Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 2:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 એસ્તેર અહાશ્વેરોશ રાજાની કારકિર્દીના સાતમા વર્ષના દશમા માસમાં, એટલે ટેબેથ માસમાં, તેની હજૂરમાં તેના રાજમહેલમાં દાખલ થઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 અહાશ્વેરોશ રાજાના અમલના સાતમા વર્ષે, ટેબેથ એટલે દસમા માસમાં એસ્તેર રાજાની પાસે મહેલમાં ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 એસ્તેરને અહાશ્વેરોશ રાજાની કારકિર્દીના સાતમા વર્ષના દસમા મહિનામાં એટલે કે ટેબેથ મહિનામાં રાજમહેલમાં લઈ જવામાં આવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 રાજા અહાશ્વેરોશના શાસનના સાતમા વર્ષે દશમા એટલે કે ટેબેથ મહિનામાં તેને રાજા પાસે લઇ જવામાં આવી ત્યારે બીજી કુમારિકાઓ કરતાં રાજાને તે વધારે પસંદ પડી.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 2:16
7 Iomraidhean Croise  

અહાશ્વેરોશના રાજ્યના પ્રારંભમાં, તેઓએ યહૂદિયા તથા યરુશાલેમના રહેવાસીઓ ઉપર તહોમત મૂકીને તેઓની વિરુદ્ધ એક કાગળ લખ્યો.


આર્તાહશાસ્તા રાજાની કારકીર્દીના સાતમાં વર્ષના પાંચમા માસમાં તે યરુશાલેમ પહોંચ્યો.


અહાશ્વેરોશ રાજાનો ક્રોધ શમ્યો, ત્યાર પછી વાશ્તી રાણીએ જે કર્યું હતું તે, તથા તેની વિરુદ્ધ જે હુકમ કાઢવામાં આવ્યો હતો તે તેને યાદ આવ્યાં.


હવે મોર્દખાયે પોતાના કાકા અબિહાઈલની પુત્રી એસ્તેરને પોતાની દીકરી કરી લીધી હતી, તેનો જ્યારે રાજાની પાસે અંદર જવાનો વારો આવ્યો, ત્યારે રાજાના ખોજા તથા સ્ત્રીરક્ષક હેગેએ જે નીમ્યું હતું તે સિવાય તેણે બીજું કંઈ માગ્યું નહિ. જેઓએ એસ્તેરને જોઈ તે સર્વએ તેનાં વખાણ કર્યાં.


રાજાએ સર્વ સ્ત્રીઓ કરતાં એસ્તેર પર વધારે પ્રમ રાખ્યો, અને તણે એસ્તેર પર સર્વ કુમારિકાઓ કરતાં વધારે કૃપા તથા મહરબાની રાખી. માટે રાજાએ એસ્તેરને માથે રાજમુગટ પહેરાવીને વાશ્તીને સ્થાને તેને રાણી ઠરાવી.


રાજાએ પોતાના રાજ્યના સર્વ પ્રાંતોમાં અમલદારોને એ કામને માટે નીમવા જોઈએ કે તેઓ સર્વ સુંદર જુવાન કુમારિકાઓને સૂસાના મહેલના જનાનખાનામાં, રાજાના ખોજા હેગેના હવાલામાં એકઠી કરે. અને તેઓને જોઈએ એવાં સુગંધી દ્રવ્યો આપવાં.


તે સમયે ત્રીજા માસની, એટલે સીવાન માસની, ત્રેવીસમી તારીખે રાજાના ચિટનીસોને બોલાવવામાં આવ્યા. મોર્દખાયની સર્વ આજ્ઞા પ્રમાણે, યહૂદીઓ ઉપર, તથા ભારતથી તે કૂશ સુધીના એક સો સત્તાવીસ પ્રાંતોના અમલદારો, સૂબાઓ તથા સરદારો ઉપર, જુદા જુદા પ્રાંતોમાં તેમની જુદી જુદી લિપિમાં, તથા જુદા જુદા લોકો ઉપર તેમની જુદી જુદી ભાષાઓમાં, તથા યહૂદીઓ ઉપર તેઓની લિપિમાં તથા તેઓની ભાષામાં [હુકમ] લખવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan