Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 5:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પ્રભુને પસંદ પડતું શું છે, તે પારખી લો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પ્રભુ પ્રસન્‍ન થાય એવી બાબતો પારખી લેવાને યત્ન કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પ્રભુને શું પસંદ પડે છે, તે પારખી લો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પ્રભુને જે પસંદ છે તેવું ન્યાયીપણું શીખો.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 5:10
16 Iomraidhean Croise  

હે યહોવા, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હ્રદયના વિચારો તમારી આગળ માન્ય થાઓ.


ન્યાય તથા નેકીનાં કૃત્યો કરવાં તે યજ્ઞ કરતાં પણ યહોવાને વધારે પસંદ છે.


હું જે ઉપવાસ પસંદ કરું છું [તે આવો હોય] ? જે દિવસે માણસ આત્મકષ્ટ કરે તે દિવસ આના જેવો હોય? પોતાનું ડોકું સરકટની જેમ નમાવવું, ને પોતાની હેઠળ ટાટ તથા રાખનું પાથરણું કરવું-શું આને તમે ઉપવાસ ને યહોવાનો માન્ય દિવસ કહેશો?


શેબાથી લોબાન તથા દૂર દેશથી ઉત્તમ અગરુ મારી પાસે શા માટે લાવો છો? તમારાં દહનીયાર્પણો માન્ય નથી, ને તમારાં બલિદાનો મને ગમતાં નથી.”


કેમ કે એ [બાબત] માં જે ખ્રિસ્તની સેવા કરે છે, તે ઈશ્વરને પસંદ તથા માણસોને માન્ય થાય છે.


જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો, અને એમ તમે ખ્રિસ્તના દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ.


મારી પાસે સર્વ વાનાં છે, ને તે વળી પુષ્કળ છે. એપાફ્રોદિતસની સાથે મોકલેલાં તમારાં દાનથી હું ભરપૂર છું, તે તો સુગંધીદાર ધૂપ, માન્ય અર્પણ છે, અને તે ઈશ્વરને પ્રિય છે.


તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્‍ન કરવાને માટે યોગ્ય રીતે વર્તો, અને સર્વ સારા કામમાં તેનું ફળ ઉપજાવો, અને ઈશ્વર વિષેના જ્ઞાનમાં વધતા જાઓ.


બધાંની પારખ કરો; જે સારું છે તે ગ્રહણ કરો;


કેમ કે ઈશ્વર આપણા તારનારની નજરમાં એ સારું તથા પ્રિય છે.


પણ જો કોઈ વિધવાને છોકરાં કે છોકરાંના છોકરાં હોય, તો તેઓ પહેલાં પોતાના ઘરમાં ધર્મનિષ્ઠ થતાં તથા પોતાનાં માતપિતાના આભારનો બદલો વાળતાં શીખે; કેમ કે એ ઈશ્વરને પ્રિય છે.


માટે કંપાવવામાં નહિ આવે એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે [ઈશ્વરનો] આભાર માનીએ, જેથી ઈશ્વર પ્રસન્‍ન થાય એવી રીતે આપણે તેમની સેવા આદરભાવથી તથા ભયથી કરીએ;


કેમ કે જ્યારે પાપ કરવાને લીધે તમે માર ખાઓ છો ત્યારે જો સહન કરો છો, તેઓ તેમાં પ્રશંસાપાત્ર શું છે? પણ સારું કરવાને લીધે જ્યારે તમે દુ:ખ ભોગવો છો, ત્યારે જો તે સહન કરો છો, તો એ ઈશ્વરની નજરમાં પ્રશંસાપાત્ર છે.


તેમની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો, અને જે આત્મિક યજ્ઞ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરને પ્રસન્‍ન છે એ યજ્ઞ કરવાને માટે તમે પવિત્ર યાજકવર્ગ થયા છો.


અને દાઉદે પોતાની તરવાર પોતાના કવચ પર બાંધી, ને તેણે ચાલી જોયું, કેમ કે તેણે આ બધાંનો અનુભવ કરી જોયો ન હતો. દાઉદે શાઉલને કહ્યું, “આ પહેરીને હું જઈ શકતો નથી, કેમ કે મેં એમનો અનુભવ કર્યો નથી.” અને દાઉદે પોતાના અંગ પરથી તે ઉતારી મૂક્યાં.


Lean sinn:

Sanasan


Sanasan