Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 4:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તે ચઢયા, એટલે શું? પ્રથમ તે પૃથ્વીના નીચેના ભાગોમાં ઊતર્યાં, એમ નહિ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 હવે “તે ઊંચાણમાં ગયા” તેનો અર્થ શો? એનો અર્થ એ કે પ્રથમ તે નીચે, એટલે, પૃથ્વીના સૌથી ઊંડાણના ભાગોમાં ઊતર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેઓ પ્રથમ પૃથ્વીના ઊંડાણોમાં ઊતર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “તે ઊંચે ચઢયો,” તેના અર્થ શું? એનો અર્થ એ કે પહેલા તે પૃથ્વી પર નીચે આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 4:9
22 Iomraidhean Croise  

અને જે નગર તથા બુરજ માણસોના દિકરાઓ બાંધતા હતા, તે જોવાને યહોવા ઊતર્યાં.


જ્યારે મને અદશ્ય રીતે રચવામાં આવ્યો, અને પૃથ્વી પર છેક નીચલા ભાગમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું ખોળિયું તમને અજાણ્યું ન હતું.


પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે, તેઓ ધરતીની ઊંડી ખાઈઓમાં પડશે.


કેમ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો જ ઊતરતો સૃજ્યો છે, અને તમે તેના પર ગૌરવ તથા માનનો મુગટ મૂકો છો.


અને યહોવા સિનાઈ પર્વત ઉપર એટલે પર્વતના શિખર ઉપર ઊતર્યા, અને યહોવાએ મૂસાને પર્વતના શિખર ઉપર બોલાવ્યો, અને મૂસા ઉપર ચઢયો.


આકાશમાં કોણ ચઢ્યો અને પાછો ઊતર્યો? કોણે પવનને પોતાની મુઠ્ઠીમાં સમેટી લીધો છે? કોણે પોતાના વસ્‍ત્રમાં પાણી બાંધી લીધાં છે? પૃથ્વીની સર્વ સીમાઓ કોણે સ્થાપી છે? જો તું જાણતો હોય તો [કહે] , તેનું નામ શું છે, અને તેના દીકરાનું નામ શું છે?


હે આકાશો, તમે હર્ષનાદ કરો, કેમ કે યહોવાએ તે કર્યું છે! હે પૃથ્વીનાં ઊંડાણો, તમે જયઘોષ કરો! હે પર્વતો, વન તથા તેમાંનાં સર્વ ઝાડ, તમે ગાયન કરવા માંડો, કેમ કે યહોવાએ યાકૂબનો ઉદ્ધાર કર્યો છે, ને ઇઝરાયલમાં તે પોતાનો મહિમા પ્રગટ કરશે.


એ માટે કે પાણી પાસેનાં [અને] પાણી પીનારાં સર્વ વૃક્ષોમાંના કોઈ પણ કદમાં ઊંચા ન થઈ જાય, ને પોતાની ટોચ વાદળ સુધી ન પહોંચાડે, ને તેમના પરાક્રમીઓ પોતાની ગરદન ઊંચી ન કરે; કેમ કે તેઓ [બીજાં] મનુષ્યો સાથે કબરમાં ઊતરી જનારાઓના ભેગા મોતને [તથા] અધોલોકને સ્વાધીન કરવામાં આવ્યા છે.


કેમ કે જેમ યૂના ત્રણ રાતદિવસ મોટા માછલાના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ ત્રણ રાતદિવસ પૃથ્વીના પેટમાં રહેશે.


ઈસુ તેને કહે છે, “હજી સુધી હું પિતા પાસે ચઢી ગયો નથી, માટે મને સ્પર્શ ન કર. પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે, જે મારા પિતા તથા તમારા પિતા અને મારા ઈશ્વર તથા તમારા ઈશ્વર, તેમની પાસે હું ચઢી જાઉં છું.”


આકાશમાંથી ઊતરેલો માણસનો દીકરો જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઈ નથી ચઢયું.


કેમ કે આકાશમાંથી જે ઊતરીને જગતને જીવન આપે છે, તે ઈશ્વરની રોટલી છે.”


કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવાને આકાશથી ઊતર્યો છું.


એ માટે યહૂદીઓએ તેમને વિષે કચકચ કરી, કેમ કે તેમણે કહ્યું હતું, “આકાશમાંથી ઊતરેલી રોટલી હું છું.”


જે જીવતી રોટલી આકાશમાંથી ઊતરી છે તે હું છું. જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે. વળી જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે જગતના જીવનને માટે [હું આપીશ.]


જે રોટલી આકાશમાંથી ઊતરી તે એ જ છે. જેમ [તમારા] પૂર્વજો ખાઈને મરી ગયા તેવી એ નથી. આ રોટલી જે ખાય છે તે સદા જીવતો રહેશે.”


ત્યારે માણસનો દીકરો જ્યાં પહેલાં હતો ત્યાં જો તેને પાછો ચઢતાં તમે જુઓ તો કેમ?


ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “જો હું પોતાના વિષે સાક્ષી આપું છું, તોપણ મારી સાક્ષી ખરી છે; કેમ કે હું ક્યાંથી આવ્યો છું, અને ક્યાં જાઉં છું, એ હું જાણું છું; પણ તમે નથી જાણતા કે હું ક્યાંથી આવું છું, અથવા ક્યાં જાઉં છું.


તમે તેને દૂતો કરતાં થોડી વાર સુધી ઊતરતો કર્યો છે. તમે તેના પર ગૌરવ તથા માનનો મુગટ મૂક્યો છે. અને તમારા હાથનાં કામ પર તેને અધિકાર આપ્યો છે.


પણ ઈસુ, જેમને ઈશ્વરની કૃપાથી સર્વ માણસોને માટે મરણ પામવાને અર્થે દૂતો કરતાં થોડી વાર સુધી ઊતરતા કરવામાં આવ્યા, અને પછી મરણ સહેવાને લીધે જેમના પર ગૌરવ તથા માનનો મુગટ મૂકવામાં આવ્યો, તેમને જોઈએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan