Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 6:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 છોકરાં, પ્રભુમાં તમારાં માતપિતાની આજ્ઞાઓ માનો, કેમ કે એ યથાયોગ્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 બાળકો, તમે તમારાં માતાપિતાને પ્રભુમાં આજ્ઞાંક્તિ રહો, કારણ, એમ કરવું તે યોગ્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 બાળકો, પ્રભુમાં તમારાં માતાપિતાની આજ્ઞાઓ માનો, કેમ કે એ ઉચિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 જે રીતે પ્રભૂની ઈચ્છા છે તે રીતે બાળકો, તમારા માતાપિતાના આજ્ઞાંકિત બનો, જે કરવું યોગ્ય છે.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 6:1
33 Iomraidhean Croise  

અને યાકૂબ પોતાનાં માતાપિતાની આ માનીને પાદાનારામમાં ગયો.


અને ઇઝરયલે યૂસફને કહ્યું, “શું તારા ભાઈઓ શખેમમાં ચરાવતા નથી? ચાલ, હું તને તેઓની પાસે મોકલીશ.” અને તેણે તેને કહ્યું, “હું આ રહ્યો.”


અને યૂસફે પોતાનાં ઘૂંટણો વચ્ચેથી તેઓને કાઢયા; અને ભૂમિ સુધી વાંકો વળીને તે નમ્યો.


અને યાકૂબે તેના દિકરાઓને જેમ આજ્ઞા આપી હતી તેમ તેઓએ તેને માટે કર્યું:


સિનાય પર્વત પર પણ તમે ઊતરી આવ્યા. આકાશમાંથી તમે તેઓની સાથે બોલ્યા. તમે તેઓને વાસ્તવિક હુકમો તથા સત્ય નિયમો, સારા વિધિઓ તથા આજ્ઞાઓ આપ્યાં.


મોર્દખાયના ફરમાવ્યા‍ પ્રમાણે હજુ સુધી એસ્તેરે પોતાની જાત ગોત્ર વિષે ખબર પડવા દીધી ન હતી. એસ્તેર મોર્દખાયને ઘેર રહેતી હતી, ત્યારની જેમ હાલ પણ તે તેની આજ્ઞા પાળતી હતી.


માણસો તરફ જોઈને તે તેમને કહે છે કે, ‘મેં પાપ કર્યું છે, મેં સત્યને મરડી નાખ્યું છે, અને તેથી મને કંઈ લાભ થયો નહિ.


તમારાં શાસનો પ્રમાણે હું મારી સર્વ વર્તણૂક યથાર્થ રાખું છું; હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું. પે


હે યહોવા, તમારાં ન્યાયવચનો અદલ છે, અને વિશ્વાસુપણાને તમે મને દુ:ખી કર્યો છે, એમ હું જાણું છું.


યહોવાના વિધિઓ યથાર્થ છે, તેઓ હ્રદયને આનંદ આપે છે. યહોવાની આજ્ઞા નિર્મળ છે, તે આંખોને પ્રકાશ આપે છે.


મારા દીકરા, તારા પિતાની શિખામણ સાંભળ, અને તારી માનું શિક્ષણ તજીશ નહિ.


તારા પોતાના પિતાનું [કહેવું] સાંભળ, અને તારી મા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.


એવી પણ એક પેઢી છે કે જે પોતાના પિતાને શાપ આપે છે, અને પોતાની માને આશીર્વાદ આપતી નથી.


જે આંખ પોતાના પિતાની મશ્કરી કરે છે. અને જે પોતાની માની આજ્ઞા માનવાનું તુચ્છ ગણે છે, તેને ખીણના કાગડા કોચી કાઢશે. અને ગીધનાં બચ્‍ચાં તેને ખાઈ જશે.


મારા દીકરા, તારા પિતાની આજ્ઞા પાળ, અને તારી માની શિખામણનો ત્યાગ ન કર;


રેખાબના પુત્ર યોનાદાબે દ્રાક્ષારસ પીવા વિષે પોતાના પુત્રોને નિષેધ કર્યો હતો તે માનવામાં આવ્યો છે, ને આજ સુધી તેઓ તે પીતા નથી, તેઓ પોતાના પિતાની આજ્ઞા પાળતા આવ્યા છે, પણ મેં તો પ્રાત:કાળે ઊઠીને આગ્રહથી તમને કહ્યું છે; તોપણ તમે મારું કહ્યું સાંભળ્યું નહિ.


પછી યર્મિયાએ રેખાબીઓના ગોત્રીઓને કહ્યું, “સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલનાં ઈશ્વર, કહે છે કે, તમે તમારા પૂર્વજ યોનાદાબની આજ્ઞા માની છે, તથા તેની સર્વ આજ્ઞાઓ પાળી છે, તથા જે જે કરવાને તેણે તમને ફરમાવ્યું, તે પ્રમાણે તમે કર્યું છે,


અમારા પૂર્વજ રેખાબના પુત્ર યોનાદાબે અમને આજ્ઞા આપી છે કે, ‘તમે, તમારી પત્નીઓ, તમારા દીકરા તથા તમારી દીકરીઓ તમારા જીવતાં સુધી દ્રાક્ષારસ પીશો નહિ;


કોણ જ્ઞાની હશે કે, તે આ વાતો સમજે? કોણ અક્કલવાન હશે કે, તેને એ બાબતનું જ્ઞાન થાય? કેમ કે યહોવાના માર્ગો ન્યાયી છે, ને નેક માણસો તે માર્ગે ચાલશે; પણ પાપી માણસો તેમાં ઠોકર ખાશે.


તમો પ્રત્યેક મનુષ્ય પોતાની માની તથા પોતાના પિતાની બીક રાખો, ને તમે મારા સાબ્બાથ પાળો. હું યહોવા તમારો ઈશ્વર છું.


તે તેઓની સાથે ગયો, અને નાસરેથ આવીને તે તેઓને આધીન રહ્યો, અને તેની માએ એ સર્વ વાતો પોતાના મનમાં રાખી.


આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.


સંતોને ઘટે તેવી રીતે તમે પ્રભુને લીધે તેનો સ્વીકાર કરો, અને જે જે બાબતોમાં તેને તમારી [મદદની] જરૂર પડે તેમાં તમે તેને સહાય કરજો. કેમ કે તે પોતે જ ઘણાને તથા મને પોતાને પણ સહાય કરનાર થઈ છે.


માટે નિયમશાસ્‍ત્ર તો પવિત્ર છે, અને આજ્ઞા પવિત્ર, ન્યાયી તથા હિતકારક છે.


એ માટે, મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દઢ થાઓ, અને પ્રભુના કામમાં સદા મચ્યાં રહો, કેમ કે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો.


જો કોઈ માણસને હઠીલો તથા અણકહ્યાગરો દીકરો હોય, ને તે તેના પિતાનું કહેવું કે તેની માનું કહેવું માનતો ન હોય, અને તેઓ તેને શિક્ષા કરે છતાં પણ તે તેમને લેખવતો ન હોય,


પણ જો કોઈ વિધવાને છોકરાં કે છોકરાંના છોકરાં હોય, તો તેઓ પહેલાં પોતાના ઘરમાં ધર્મનિષ્ઠ થતાં તથા પોતાનાં માતપિતાના આભારનો બદલો વાળતાં શીખે; કેમ કે એ ઈશ્વરને પ્રિય છે.


તમે માણસોએ સ્થાપેલી દરેક પ્રકારની સત્તાને પ્રભુની ખાતર આધીન રહો:રાજાને સર્વોપરી સમજીને તેને આધીન રહો.


ત્યારે તેણે તેને કહ્યું, “જે તું કહે છે તે સર્વ હું કરીશ.”


અને દાઉદ સવારે વહેલો ઊઠ્યો, ને એક રખેવાળને પોતાનાં ઘેટાં સ્વાધીન કરીને યિશાઈએ તેને આપેલી આજ્ઞા પ્રમાણે [બધું] લઈને ગયો; અને રણભૂમિમાં જવા માટે ચાલી નીકળેલા સૈન્યે યુદ્ધનો લલકાર કર્યો તે સમયે તે ગાડાંની વાડ આગળ આવી પહોંચ્યો.


Lean sinn:

Sanasan


Sanasan