એસ્તેર 2:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 એ કુમારિકા તેને પસંદ પડી, તેથી તેના પર મહરબાની થઈ. અને તાકીદે તેણે રાજાના ઘરમાંથી તેને જોઈએ તેવાં સુગંધીદ્રવ્યો, ઉત્તમ ભોજન તથા તેના મોભા પ્રમાણે સાત દાસીઓ આપ્યાં. વળી તેને તથા તેની દાસીઓને જનાનખાનામાં સહુથી ઉત્તમ ઓરડાઓ પણ આપ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 હેગેને એસ્તેર પસંદ પડી. તેથી તેણે તેના પર રહેમનજર રાખી. તેણે તેને સૌંદર્ય પ્રસાધનો અને ઉત્તમ ખોરાક તાત્કાલિક પૂરાં પાડયાં. રાણીગૃહમાં એસ્તેરને ઊંચું સ્થાન આપવામાં આવ્યું અને રાજમહેલમાંથી સાત યુવતીઓને તેની તહેનાતમાં રાખવામાં આવી. વળી તેને તથા તેની દાસીઓને સારામાં સારા નિવાસખંડ આપવામાં આવ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તે કુમારિકા તેને પસંદ પડી. તેથી તેના પર તેની મહેરબાની થઈ. તેણે એસ્તેર માટે તરત જ તેને જોઈએ તેવાં સુંગધીદ્રવ્યો, ઉતમ ભોજન તથા તેના મોભા પ્રમાણે સાત દાસીઓ પણ આપી, ઉપરાંત તેને અને તેની દાસીઓને રાજાના જનાનખાનામાં સહુથી ઉતમ ખંડો પણ આપ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ9 જ્યારે હેગેએ એસ્તેરને જોઇ ત્યારે તે તેનાથી ખૂબજ પ્રભાવિત થયો અને તેને પ્રસન્ન રાખવા તેણે પોતાનાથી બનતું બધું જ કર્યુ. તેણે એસ્તેર માટે તરત જ સૌંદર્ય પ્રસાધનો અને વિશિષ્ટ ખોરાકની વ્યવસ્થા કરી આપી અને રાજમહેલમાંથી તેને સાત ચૂંટેલી દાસીઓ પણ આપી, ઉપરાંત તેણીને અને તેણીની દાસીઓને જનાનખાનાનો શ્રે ભાગ રહેવા માટે આપ્યો. Faic an caibideil |