Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 5:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 ખ્રિસ્ત પ્રત્યેના તમારા આદરને લીધે તમે એકબીજાને આધીન રહો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તમે ખ્રિસ્તને માન આપો છો તેથી એકબીજાને સ્વૈચ્છિક રીતે આધિન થાઓ.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 5:21
20 Iomraidhean Croise  

અને યહોવાના દૂતે તેને કહ્યું, “તું તારી શેઠાણી પાસે પાછી જા, ને તેને આધીન રહે.”


સર્વ સરદારો તથા પરાક્રમી પુરુષો, તેમ જ દાઉદ રાજાના બીજા સર્વ પુત્રો પણ સુલેમાન રાજાને આધીન થયા.


માટે યહોવાનો ડર રાખીને, સંભાળીને કામ કરજો; કેમ કે આપણા ઈશ્વર યહોવાને આન્યાય કે આંખની શરમ કે લાંચ લેવી પસંદ નથી.”


પણ મારા પહેલાં જે સૂબાઓ હતા, તેઓના ખરચનો બોજો એ લોકો પર પડતો, તેઓ એમની પાસેથી અન્ન, દ્રાક્ષારસ, તથા તે ઉપરાંત દરરોજ ચાળીસ શેકલ રૂપું લેતા હતા. હા, તેઓના ચાકરો પણ લોકો પર સાહેબી કરતા હતા. પણ ઈશ્વરના ભયને લીધે મેં તો એમ કર્યું નથી.


વળી મેં કહ્યું, “જે કૃત્ય તમે કરો છો તે સારું નથી. રખેને આપણા વિદેશી શત્રુઓ નિંદા કરે [એવી બીક રાખીને] તમારે આપણા ઈશ્વરનો ભય રાખીને વર્તવું ન જોઈએ?


મારા દીકરા, યહોવાનું તથા રાજાનું ભય રાખ અને ડગમગતા મનના માણસના કામમાં હાથ ન નાખ;


તમે એવા માણસોને, તેમ જ જેટલા કામમાં સહાય કરીને યત્ન કરે છે તેઓને પણ આધીન થાઓ.


માટે પ્રભુનું ભય જાણીને અમે માણસોને સમજાવીએ છીએ, પણ અમે ઈશ્વરને પ્રગટ થયેલા છીએ. અને તમારાં અંત:કરણોમાં પણ અમે પ્રગટ થયા છીએ એવી હું આશા રાખું છું.


તેથી, વહાલાઓ, આપણને એવા વચન મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ, અને ઈશ્વરનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ.


કેમ કે, ભાઈઓ, તમને તો સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને બોલાવેલા હતા, માત્ર એટલું જ કે તે તમારી સ્વતંત્રતા શારીરિક વિષયભોગને અર્થે ન વાપરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો.


પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો.


જેમ મંડળી ખ્રિસ્તને આધીન છે, તેમ પત્નીઓએ સર્વ બાબતોમાં પોતાના પતિઓને [આધીન] રહેવું.


પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા.


સ્‍ત્રીએ સંપૂર્ણ આધીનતાથી છાની રહીને શીખવું.


પોતાના ઘરનાંને સારી રીતે ચલાવનાર, પોતાનાં છોકરાંને પૂર્ણ ગાંભીર્યથી આધીન રાખનાર, એવો હોવો જોઈએ.


તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો; કેમ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે, એ માટે કે તેઓ આનંદથી તે [કામ] કરે, પણ શોકથી નહિ, કેમ કે એથી તમને ગેરલાભ થાય.


તમે માણસોએ સ્થાપેલી દરેક પ્રકારની સત્તાને પ્રભુની ખાતર આધીન રહો:રાજાને સર્વોપરી સમજીને તેને આધીન રહો.


તમે સર્વને માન આપો. બંધુમંડળ પર પ્રેમ રાખો. ઈશ્વરનું ભય રાખો. રાજાનું સન્માન કરો.


એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ. અને તમે બધા એકબીજાની સેવા કરવાને માટે નમ્રતા પહેરી લો. કેમ કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan