Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 5:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ [પવિત્ર] આત્માથી ભરપૂર થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 દારૂ પીને છાકટા ન બનો, એ તો બરબાદ કરનારું વ્યસન છે; એને બદલે, પવિત્ર આત્માથી ભરપૂર થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 દ્રાક્ષારસ પીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 મદ્યપાન કરી મસ્ત ન બનો. તે તમારી આત્મિકતાનો નાશ કરશે. પરંતુ આત્માથી ભરપૂર થાઓ.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 5:18
33 Iomraidhean Croise  

અને દ્રાક્ષારસ પીને તે પીધેલો થયો; અને પોતાના તંબુમાં તે ઉઘાડો હતો.


ભાગળમાં બેસનારાઓ મારી મશ્કરી કરે છે; અને છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.


દ્રાક્ષારસનું ફળ ઠઠ્ઠા છે મદ્યનું ફળ ઝઘડા છે; જે કોઈ [પીવાની] ભૂલ કરે છે તે જ્ઞાની નથી.


મારું આકર્ષણ કર; અમે તારી પાછળ દોડીશું; રાજા મને પોતાના ઓરડામાં લાવ્યો છે; અમે તારામાં મગ્ન થઈશું તથા આનંદ કરીશું, દ્રાક્ષારસ કરતાં તારા પ્રેમનાં અમે અધિક વખાણ કરીશું: તેઓ તને ચાહે છે તે વાજબી છે.


અને તારું મુખ ઉત્તમ દ્રાક્ષારસ જેવું થાય કે, જે [દ્રાક્ષારસ] મારા પ્રીતમને માટે છે, અને જે ઊંઘનારાના હોઠોમાં થઈને સરળતાથી પેટમાં ઊતરી જાય છે.


વળી સૈન્યોના ઈશ્વર યહોવા સર્વ લોકોને આ પર્વત પર મિષ્ટાન્નની, જૂના દ્રાક્ષારસની, મેદથી ભરેલા મિષ્ટાન્નની, અને નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે.


જેઓ દ્રાક્ષારસ પીવામાં શૂરા, અને દારૂ મિશ્રિત કરવામાં કુશળ માણસ તેઓને અફસોસ!


“હે તૃષિત જનો, તમે સર્વ પાણીની પાસે આવો, જેની પાસે કંઈ પણ નાણું નથી તે તમે આવો; વેચાતું લો, અને ખાઓ. વળી આવીને નાણાં વિના તથા મૂલ્ય વિના દ્રાક્ષારસ તથા દૂધ વેચાતાં લો.


“જયાર તું તથા તારી સાથે તારા પુત્રો મુલાકાતમંડપમાં જાઓ ત્યારે દ્રાક્ષારસ કે દારૂ ન પીઓ, રખેને તમે માર્યા જાઓ. તમારી વંશપરંપરા સદાને માટે આ વિધિ થાય.


ઓ શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે થાળીવાટકો બહારથી સાફ કરો છો, પણ તેમની અંદર જુલમ તથા અન્યાય ભરેલા છે.


અને બીજા ચાકરોને તે મારવા તથા છાકટાઓની સાથે ખાવાપીવા લાગે;


કેમ કે તે પ્રભુની આગળ મોટો થશે, ને દ્રાક્ષારસ કે દારૂ તે પીશે નહિ. તે પોતાની માના પેટથી પવિત્ર આત્માએ ભરપૂર હશે.


માટે જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના પિતાની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક‌ છે?”


પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો ધણી આવતાં વાર લગાડે છે; અને દાસોને તથા દાસીઓને મારવા [માંડશે] , અને ખાવાપીવા તથા છાકટો થવા માંડશે;


પણ તમે પોતાના વિષે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ છટકાની જેમ તમારા પર ઓચિંતો આવી પડે.


કહે છે, “દરેક માણસ પહેલા સારો દ્રાક્ષારસ મૂકે છે. અને માણસોએ સારીપેઠે પીધા પછી હલકો. ૫ણ તમે અત્યાર સુધી સારો દ્રાક્ષારસ રાખ્યો છે.”


કેમ કે તે સારો માણસ હતો, અને પવિત્ર આત્માથી તથા વિશ્વાસથી ભરપૂર હતો, અને ઘણા લોકો પ્રભુ [ની મંડળી] માં ઉમેરાયા.


દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ. મોજશોખમાં તથા નશામાં નહિ, વિષયભોગમાં તથા લંપટપણામાં નહિ, ઝઘડામાં તથા અદેખાઈમાં નહિ.


કેમ કે ખાતી વખતે તમારામાંનો દરેક પોતપોતાનું ભોજન કરી લે છે; કોઈ ભૂખ્યો રહે છે, તો કોઈ છાકટો બને છે.


પણ હમણાં હું તમને લખી જણાવું છું કે, જેઓ આપણા ભાઈ કહેવાય છે તેમાંનો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદક, છાકટો કે જુલમી હોય, તો એવાની સોબત તમારે કરવી નહિ અને એવાની સાથે [બેસીને] ખાવું પણ નહિ.


ચોરો, લોભીઓ, છાકટા, નિંદકો તથા જુલમથી પૈસા પડાવનારા, તેઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.


અને તેઓ તે નગરના વડીલોને કહે કે, ‘આ અમારો દીકરો હઠીલો તથા અણકહ્યાગરો છે, ને તે અમારું કહેવું માનતો નથી. તે ઉડાઉ તથા છોકટો છે.


કેમ કે ઊંઘનારાઓ રાતે ઊંઘે છે, ને દારૂડિયા રાતે છાકટા થાય છે.


જે માણસ નિર્દોષ હોય, એક જ સ્‍ત્રીનો પતિ હોય, જેનાં છોકરાં વિશ્વાસી હોય, અને જેઓના ઉપર બદફેલીનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય એવાં હોય, ને જેઓ ઉદ્ધત ન હોય [એવા માણસને ઠરાવવો].


Lean sinn:

Sanasan


Sanasan