Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 2:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 સાંજે તે અંદર જતી, અને સવારે બીજા જનાનખાનામાં રાજાનો ખોજો શાશ્ગાઝ જે ઉપપત્નીઓનો રક્ષક હતો તેના હવાલામાં પાછી આવતી. રાજા તેનાથી સંતુષ્ટ થઈને તેના નામથી તેને બોલાવે તે સિવાય તે કદી ફરીથી રાજા પાસે જતી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 સાંજે તે રાજા પાસે જતી અને સવારે બીજા રાણીગૃહમાં રાજાની રખાતોના રક્ષક અધિકારી શાઆશ્ગાઝ પાસે તે પાછી આવતી. રાજાને તે પસંદ પડી જાય તો તેને ફરી નામ દઈને બોલાવે, એ સિવાય ફરી કદી પણ તે રાજા પાસે જઈ શક્તી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 સાંજે તે મહેલમાં જતી અને સવારે બીજા જનાનખાનામાં રાજાનો ખોજો શાશ્ગાઝ જે ઉપપત્નીઓનો રક્ષક હતો, તેની દેખરેખ હેઠળ પાછી આવતી. અને રાજા તેનાથી સંતુષ્ટ થઈને તેના નામથી તેને બોલાવે તે સિવાય તે ફરીથી કદી રાજા પાસે જઈ શકતી ન હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 સાંજે તે કુમારિકા મહેલમાં જતી, અને સવારે બીજી સ્રીના જનાનખાનામાં પાછી ફરતી, જેની સંભાળ રાજાની ઉપપત્નીઓનો રક્ષક જે ખોજો શાઆશ્ગાઝની દેખરેખ હેઠળ હતી. રાજાને તે ખાસ પસંદ પડી હોય અને તેને નામ લઇને બોલાવે તે જ કુમારિકા રાજા પાસે ફરી જતી.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 2:14
8 Iomraidhean Croise  

અને તે જુવાને તે પ્રમાણે કરવામાં વાર ન લગાડી, કેમ કે તે યાકૂબની દીકરી પર મોહિત થયેલો હતો; અને તે તેના પિતાના ઘરમાં સર્વ કરતાં માનીતો હતો.


ત્યારે ધારો એવો હતો કે જનાનખાનામાંથી રાજાના મહેલમાં જતી વખતે તે જે કંઈ માગે તે તેને આપવામાં આવે.


હવે મોર્દખાયે પોતાના કાકા અબિહાઈલની પુત્રી એસ્તેરને પોતાની દીકરી કરી લીધી હતી, તેનો જ્યારે રાજાની પાસે અંદર જવાનો વારો આવ્યો, ત્યારે રાજાના ખોજા તથા સ્ત્રીરક્ષક હેગેએ જે નીમ્યું હતું તે સિવાય તેણે બીજું કંઈ માગ્યું નહિ. જેઓએ એસ્તેરને જોઈ તે સર્વએ તેનાં વખાણ કર્યાં.


“રાજાના સર્વ સેવકો તથા રાજાના પ્રાંતોના લોકો જાણે છે કે, જે કોઈ પુરુષ કે સ્ત્રી, વગર બોલવ્યે, અંદરના ચોકમાં રાજાની પાસે જાય, તે વિષે એક જ કાયદો છે કે, તેને મારી નાખવો, ફક્ત જેની સામે રાજા સોનાનો રાજદંડ ધરે તે જ જીવતો રહે; પણ મને તો આ ત્રીસ દિવસથી રાજાની હજૂરમાં જવાનું તેડું આવ્યું નથી.”


પણ હવે, હે યાકૂબ, તારા ઉત્પન્નકર્તા યહોવા, ને હે ઇઝરાયલ, તારા બનાવનાર એવું કહે છે, “તું બીશ નહિ, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે; મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે.


મારા સેવક યાકૂબને લીધે, ને મારા પસંદ કરેલા ઇઝરાયલને લીધે, મેં તો તારું નામ લઈને તને બોલાવ્યો છે; જો કે તેં મને ઓળખ્યો નથી, તોપણ મેં તને અટક આપી છે.


અને એમ થાય કે જો તું તેનાથી પ્રસન્‍ન ન થાય, તો તે ચાહે ત્યાં તેને જવા દેવી. પણ તારે પૈસા લઈને તેને વેચવી નહિ, તે ગુલામડી હોય એવી રીતે તારે તેની સાથે વર્તવું નહિ, કેમ કે તેં તેની આબરૂ લીધી છે.


Lean sinn:

Sanasan


Sanasan