Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 6:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 આત્મામાં સર્વ પ્રકારે તથા બધો વખત પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અર્થે બધા સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 આ બધું પ્રાર્થનાપૂર્વક કરો અને ઈશ્વરની મદદ માગો. જેમ પવિત્ર આત્મા દોરવણી આપે તેમ સર્વ પ્રસંગે પ્રાર્થના કરો. આ કારણથી હંમેશાં જાગૃત રહો અને તેમ કરવાનું કદી પડતું ન મૂકો. સર્વ સમયે ઈશ્વરના સર્વ લોકને માટે પ્રાર્થના કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પવિત્ર આત્મામાં સર્વ પ્રકારે સતત પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અર્થે સર્વ સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 હમેશા આત્મામાં પ્રાર્થના કરો. હરવખત પ્રાર્થના તથા વિનંતી કરો અને તમારો જરૂરી બધી જ વસ્તુની યાચના કરો. આમ કરવા માટે હમેશા તૈયાર રહો. નિરુસ્તાહી થઈ છોડી ના દો અને પ્રભુના બધા સંતો માટે પ્રાર્થના કરો.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 6:18
51 Iomraidhean Croise  

તમારા સેવકની યાચના પર તથા તમારા ઈઝરાયલ લોકની યાચના પર તમારી આંખો ઉઘાડી રહે, કે જ્યારે જ્યારે તેઓ તમારી વિનંતી કરે ત્યારે ત્યારે તમે તેઓનું સાંભળો.


યહોવાની વેદીની સમક્ષ ઘૂંટણે પડીને તથા આકાશ તરફ હાથ લંબાવીને સુલેમાન આ બધી પ્રાર્થના અને યાચના પૂરી કરી રહ્યો એ પછી તે ત્યાંથી ઉઠ્યો.


આ મારા શબ્દો જે વડે મેં યહોવા આગળ યાચના કરી છે, તે રાતદિવસ આપણા ઈશ્વર યહોવાની હજૂરમાં રહો કે, દરરોજની અગત્ય પ્રમાણે, પોતાના સેવકના પક્ષની તથા પોતાના ઇઝરાયલ લોકોના પક્ષની હિમાયત કરે;


અને યહોવાએ તેને કહ્યું, “મારી આગળ કરેલી તારી પ્રાર્થના તથા તારી યાચના મેં સાંભળી છે. આ તારા બાંધેલા મંદિરને, મારું નામ તેમાં સદા રાખવા માટે, મેં પવિત્ર કર્યું છે, અને મારી‍ ર્દષ્ટિ તથા મારું હ્રદય નિરંતર ત્યાં રહેશે.


વળી તેઓનો નાશ કરવાનો હુકમ સૂસામાં કરવામાં આવ્યો હતો, તેની નકલ મોર્દખાયે તેને આપી કે, હથાક એસ્તેરને તે દેખાડે, અને તેને કહી બતાવે. અને એસ્તેરને વીનવે કે રાજાની હજૂરમાં જઈને તે પોતાના લોકને માટે કાલાવાલા કરીને રૂબરૂ અરજ કરે.


શું તે સર્વશક્તિમાનથી આનંદ માનશે, અને સર્વ પ્રસંગે ઈશ્વરને વિનંતી કર્યા કરશે?


હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, હું વિનંતી કરું ત્યારે તમે મને ઉત્તર આપજો. સંકટને વખતે તમે મને છોડાવ્યો છે; મારા પર દયા રાખીને મારી પ્રાર્થના સાંભળજો.


યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે. યહોવા મારી પ્રાર્થના માન્ય કરશે.


હે યહોવા, સંકટસમયે તેઓ તમારી તરફ ફર્યા છે, તમારી શિક્ષા તેઓને લાગી ત્યારે તેઓએ [તમારી] પ્રાર્થના કરી છે.


જ્યારે દાનિયેલે જાણ્યું કે ફરમાન ઉપર સહી કરવામાં આવી છે, ત્યારે તે પોતાને ઘેર ગયો, (તેના ઓરડાની બારીઓ તો યરુશાલેમ તરફ ઉઘાડી રહતી હતી;) અને તે અગાઉ કરતો હતો તેમ, દિવસમાં ત્રણવાર ઘૂંટણિયે પડીને તેણે પ્રાર્થના કરી, ને પોતાના ઈશ્વરની આભારસ્તુતિ કરી.


હું બોલતો હતો અને પ્રાર્થના કરતો હતો, અને મારાં તથા મારા ઇઝરાયલ લોકોનાં પાપ કબૂલ કરતો હતો, ને મારા ઈશ્વરના પવિત્ર પર્વતને માટે મારા ઈશ્વર યહોવાની આગળ મારી અરજ ગુજારતો હતો.


હા, તેણે દૂતની સાથે બાથ ભીડી, ને જય પામ્યો; તેણે રડીને તેમની યાચના કરી, તે તેમને બેથેલમાં મળ્યા, ત્યાં તે આપણી સાથે બોલ્યા.


હું દાઉદના વંશજો પર તથા યરુશાલેમના રહેવાસીઓ પર કૃપાનો તથા વિનંતીનો આત્મા રેડીશ. અને મને, જેને તેઓએ વીંધ્યો છે, તેની તરફ તેઓ જોશે; અને જેમ કોઈ પોતાના એકનાએક પુત્રને માટે શોક કરે તેમ તેઓ તેને માટે શોક કરશે, ને જેમ કોઈ પોતાના જ્યેષ્ઠ પુત્રને માટે દુ:ખી થાય તેમ તેઓ તેને લીધે દુ:ખી થશે.


પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી.] ”


જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો! આત્મા તત્પર છે ખરો, પણ શરીર અબળ છે.”


સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો, કેમ કે તે સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી.


જાગતા રહો અને પ્રાર્થના કરો કે, તમે પરીક્ષણમાં ન પડો. આત્મા તત્પર છે ખરો, પણ દેહ અબળ છે.”


પણ બધો વખત જાગતા રહો, અને વિનંતી કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.”


તેમણે તેઓને કહ્યું, “કેમ ઊંઘો છો? ઊઠીને પ્રાર્થના કરો કે, તમે પરીક્ષણમાં ન પડો.”


જે માહથનો, જે મત્તિયાનો, જે શિમઈનો, જે યોસેખનો, જે યોદાનો,


જે મથૂશેલાનો, જે હનોખનો, જે યારેદનો, જે મહાલાએલનો, જે કેનાનનો,


એ સર્વ સ્‍ત્રીઓ સહિત, તથા ઈસુની મા મરિયમ અને તેમના ભાઈઓ એકચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતાં હતાં.


તે ધાર્મિક હતો, અને તે તથા તેના ઘરનાં સર્વ માણસો પણ ઈશ્વરનું ભય રાખતાં; લોકોને તે ઘણાં દાન આપતો, અને નિત્ય ઈશ્વરની પ્રાર્થના કરતો હતો.


તેથી તેણે પિતરને બંદીખાનામાં રાખ્યો; પણ મંડળી તેને માટે આગ્રહથી ઈશ્વરની પ્રાર્થના કરતી હતી.


પણ અમે તો પ્રાર્થનામાં તથા [પ્રભુની] વાતની સેવામાં લાગુ રહીશું.”


આશામાં આનંદ કરો. સંકટમાં ધીરજ રાખો. પ્રાર્થનામાં લાગુ રહો.


કેમ કે ફરીથી તમને ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ તમને દત્તકપુત્રપણાનો આત્મા મળ્યો છે, તેને લીધે આપણે આબ્બા, પિતા, એવી હાંક મારીએ છીએ.


અને તમે પુત્રો છો, એ માટે ઈશ્વરે આપણાં હ્રદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે, જે ‘આબ્બા, પિતા, એમ કહીને હાંક મારે છે.


તમારે માટે આભાર માનવાનું ચૂકતો નથી. મારી પ્રાર્થનાઓમાં તમારું સ્મરણ કરીને માંગું છું કે,


તેમનામાં તમે પણ ઈશ્વરના નિવાસને માટે આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો.


તમે સર્વ સંતોની સાથે [ખ્રિસ્તના પ્રેમની] પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ, તથા ઊંડાઈ કેટલી છે તે સમજી શકો,


હું વિદેશીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું,


મારે માટે પણ [માગો] કે, જે સુવાર્તાને લીધે હું સાંકળોથી [બંધાયેલો] એલચી છું, તેનો મર્મ જણાવવાને મને મોં ઉઘાડીને બોલવાની હિંમત આપવામાં આવે.


નિત્ય આનંદથી તમો સર્વને માટે વિનંતી કરતાં મારી સર્વ પ્રાર્થનાઓમાં,


કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારસ્તુતિસહિત તમારી અરજો ઈશ્વરને જણાવો.


અમે ખ્રિસ્ત ઈસુ પરના તમારા વિશ્વાસ વિષે, તથા તમારે માટે આકાશમાં રાખી મૂકેલી આશાને લીધે સર્વ સંતો પરના તમારા પ્રેમ વિષે સાંભળ્યું,


ત્યારથી તમારે માટે હંમેશાં પ્રાર્થના કરીને, ઈશ્વર, જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા છે, તેની આભારસ્તુતિ કરીએ છીએ;


પ્રાર્થનામાં ખંતથી મંડયા રહો, અને તેમાં આભારસ્તુતિ કરીને જાગૃત રહો.


નિત્ય પ્રાર્થના કરો.


હવે સહુથી પ્રથમ હું એવો બોધ કરું છું કે, સર્વ માણસોને માટે વિનંતી, પ્રાર્થના, આજીજી તથા આભારસ્તુતિ કરવામાં આવે.


વંશપરંપરાથી જે મારા પૂર્વજોના ઈશ્વર છે, જેમને હું શુદ્ધ અંત:કરણથી ભજું છું, તેમની આભારસ્તુતિ કરું છું કે, મારી પ્રાર્થનાઓમાં હું રાતદિવસ તારું નિત્ય સ્મરણ કરું છું.


સાંભળવાથી તારું સ્મરણ કરીને સર્વદા મારી પ્રાર્થનાઓમાં હું મારા ઈશ્વરની આભારસ્તુતિ કરું છું


તેમના દેહધારીપણાના સમયમાં તેમને મરણથી છોડાવવાને જે શક્તિમાન હતા, તેમની પાસે તેમણે મોટે અવાજે તથા આંસુસહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા, અને તેમણે [ઈશ્વરનો] ડર રાખ્યો, માટે તેમની [પ્રાર્થના] સાંભળવામાં આવી.


પણ સર્વનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ, ને સાવધ રહીને પ્રાર્થના કરો.


પણ વહાલાઓ તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જઈને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને,


અને એમ થયું કે તે યહોવાની આગળ પ્રાર્થના કરવામાં તલ્‍લીન હતી, ત્યારે એલી તેના મોં તરફ તાકીને જોતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan