તેરને માથે રાજમુગટ પહેરાવીને વાશ્તીને સ્થાને તેને રાણી ઠરાવી.


તેણે પોતાના કાકાની દીકરી હદાસ્સા, એટલે એસ્તેરને ઉછેરીને મોટી કરી હતી. કેમ કે તેને માતાપિતા નહોતાં. તે કુમારિકા સુંદર કાંતિની તથા સ્વરૂપવાન હતી; અને તેના માતાપિતાના મૃત્યુ પછી મોર્દખાયે તેને પોતાની દીકરી કરી લીધી હતી.


ત્યારે મોર્દખાયે હથાકને કહ્યું, “તારે એસ્તેરને એવો પ્રત્યુત્તર આપવો કે, સર્વ યહૂદીઓ કરતાં તને રાજમહેલમાં બચવાનો વધારે સંભવ છે, એમ તારે પોતાના મનમાં ધારવું નહિ.


ત્યારે એસ્તેરે તેઓને કહ્યું, “તમારે મોર્દખાયને એવો પ્રત્યુત્તર આપવો,


તે મને શ્ચાસ લેવા દેતા નથી, પણ મને કષ્ટથી ભરપૂર કરે છે.


ફાડવાનો સમય અને સીવવાનો સમય; ચૂપ રહેવાનો સમય અને બોલવાનો સમય;


રાજાઓ તારા વાલી, અને તેમની રાણીઓ તારી ધાવો થશે; ભૂમિ પર નાક ઘસીને તેઓ તને નમશે, તેઓ તારા પગની ધૂળ ચાટશે! ત્યારે, હું યુહોવા છું, અને મારી રાહ જોનારા લજવાશે નહિ, એવું તું જાણીશ.


તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલુમ કોઈ પણ હથિયાર સાર્થક થશે નહિ; ન્યાયસભામાં જે કોઈ જીભ તારી વિરુદ્ધ બોલશે, તેને તું દોષિત ઠરાવીશ. એ યહોવાના સેનકોનો વારસો છે, તેમનું ન્યાયીપણું મારાથી છે, ” એમ યહોવા કહે છે.


યહોવા કહે છે, હું તને બચાવવા માટે તારી સાથે છું; અને જે સર્વ પ્રજાઓમાં મેં તને વિખેરી નાખ્યો છે તેઓનું હું સત્યાનાશ વાળી નાખીશ, પણ તારું સત્યાનાશ હું નહિ વાળું. પણ હું ન્યાયની રૂએ તને શિક્ષા કરીશ, ને ખચીત તને શિક્ષા કર્યા વગર જવા દઈશ નહિ.


યહોવા કહે છે, હે મારા સેવક યાકૂબ, તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું. જે જે દેશોમાં મેં તને વિખેરી નાખ્યો છે તે સર્વનું સત્યાનાશ હું વાળીશ, પણ તારું સત્યાનાશ હું વાળીશ નહિ, પણ હું ન્યાયની રૂએ તને શિક્ષા કરીશ, ને ખચીત તને શિક્ષા કર્યા વગર જવા દઈશ નહિ.”


તો હું યાકૂબની આગળ કરેલા મારા કરારનું સ્મરણ કરીશ. અને વળી ઇસહાકની આગળ કરેલા મારા કરારનું તથા ઇબ્રાહિમની આગળ કરેલા મારા કરારનું હું‍ સ્મરણ કરીશ; અને હું દેશનું સ્મરણ કરીશ.


અને હું પણ તને કહું છું કે તું પિતર છે, ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, ને તેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર નહિ ચાલે.


અને જો તે દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઈ પણ માણસ બચી ન શકત. પસંદ કરેલાઓની ખાતર તે દિવસો ઓછા કરવામાં આવશે.


કેમ કે યહોવા પોતાના લોકનો ઇનસાફ કરશે, અને જ્યારે તે જોશે કે તેઓ નિર્બળ થઈ ગયા છે, અને બંદીવાન કે છૂટો એવો કોઈ બાકી રહ્યો નથી, ત્યારે તેના સેવકોને માટે તે ખેદિત થશે.


ત્યારે પલિસ્તીઓએ [એકબીજાને] પછ્યું, “આ કોણે કર્યું છે?” તેઓએ કહ્યું, “તિમ્નીના જમાઈ સામસૂને, કેમ કે તેણે તેની પત્નીને લઈને તેના સાથીને આપી દીધી છે.” તેથી પલિસ્તીઓએ આવીને તેને તથા તેના પિતાને આગથી બાળી મૂક્યાં.


કેમ કે યહોવા પોતાના મોટા નામની ખાતર પોતાના લોકને તજી દેશે નહિ, કારણ કે તમને પોતાના ખાસ લોક કરવા એ યહોવાને સારું લાગ્યું છે.


દાઉદે કહ્યું, “મેં શું કર્યું છે? શું હું સવાલ પણ ન પૂછું?”


Lean sinn:

Sanasan


Sanasan