Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 3:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જ્યારે હામાને જોયું કે, મોર્દખાય મને નમસ્કાર કરતો નથી ને મને માન આપતો નથી, ત્યારે તે ક્રોધે ભરાયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 જ્યારે હામાનને ખબર પડી કે મોર્દખાય તેને નમન કરીને માન આપતો નથી ત્યારે તે ખૂબ જ ક્રોધે ભરાયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જ્યારે હામાને જોયું કે, મોર્દખાય મને નમસ્કાર કરતો નથી અને મને માન પણ આપતો નથી ત્યારે તે ખૂબ જ ક્રોધે ભરાયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 જ્યારે હામાને જોયું કે, મોર્દખાય તેની આગળ નીચો નમતો નથી કે તેને માન આપતો નથી, ત્યારે તે ખૂબજ ગુસ્સે થયો,

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 3:5
13 Iomraidhean Croise  

પણ રાજાએ પોતાના ખોજાઓની મારફતે જે આજ્ઞા કરી હતી તે પ્રમાણે આવવાને વાશ્તી રાણીએ ના પાડી. માટે રાજાને બહું ક્રોધ ચઢ્યો, અને તે ક્રોધથી તપી ગયો.


રાજાના સર્વ અમલદારો, જેઓ રાજાના દરવાજામાં હતા, તેઓ નમસ્કાર કરીને હામાનને માન આપતા; કેમ કે રાજાએ તેના વિષે એવી આજ્ઞા કરી હતી. પણ મોર્દખાય તેને નમસ્કાર કરતો નહિ, અને તેને માન પણ આપતો નહિ.


તેઓ દરરોજ તેને એમ કહેતા, તેમ છતાં તે તેઓનું સાંભળતો નહિ. ત્યારે એમ થયું કે, મોર્દખાયની આવી વર્તણૂક તે સહન કરશે કે નહિ તે જોવા માટે તેઓએ હામાનને કહી દીધું; કેમ કે મોર્દખાયે તેઓને કહ્યું હતું, “હું યહૂદી છું.”


ત્યારે તે દિવસે હામાન મનમાં હરખાતો તથા આનંદ કરતો કરતો બહાર નીકળ્યો. પણ જ્યારે હામાને મોર્દખાયને રાજાના દરવાજામાં બેઠેલો જોયો કે, એ તો ઊભો થતો નથી કે મને જોઈને કાંપતો નથી, ત્યારે તે મોર્દખાય પર ક્રોધે ભરાયો.


કેમ કે બળતરા મૂર્ખ માણસને મારી નાખે છે, અને ઈર્ષા મૂઢનો જીવ લે છે.


દુષ્ટો ન્યાયીની વિરુદ્ધ કુયુક્તિ રચે છે, અને તેની સામે પોતાના દાંત પીસે છે.


મૂર્ખનો ક્રોધ તરત માલૂમ પડી આવે છે; પણ ડાહ્યો માણસ બદનામીને ઢાંકે છે.


મહાક્રોધીને શિક્ષા ભોગવવી પડશે; જો તું તેને જવા દેશે, તો તારે ફરી બીજી વેળા તે આપવી પડશે.


જે માણસ અભિમાની ને અહંકારી હોય છે, તેનું નામ તિરસ્કાર કરનાર છે, તે અભિમાનથી મદોન્મત્તપણે વર્તે છે.


મૂર્ખાઈ ઉચ્ચ પદવીએ સ્થાપન કરવામાં આવે છે, અને દ્રવ્યવાનો નીચે સ્થળે બેસે છે.


ત્યારે નબૂખાદનેસ્સારને રોમેરોમે ક્રોધ વ્યાપ્યો, ને શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોની સામે તેના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું! તેણે એવો હુકમ ફરમાવ્યો, “ભઠ્ઠી હમેશાં ગરમ કરવામાં આવતી હતી તે કરતાં સાતગણી ગરમ કરવી.”


Lean sinn:

Sanasan


Sanasan