Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 5:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 વળી અંધારાનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ, પણ ઊલટું તેઓને વખોડો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 અંધકારનાં નિરર્થક કામોમાં ભાગ ન લો. એને બદલે, તેમને પ્રકાશમાં લાવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 અંધકારનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ; પણ તેઓને વખોડો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 અંધકારમા જીવતા લોકો જેવાં કામો ના કરો. કારણ કે આવા કામોથી કશું જ ઉચ્ચતમ ઉદભવતું નથી. અધારાના નિષ્ફળ કામોના સાથી ન બનો. પરંતુ તેઓને વખોડો.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 5:11
48 Iomraidhean Croise  

સારાને પણ તેણે કહ્યું, “જો, મારો દેશ તારા ભાઈને મેં હજાર રૂપિયા આપ્યા છે. જો, તારા ભાઈને મેં હજાર રૂપિયા આપ્યા છે. જો તે તારી સાથેના બધાની આગળ તારે માટે પડદારૂપ છે; અને બધા વિષે તું નિર્દોષ ઠરેલી છે.”


ન્યાયી માણસ મને ફટકા મારે તો તે હું કૃપા સમજીશ; તે મને ઠપકો દે, તો તે [મારા] માથા પર ચોળેલા તેલ જેવો થશે! મારું માથું તેનો નકાર નહિ કરે. તોપણ તેઓનાં દુષ્ટ કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ.


મારા દીકરા, જો પાપીઓ તને લલચાવે, તો તું તેમનું માનતો નહિ.


માટે તેઓ પોતાના માર્ગનું ફળ ચાખશે, અને પોતાની યુક્તિપ્રયુક્તિઓનો પેટભરીને અનુભવ કરશે.


જે શિખામણનો ત્યાગ કરે છે તેને દરિદ્રતા તથા બદનામી [મળશે] ; પણ જે ઠપકાને ગણકારશે તે માન પામશે.


તિરસ્કાર કરનાર ઠપકો ખમવા ચાહતો નથી; તે જ્ઞાનીની પાસે પણ જવા ઇચ્છતો નથી;


તિરસ્કાર કરનારને મારશો, તો ભોળો શાણો થશે; અને બુદ્ધિનને ઠપકો દેશો, તો તે જ્ઞાનમાં પ્રવીણ થશે.


ઠપકો દેનાર જ્ઞાની [ની વાત] આજ્ઞાંકિત કાનમાં સોનાના કુંડળ તથા ચોખ્ખા સોનાના ભૂષણ જેવી છે.


નિયમ તોડનારાઓ દુષ્ટોનાં વખાણ કરે છે; પણ નિયમ પાળનારાઓ તેઓની સામે ટક્કર ઝીલે છે


જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માત નાશ પામશે, અને તેનો કંઈ ઉપાય રહેશે નહિ.


તેઓ તો મુકરદમામાં માણસને ગુનેગાર ઠરાવનાર, ને દરવાજે ઠપકો આપનારને માટે પાશ પાથરનાર, ને ખોટા બહાનાથી નિર્દોષને દોષિત ઠરાવનાર છે.


મોજમઝા કરનારાની મંડળીમાં હું બેઠો નહિ, હરખાયો પણ નહિ! [મારા પરના] તમારા હાથને લીધે હું એકલો બેઠો, કેમ કે તમે મને ક્રોધથી ભરપૂર કર્યો છે.


તું તારા હ્રદયમાં તારા ભાઈનો દ્વેષ ન કર, તારા પડોશીને જરૂર ઠપકો દે, ને તેની શરમથી પાપને ન સાંખ.


વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે, તો જા, ને તેને એકાંતે લઈ જઈને તેનો દોષ તેને કહે. જો તે તારું સાંભળે, તો તેં તારા ભાઈને મેળવી લીધો છે.


પણ હેરોદને તેના ભાઈની પત્ની હેરોદિયાને લીધે, તથા જે ભૂંડાં કામ તેણે કર્યાં હતાં તે બધાંને લીધે યોહાને ઠપકો આપ્યો હતો.


કે, તું તેઓની આંખો ઉઘાડે, અને તેઓને અંધારામાંથી અજવાળામાં, અને શેતાનની સત્તા નીચેથી ઈશ્વરની તરફ ફેરવે, જેથી તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે, તેઓમાં વારસો પામે.


રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે. માટે આપણે અંધકારનાં કામો તજી દઈને પ્રકાશનાં હથિયારો સજીએ.


હવે, ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, જે બોધ તમને મળે છે તેથી વિરુદ્ધ જેઓ તમારામાં ભાગલા પાડે છે ને ઠોકરરૂપ થાય છે, તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓનાથી દૂર રહો.


તો જે કામોથી તમે હમણાં શરમાઓ છો, તેથી તમને તે વખતે શું ફળ હતું? કેમ કે તે [કામો] નું પરિણામ મરણ છે.


કેમ કે જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે. પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે.


કપટવાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો,


કેમ કે તેઓ ગુપ્તમાં એવાં કામ કરે છે કે, જે કહેતાં પણ શરમ લાગે છે.


એ માટે તમે તેઓના સાથી ભાગીદાર ન થાઓ.


અને [ઈશ્વર] પિતા જેમણે આપણને પ્રકાશમાંના સંતોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય કર્યા છે, તેમની આભારસ્તુતિ કરો.


કેમ કે ઊંઘનારાઓ રાતે ઊંઘે છે, ને દારૂડિયા રાતે છાકટા થાય છે.


કોઈ અમારી આ પત્રમાંની વાત ન માને, તો તેને ધ્યાનમાં રાખીને તેની સાથે વ્યવહાર ન રાખો, જેથી તે શરમાઈ જાય.


હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે, જે ભાઈ આડો ચાલે છે, અને અમે આપેલા શિક્ષણ પ્રમાણે ચાલતો નથી, તેનાથી તમે અલગ રહો.


પાપ કરનારાઓને સર્વની સમક્ષ ઠપકો આપ, જેથી બીજાઓને પણ ડર રહે.


કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ ન કર, બીજાઓનાં પાપમાં ભાગિયો ન થા. તું જાતે શુદ્ધ રહેજે.


તેમ જ ભ્રષ્ટ બુદ્ધિના, સત્ય જ્ઞાનરહિત અને ભક્તિભાવ કમાઈનું સાધન છે એમ માનનારાઓમાં [નિત્ય] કજિયા થાય છે.


ભક્તિભાવનું ડોળ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહિ કરનારા થશે આવા માણસોથી તું દૂર રહે.


તું સુવાર્તા પ્રગટ કર. અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ ધમકાવ તથા ઉત્તેજન આપ.


આ વાતો તું કહે, બોધ કર, અને પૂરા અધિકારથી ઠપકો આપ. કોઈ તારો અનાદર ન કરે.


પછી આકાશમાંથી મેં બીજી એક વાણી બોલતી સાંભળી, “ઓ મારા લોકો, તમે તેનાં પાપના ભાગીદાર ન થાઓ, અને તેના પર આવનારા અનર્થોમાંનો કોઈ પણ તમારા પર ન આવે, માટે તેમાંથી નીકળી જાઓ.


Lean sinn:

Sanasan


Sanasan