Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 2:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 હવે મોર્દખાયે પોતાના કાકા અબિહાઈલની પુત્રી એસ્તેરને પોતાની દીકરી કરી લીધી હતી, તેનો જ્યારે રાજાની પાસે અંદર જવાનો વારો આવ્યો, ત્યારે રાજાના ખોજા તથા સ્ત્રીરક્ષક હેગેએ જે નીમ્યું હતું તે સિવાય તેણે બીજું કંઈ માગ્યું નહિ. જેઓએ એસ્તેરને જોઈ તે સર્વએ તેનાં વખાણ કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 મોર્દખાયે પોતાના કાકા અબિહાઈલની પુત્રી એસ્તેરને પોતાની દીકરીની જેમ ઉછેરી હતી. જેમણે એસ્તેરને જોઈ તે સૌએ તેનાં વખાણ કર્યાં. જ્યારે તેનો રાજા પાસે જવાનો વારો આવ્યો ત્યારે રાણીગૃહના અધિકારી હેગેએ તેને જે લેવાની સૂચના આપી હતી તે સિવાય તેણે બીજું કંઈ માગ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 હવે મોર્દખાયે પોતાના કાકા અબિહાઈલની પુત્રી એસ્તેરને પોતાની દીકરી કરી લીધી હતી, તેનો રાજા પાસે અંદર જવાનો ક્રમ આવ્યો ત્યારે એસ્તેરે રાજાના ખોજા તથા સ્ત્રીરક્ષક હેગેએ જે ઠરાવ્યું હતું તે સિવાય બીજું કંઈપણ માગ્યું નહિ. જેઓએ એસ્તેરને જોઈ તે સર્વએ તેની પ્રશંસા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 એસ્તેરનો વારો જ્યારે રાજા પાસે જવાનો આવ્યો ત્યારે તેણે કોઇ પણ વસ્તુની માગણી ન કરી અને તેણીએ હેગેની સલાહ સ્વીકારી કે તેણીએે શું લેવું (હેગે રાજાના જનાનખાનાનો અખત્યાર સંભાળતો ખોજો હતો. એસ્તર તેના કાકાની દીકરીની દત્તક પુત્રી હતી.) બીજી કુમારિકાઓએ જ્યારે તેને જોઇ ત્યારે તેઓએ તેની ખૂબ પ્રશંસા કરીને પ્રસન્નતા વ્યકત કરી. એસ્તેર તે સૌનુ મન હરી લીધું જેઓએ તેણીને જોઇ.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 2:15
10 Iomraidhean Croise  

સાંજે તે અંદર જતી, અને સવારે બીજા જનાનખાનામાં રાજાનો ખોજો શાશ્ગાઝ જે ઉપપત્નીઓનો રક્ષક હતો તેના હવાલામાં પાછી આવતી. રાજા તેનાથી સંતુષ્ટ થઈને તેના નામથી તેને બોલાવે તે સિવાય તે કદી ફરીથી રાજા પાસે જતી નહિ.


એસ્તેર અહાશ્વેરોશ રાજાની કારકિર્દીના સાતમા વર્ષના દશમા માસમાં, એટલે ટેબેથ માસમાં, તેની હજૂરમાં તેના રાજમહેલમાં દાખલ થઈ.


રાજાએ પોતાના રાજ્યના સર્વ પ્રાંતોમાં અમલદારોને એ કામને માટે નીમવા જોઈએ કે તેઓ સર્વ સુંદર જુવાન કુમારિકાઓને સૂસાના મહેલના જનાનખાનામાં, રાજાના ખોજા હેગેના હવાલામાં એકઠી કરે. અને તેઓને જોઈએ એવાં સુગંધી દ્રવ્યો આપવાં.


તે દિવસે અહાશ્વેરોશ રાજાએ યહૂદીઓના શત્રુ હામાનનું ઘરબાર એસ્તેર રાણીને સોંપ્યું. મોર્દખાય રાજાની હજૂરમાં આવ્યો; કેમ કે તે પોતાનો શો [સગો] થતો હતો તે એસ્તેરે [રાજાને] જાહેર કર્યું હતું.


ત્યાર પછી પૂરીમ વિષે આ બીજો પત્ર મંજૂર થાય માટે અબિહાઈલની પુત્રી એસ્તેર રાણીએ તથા યહૂદી મોર્દખાયે પૂર્ણ અધિકારથી તે લખ્યો.


યહોવાનું ભય જ્ઞાનનું શિક્ષણ છે; પહેલી દીનતા છે ને પછી માન છે.


[પણ] મારી હોલી, મારી સર્વાંગ સુંદરી, તો એક જ છે! તે પોતાની માની એકનીએક છે; તે પોતાની જનેતાની માનીતી છે. પુત્રીઓએ તેને જોઈને કહ્યું, ‘તને ધન્ય છે!’ હા, રાણીઓએ તથા ઉપપત્નીઓએ તેને [જોઈને] તેની પ્રશંસા કરી.


હું કોટ છું, ને મારાં સ્તન [તેના] બુરજો જેવાં છે; જેને શાંતિ પ્રાપ્ત થઈ હોય તેના જેવી હું તેની નજરમાં હતી.


તેમણે તેનાં સર્વ સંકટોમાંથી તેને છોડાવ્યો, અને તેને એવી બુદ્ધિ આપી કે મિસરનો રાજા ફારુન તેના પર પ્રસન્‍ન થયો. તેણે તેને મિસર પર તથા પોતાના આખા મહેલ પર અધિકારી નીમ્યો.


Lean sinn:

Sanasan


Sanasan