એસ્તેર 1:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 જો રાજાની ઇચ્છા હોય તો એક બાદશાહી ફરમાન બહાર પાડવું જોઈએ, ને તે ફરે નહિ માટે ઈરાનના તથા માદાયના કાયદાઓમાં તે નોંધાવું જોઈએ કે, ‘વાશ્તી હવે પછી અહાશ્વેરોશ રાજાની હજૂરમાં કદી ન આવે; અને રાજાએ તેનું રાણીપદ તેના કરતાં કોઈ સારી હોય તેને આપવું.’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 તેથી હે રાજા, આપને યોગ્ય લાગે તો એક રાજવી વટહુકમ બહાર પાડો કે વાશ્તી રાણી રાજાની સમક્ષ કદી હાજર થાય નહિ. તેની નોંધ ઇરાન અને માદાયના કાયદાઓમાં કરો જેથી તે કદી બદલી શકાય નહિ. વળી, તેનું રાણીપદ બીજી કોઈ યોગ્ય સ્ત્રીને આપો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 જો રાજાની સંમતિ હોય તો એક કડક બાદશાહી ફરમાન બહાર પાડવામાં આવે અને તે બદલાય નહિ માટે ઇરાન તથા માદીના કાયદાઓમાં તે નોધાવું જોઈએ કે, ‘વાશ્તીએ હવે પછી અહાશ્વેરોશ રાજાની હજૂરમાં કદી ન આવવું.’ અને રાજાએ તેનું રાણીપદ તેના કરતાં કોઈ સારી રાણીને આપવું. Faic an caibideilપવિત્ર બાઈબલ19 “જો રાજાને પસંદ પડે તો અમારીં સલાહ આ છે: જેને ઇરાન અને માદાયના કાનૂનોમાં લખવામાં આવશે અને તેને બદલી શકાશે નહિ, શાહી ફરમાન બહાર પાડો: ‘વાશ્તી રાણીએ અહાશ્વેરોશ રાજાની હાજરીમાં ક્યારેય ન આવવું.’ પછી આપ બીજી કોઇ વધુ પાત્રતાવાળી સ્ત્રીને રાણી બનાવો. Faic an caibideil |