Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 5:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ભૂંડા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 તમને મળતી દરેક તકનો સદુપયોગ કરો, કારણ, આ દિવસો ખરાબ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ખરાબ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 મારું કહેવું છે કે સુશીલ જીવન જીવવા દરેક સમયનો સદુપયોગ કરો કારણ કે આ અનિષ્ટ સમય છે.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 5:16
18 Iomraidhean Croise  

અને તેણે કહ્યું, “જો, હજુ દિવસ ઘણો છે, ને ઢોર એકત્ર કરવાનો વખત થયો નથી; માટે તમે ઘેટાંને પાઓ, ને જઈને તેઓને ચારો.”


તેઓને દુર્દશામાં પણ કંઈ શરમાવાનું નથી; દુકાળને સમયે તેઓ તૃપ્ત રહેશે.


સાતને, હા, વળી આઠને પણ કંઈક હિસ્સો આપ; કેમ કે પૃથ્વી પર શી આપત્તિ આવશે, તે તું જાણતો નથી.


વળી તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર; માઠા દિવસો આવ્યા પહેલાં, વળી જે વર્ષો વિષે તું એમ કહેશે, “તેમાં મને કંઈ સુખ નથી” તે નજીક આવ્યા પહેલાં, [તેનું સ્મરણ કર] ;


જે કંઈ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર; કેમ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.


રાજાએ ઉત્તર આપ્યો, “હું નક્કી જાણું છું કે તમે વખત મેળવવા ચાહો છો, કેમ કે તમે જુઓ છો કે તે વાત મારા સ્મરણમાંથી જતી રહી છે.


એ માટે ડાહ્યો માણસ આવે વખતે ચૂપ રહેશે, કેમ કે આ ભૂંડો સમય છે.


તેમ જ જેને બે, તે પણ બીજા બે કમાયો.


ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હજી થોડીવાર તમારી પાસે પ્રકાશ છે. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી ચાલો, રખેને તમારા પર અંધકાર આવી પડે. અને અંધકારમાં જે ચાલે છે તે પોતે ક્યાં જાય છે તે તે જાણતો નથી.


સમય ઓળખીને એ [યાદ રાખો] કે હમણાં તમારે ઊંઘમાંથી ઊઠવાનો સમય આવી ચૂકયો છે. કારણ કે જે સમયે આપણે વિશ્વાસ કરવા માંડયો, તે કરતાં હાલ આપણું તારણ નજીક આવેલું છે.


મને લાગે છે કે હાલના સંકટના કારણથી દરેક માણસે પોતાની [હાલ] જે સ્થિતિ છે તેમાં રહેવું સારું છે.


તેમણે આપણાં પાપને માટે પોતાનું સ્વાપર્ણ કર્યું એ માટે કે આપણા ઈશ્વર તથા પિતાની ઇચ્છા પ્રમાણે, તે આપણને હાલના ભૂંડા જગતમાંથી છોડાવે.


માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુંટુંબના જે છે તેઓનું સારું કરીએ.


એ માટે તમે ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લો કે, તમે ભૂંડે દિવસે સામા થઈ શકો, અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો.


તથા શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી જોડાં પહેરીને, ઊભા રહો.


જેઓ બહાર છે તેઓની સાથે ડહાપણથી વર્તો. સમયનો સદુપયોગ કરો.


Lean sinn:

Sanasan


Sanasan