Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 3:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તે પછી અહાશ્વેરોશ રાજાએ અગાગના વંશજ હામ્માદાથાના પુત્ર હામાને ઊંચી પદવીએ ચઢાવ્યો. રાજાએ હામાનની બેઠક તેની સાથેના સર્વ સરદારોથી ચઢતી રાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ત્યારબાદ અહાશ્વેરોશ રાજાએ હામાનને બઢતી આપીને રાજ્યના અન્ય બધા અધિકારીઓમાં મુખ્ય સ્થાન આપ્યું. હામાન તો અગાગના વંશજ હામ્મદાથાનો પુત્ર હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તે પછી અહાશ્વેરોશ રાજાએ અગાગી હામ્મદાથાના પુત્ર હામાનને ઊંચી પદવીએ બઢતી આપી. તેણે તેની બેઠક સર્વ અમલદારોથી ઊંચી રાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ત્યારબાદ થોડા સમય પછી અહાશ્વેરોશ રાજાએ અગાગી હામ્મદાથાના પુત્ર હામાનને ઊંચી પદવીએ ચઢાવ્યો. તેને બધા અમલદારોથીં ઉંચી પદવી આપવામાં આવી.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 3:1
15 Iomraidhean Croise  

તું મારા ઘરનો ઉપરી થા, ને મારા સર્વ લોક તારી આજ્ઞા પ્રમાણે ચાલશે; એકલા રાજ્યાસન પર હું તારા કરતાં મોટો હોઈશ.”


અને આખો મિસર દેશ ભૂખે મરવા લાગ્યો, ત્યારે લોકે ફારુનની આગળ ધાન્યને માટે કાલાવાલા કર્યા. અને ફારુને સર્વ મિસરીઓને કહ્યું, “યૂસફની પાસે જાઓ. અને તે તમને કહે તે કરો.”


રાજા તથા તેના સાત મંત્રીઓએ તને એ માટે મોકલ્યો છે કે, તારા હાથમાં તારા ઈશ્વરનું જે નિયમશાસ્ત્ર છે તે પ્રમાણે યહૂદિયા તથા યરુશાલેમ સંબંધી તું તપાસ કરે.


તેની પાસે ઈરાનના તથા માદાયના સાત સરદારો, કાર્શના, શેથાર, આદમાથા, તાર્શીશ, મેરેસ, માર્સના તથા મમૂખાન [બેઠેલા] હતા. તેઓ રાજાની હજૂરમાં આવજા કરી શકતા હતા, અને રાજ્યમાં પહેલી બેઠકોના હકદાર હતા;)


એ સાંભળીને રાજાએ પોતાની મુદ્રિકા પોતાના હાથમાંથી કાઢીને યહૂદીઓના શત્રુ અગાગવંશી હામ્માદાથાના પુત્ર હામાનને આપી.


હામાને તેઓની આગળ પોતાની ભારે સમૃદ્ધિ, પોતાના સંતાનોની મોટી સંખ્યા, રાજા તરફથી મળેલી પદવી, અને તેને રાજાના સરદારો તથા દરબારીઓથી શ્રેષ્ઠ ઠરાવવામાં આવ્યો હતો તે સર્વ કહી સંભળાવ્યું.


એસ્તરે કહ્યું, “એ વેરી તથા શત્રુ તો આ દુષ્ટ હામાન જ છે.” [તે સાંભળીને] રાજા તથા રાણીની આગળ હામાન ગભરાયો.


એક વાર ફરીથી એસ્તેર રાજાની હજૂરમાં બોલી, અને તેને પગે પડીને આંખમાં આંસુ લાવીને તેના કાલાવાલા કર્યા, “અગાગી હામાનનું [યોજેલું] નુકસાન તથા યહૂદીઓની વિરુદ્ધ તેણે રચેલું કાવતરું રદ કરવું જોઈએ.”


જ્યારે મનુષ્યમાં લુચ્ચાઓને માન મળે છે, ત્યારે દુષ્ટો ચારે તરફ મોજ મારે છે.


નેકીવાનો અધિકાર પર હોય છે ત્યારે લોકોને આનંદ થાય છે; પણ દુષ્ટ માણસ અધિકાર ધારણ કરે છે ત્યારે લોક નિસાસા નાખે છે.


મૂર્ખાઈ ઉચ્ચ પદવીએ સ્થાપન કરવામાં આવે છે, અને દ્રવ્યવાનો નીચે સ્થળે બેસે છે.


તેમના ઉપર ત્રણ સરસૂબાઓ નીમવામાં આવ્યા, જેઓમાંનો એક દાનિયેલ હતો; જેથી પેલા સૂબાઓ તેમને જવાબદાર રહે, ને રાજાને કંઈ નુકસાન થાય નહિ.


તેની ડોલમાંથી પાણી વહેશે, અને ઘણાં પાણીઓમાં તેનું બીજ રહેશે, અને તેનો રાજા અગાગના કરતાં મોટો થશે. અને તેનું રાજ્ય પ્રતાપી રાજ્ય થશે.


શમુએલે કહ્યું, “જેમ તારી તરવારે સ્‍ત્રીઓને પુત્રહીન કરી છે, તેમ તારી મા પણ સ્‍ત્રીઓમાં પુત્રહીન થશે.” પછી શમુએલે ગિલ્ગાલમાં યહોવાની આગળ અગાગને કાપીને ટુકડા કર્યા.


અને અમાલેકીઓના રાજા અગાગને તેણે જીવતો પકડ્યો, ને સર્વ લોકોનો તેણે તરવારની ધારથી પૂરો નાશ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan