Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 2:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તે વખતે રાજાએ પોતાના સર્વ સરદારોને તથા પોતાના સેવકોને મોટી મિજબાની આપી. તે મિજબાની એસ્તેરના માનમાં હતી તેણે પ્રાંતોમાં તે દિવસ તહેવાર તરીકે પાળવાનો હુકમ કર્યો, અને રાજાને શોભે તેવી બક્ષિસો આપી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 એસ્તેરના માનમાં રાજાએ પોતાના સર્વ રાજદરબારીઓ અને સેવકોને મોટી મિજબાની આપી. તેમણે સમગ્ર સામ્રાજ્યમાં આ દિવસ તહેવાર તરીકે પાળવાનું ફરમાન કાઢયું અને રાજાને છાજે તેવી ભેટસોગાદો આપી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 ત્યાર પછી રાજાએ એસ્તેરના માનમાં પોતાના સરદારો અને સેવકોને મોટી મિજબાની આપી. વળી તેણે બધાં પ્રાંતોમાં તે દિવસ તહેવાર તરીકે પાળવાનો હુકમ કર્યો. અને રાજાને શોભે એવી બક્ષિસો આપી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 ત્યારપછી રાજાએ એસ્તેરના માનમાં પોતાના અમલદારોને અને દરબારીઓને મોટો ભોજન સમારોહ આપ્યો. વળી તેણે રાજ્યના બધા પ્રાંતોમાં રજા જાહેર કરી અને રાજાને શોભે એવી ભેટોની લ્હાણી કરી.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 2:18
14 Iomraidhean Croise  

અને લાબાને ત્યાંના સર્વ લોકોને એકત્ર કરીને જમણ કર્યું.


છાના રહો કેમ કે આજનો દિવસ પવિત્ર છે; માટે ઉદાસ ન થાઓ.” એમ કહીને લેવીઓએ સર્વ લોકને શાંત પાડ્યા.


તેઓને પીવને માટે પ્યાલા તો સોનાના હતા, (પ્યાલા તરેહતરેહના હતા.) અને રાજાનો દ્રાક્ષારસ રાજાની ઉદારતા પ્રમાણે પુષ્કળ [હતો].


કેમ કે તે દિવસોમાં યહૂદીઓને તેમના શત્રુઓ તરફથી નિરાંત વળી હતી, અને તે માસ તેઓને માટે ખેદને બદલે આનંદનો, તથા શોકને બદલે હર્ખનો, થઈ ગયો હતો. તમારે તે દિવસોને મિજબાનીના તથા આનંદના, અને એકબીજા પર ભેટો મોકલવાના, અને દરિદ્રીને દાન આપવાના દિવસો ગણવા.”


હે સિયોનની પુત્રીઓ, નીકળી આવો, અને સુલેમાન રાજાના મનના ઉમંગને દિવસે, એટલે તેના લગ્નદિને જે મુગટ તેની માએ તેને પહેરાવ્યો છે તે મુગટસહિત, તેને નિહાળો.


હે મારી પ્રાણપ્રિયા, [મારી] નવોઢા, હું મારા બાગમાં આવ્યો છું; મેં મારાં બોળ તથા સુગંધીદ્રવ્યો વીણી લીધાં છે; મેં મારા મધપૂડામાંથી મધ ખાધું છે; મેં મારા દૂધ સાથે મારો દ્રાક્ષારસ પીધો છે. હે મિત્રો, ખાઓ; મેં મારા દૂધ સાથે મારો દ્રાક્ષારસ પીધો છે. હે મિત્રો ખાઓ, હે પ્રિય ભાઈઓ, પીઓ, હા, પુષ્કળ પીઓ.


“આકાશનું રાજ્ય એક રાજાના જેવું છે, જેણે પોતાના દીકરાના લગ્નનું જમણ કર્યું.


અને છેવટે અનુકૂળ દિવસ આવ્યો, ત્યારે હેરોદે પોતાની વરસગાંઠને દિવસે પોતાના અમીરોને તથા સેનાપતિઓને તથા ગાલીલના સરદારોને માટે મિજબાની કરાવી.


“કોઈ તને લગ્નમાં નોતરે ત્યારે મુખ્ય આસન પર ન બેસ; રખેને તારા કરતાં કોઈ માનવંતો માણસ તેણે નોતરેલો હોય,


પૃથ્વી પરનાં રહેનારાંઓ તેઓને લીધે ખુશી થાય છે અને આનંદ કરે છે. તેઓ એકબીજા પર ભેટ મોકલશે, કેમ કે તે બે પ્રબોધકોએ પૃથ્વી પરનાં રહેનારાંઓને દુ:ખ દીધું હતું.


વળી તે મને કહે છે, “હલવાનના લગ્નજમણમાં આવવાનું જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે, એમ તું લખ.” તે મને એમ પણ કહે છે, “આ તો ઈશ્વરનાં ખરાં વચનો છે.”


તમારા જુવાનોને પૂછો, એટલે તેઓ તમને કહેશે. માટે આ જુવાનો તમારી દષ્ટિમાં કૃપા પામે, કેમ કે અમે ખુશાલીને દિવસે આવ્યા છીએ. કૃપા કરીને જે તમારે હાથ લાગે તે તમારા દાસોને તથા તમારા દિકરા દાઉદને આપજો.’”


Lean sinn:

Sanasan


Sanasan