Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 6:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 માણસોને પ્રસન્‍ન કરનારાઓની જેમ દેખરેખ હોય ત્યાં સુધી જ ચાકરી કરનારાની રીતે નહિ, પણ ખ્રિસ્તના દાસોની જેમ, જીવથી ઈશ્વરની ઇચ્છા પૂરી કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તે તમારું નિરીક્ષણ કરતા હોય ત્યારે તેમને ખુશ કરી દેવા માટે જ નહિ, પણ ખ્રિસ્તના ગુલામ તરીકે પૂર્ણ દયથી ઈશ્વરને જે પસંદ છે તે કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 માણસોને પ્રસન્ન કરનારાઓની જેમ દેખરેખ હોય ત્યાં સુધી જ મન વગરનું કામ કરનારની રીતે નહિ, પણ ખ્રિસ્તનાં સેવકોની જેમ, જીવથી ઈશ્વરની ઇચ્છા પૂરી કરો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 જ્યારે તમારો માલિક દેખરેખ રાખતો હોય ત્યારે જ ફક્ત તેને પ્રસન્ન કરવા તેની આજ્ઞાનું પાલન ના કરો. પણ તેથી વિશેષ કંઈ કરવાની જરૂર છે. તમે જેમ ખ્રિસ્તની આજ્ઞાનું પાલન કરો છો તેમ તેની આજ્ઞાનું પાલન કરો. દેવ જે ઈચ્છે છે તે તમારે સંપૂર્ણ હૃદયથી કરવું જોઈએ:

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 6:6
20 Iomraidhean Croise  

જ્યારે તેઓ પોતાના ખરા હ્રદયથી મારી તરફ ફરશે ત્યારે મને ઓળખનારું, એટલે યહોવા તે હું છું એવું ઓળખનારું, હ્રદય હું તેઓને આપીશ; અને તેઓ મારા લોકો થશે, ને હું તેઓનો ઈશ્વર થઈશ.’”


એ બધું છતાં તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા ખરા મનથી નહિ, પણ કેવળ ઢોંગ કરીને મારી તરફ પાછી ફરી છે, ” એવું યહોવા કહે છે.


કેમ કે મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે જે કોઈ કરે, તે જ મારો ભાઈ તથા બહેન તથા મા છે.”


જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે [તેઓ જ પેસશે].


કેમ કે જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મારી મા છે.”


પણ ઈશ્વરને ધન્ય હો કે, તમે પાપના દાસ હતા, પણ જે બોધ તમને કરવામાં આવ્યો તે તમે અંત:કરણથી સ્વીકાર્યો.


કેમ કે જે દાસને પ્રભુએ તેડયો તે પ્રભુનો સ્વતંત્ર છે. અને એમ જ જે સ્વતંત્રને તેડવામાં આવ્યો તે ખ્રિસ્તનો દાસ છે.


તો હમણાં હું માણસોની કૃપા મેળવી લેવાને યત્ન કરું છું કે ઈશ્વરની? અથવા શું હું માણસોને રાજી કરવા ચાહું છું? જો હજી સુધી હું માણસોને રાજી કરતો હોઉં, તો હું ખ્રિસ્તનો સેવક નથી.


એ માટે અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઇચ્છા શી છે તે સમજો.


તેથી, મારા વહાલાઓ, જેમ તમે હંમેંશા આધીન રહેતા હતા તેમ, માત્ર મારી હાજરીમાં જ નહિ, પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં, ભય તથા કંપારીસહિત તમારું તારણ સાધી લેવાને યત્ન કરો.


તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં ઈશ્વરની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ એ માટે અમે તે સાંભળ્યું તે દિવસથી તમારે માટે પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી.


એપાફ્રાસ જે તમારામાંનો એક છે, અને ખ્રિસ્તનો દાસ છે, તે તમને ક્ષેમકુશળ કહે છે તે હમેશાં તમારે માટે આગ્રહથી પ્રાર્થના કરે છે કે, ઈશ્વરની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને તમે દઢ રહો.


પણ જેમ ઈશ્વરે સુવાર્તાનો ઉપદેશ કરવાને અમને પસંદ કર્યાં, તેમ અમે માણસોને પ્રસન્‍ન કરનારાની જેમ નહિ, પણ અમારાં હ્રદયોના પારખનાર ઈશ્વરને પ્રસન્‍ન કરવાને બોલીએ છીએ.


કારણ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે, તમારું પવિત્રીકરણ થાય, એટલે તમે વ્યભિચારથી દૂર રહો,


કેમ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે.


તે તમને દરેક સારા કામમાં એવા સંપૂર્ણ કરે કે તમે તેમની ઇચ્છા પ્રમાણે [સર્વ] કરો, અને તેમની દષ્ટિમાં જે સંતોષકારક છે, તે તે ઈસુ ખ્રિસ્તદ્વારા આપણી પાસે કરાવે. તેમને સદાસર્વકાળ ગૌરવ હો. આમીન.


કેમ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે સારું કરીને મૂર્ખ માણસોની અજ્ઞાનતા [ની વાતો] ને તમે બંધ પાડો.


કે જેથી તે‍ ત્યાર પછી દેહમાંનો બાકી રહેલો વખત માણસોના ભૂંડા વિકારો પ્રમાણે નહિ, પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ગુજારે.


જગત તથા તેની લાલસા જતાં રહે છે, પણ ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.


Lean sinn:

Sanasan


Sanasan