Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 4:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 સર્વ [પ્રકાર] ની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમ જ સર્વ પ્રકારની ખુન્‍નસ તમારામાંથી દૂર કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 તમારામાંથી સર્વ પ્રકારની કડવાશ, ઉશ્કેરાટ અને ગુસ્સો કાઢી નાખો. ઝઘડો કે નિંદા કરો નહિ. સર્વ પ્રકારની ભૂંડાઈ કાઢી નાખો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 સર્વ પ્રકારની કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ, અપમાન તેમ જ સર્વ પ્રકારના દુરાચાર કરવાનું બંધ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 કડવા વચન બોલો નહિ, જે બીજા લોકોને નુકસાન કરે. કઈ પણ દુષ્કર્મ કરશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 4:31
62 Iomraidhean Croise  

અને યાકૂબને તેના પિતાએ આશીર્વાદ આપ્યો હતો તે આશીર્વાદને કારણે એસાવે યાકૂબનો દ્વેષ કર્યો. અને એસાવે મનમાં કહ્યું, “મારા પિતાને માટે શોકના દિવસ પાસે છે; ત્યારે હું મારા ભાઈ યાકૂબને મારી નાંખીશ.”


અને રૂબેને તે સાંભળ્યું, ને તેણે તેઓના હાથમાંથી તેને છોડાવ્યો; અને તેણે કહ્યું, “આપણે તેનો જીવ ન લેવો.”


અને તેના ભાઈઓએ જોયું કે તેઓના પિતા તેના સર્વ ભાઈઓ કરતાં તેના પર વિશેષ‍ પ્રેમ કરે છે; અને તેઓ તેનો દ્વેષ કરતા, ને તેની સાથે મીઠાશથી વાત કરી શકતા નહોતા.


અને કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું, “આપણે ખેતરમાં જઈએ. અને તેઓ ખેતરમાં હતા ત્યારે એમ થયું કે કાઈને પોતાના ભાઈ હાબેલ સામે ઊઠીને તેને મારી નાખ્યો.


આબ્શાલોમે આમ્‍નોનને સારું કે નરસું કંઈ કહ્યું નહિ, કેમ કે આબ્શાલોમને આમ્‍નોન પર ક્રોધ ચઢ્યો હતો, કારણ કે તેણે તેની બહેન તામાર પર બળાત્કાર કર્યો હતો.


પણ મારા મુરબ્બી રાજા આગળ તેણે આ તમારા ચાકરનું વગોણું કર્યું છે. પણ મારા મુરબ્બી રાજા ઈશ્વરના દૂત જેવા છે; તો તમારી દષ્ટિમાં જે સારું લાગે તે કરો.


અને ઇઝરાયલના માણસોએ યહૂદિયાના માણસોને ઉત્તર આપ્યો, “રાજામાં અમારા દશ ભાગ છે, વળી દાઉદમાં તમારા કરતાં અમારો [હક] વધારે છે. તો તમે શા માટે અમને તુચ્છ ગણીને અમારા રાજાને પાછા લાવવામાં અમારી સલાહ પહેલી પૂછી નહિ?” અને યહૂદિયાના માણસોના બોલ ઇઝરાયલના માણસોના બોલ કરતાં વધારે જુસ્સાદાર હતા.


જે કોઈ પોતાના પાડોશીની છાની ચાડી કરે છે તેને હું કાપી નાખીશ; જેની દષ્ટિ અભિમાની અને જેનું હ્રદય ગર્વિષ્ઠ છે તેનું હું સહન કરીશ નહિ.


ભૂંડું બોલનાર માણસ પૃથ્વીમાં કાયમ રહેશે નહિ; જુલમગાર માણસને ઉથલાવી પાડવાને દુષ્ટતા તેની પાછળ મંડી રહેશે.


જે પોતાની જીભે ચાડી કરતો નથી, તથા પોતાના મિત્રનું ભૂંડું કરતો નથી, અને પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી.


રોષને છોડ ને કોપનો ત્યાગ કર; તું ખીજવાઈશ નહિ, તેથી દુષ્કર્મ જ [નીપજે છે].


તું બેસીને તારા ભાઈની વિરુદ્ધ બોલે છે; તું તારી પોતાની માના દીકરાની બદનક્ષી કરે છે.


તેઓએ તરવારની જેમ તેમની જીભ તીક્ષ્ણ કરી છે, અને તેઓએ બાણ, એટલે વાગ્બાણ, તાક્યાં છે, કે


દ્વેષથી ઝઘડા ઊભા થાય છે; પણ પ્રેમ સર્વ અપરાધોને ઢાંકી દે છે.


જે દ્વેષ છુપાવે છે તે જૂઠા હોઠવાળો છે; અને ચાડી કરનાર મૂર્ખ છે.


જેને જલદી ક્રોધ ચઢે છે, તે મૂર્ખાઈ કરશે; અને દુષ્ટ યોજના કરનાર ધિક્કાર પામે છે.


કાન ભંભેરનારના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા છે, અને તે પેટના અભ્યંતરમાં ઊતરી જાય છે.


રાજાનો કોપ સિંહની ગર્જના જેવો છે; પણ તેની રહેમનજર ઘાસ પરના ઝાકળ જેવી છે.


ઉત્તરનો પવન વરસાદ લાવે છે; તેમજ ચાડીખોર જીભ ક્રોધી ચહેરો [ઉપજાવે છે].


બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઈ જાય છે; અને કાન ભંભેરનાર ન હોય ત્યાં કજિયા સમી જાય છે.


ક્રોધી માણસ કજિયો સળગાવે છે, અને ગુસ્સાવાળો માણસ પુષ્કળ ગુના કરે છે.


જો ડાહ્યો માણસ મૂર્ખ માણસ સાથે વાદવિવાદમાં ઊતરે, ગમે તો તે ગુસ્‍સે થાય કે ગમે તો હસે, પણ તેને કંઈ નિરાંત વળવાની નથી.


અસત્ય ઉચ્ચારનાર જૂઠો સાક્ષી, અને ભાઈઓમાં કુસંપનું બીજ વાવનાર.


ગુસ્‍સો કરવામાં ઉતાવળા મિજાજનો ન થા, કેમ કે ગુસ્સો મૂર્ખોના હ્રદયમાં રહે છે.


તેઓ સર્વ પક્કા બળવાખોર છે, તેઓ ચાડી કરતા ફરે છે; તેઓ પિત્તળ તથા લોઢારૂપ છે; તેઓ સઘળા દુરાચારી છે.


“તમે દરેક તમારા પડોશીથી સાવધાન રહો, કોઈ પોતાના ભાઈ પર ભરોસો ન રાખો કેમ કે દરેક ભાઈ કાવતરું કર્યા કરશે, ને દરેક પડોશી નિંદા કર્યા કરશે.


ત્યારે આખું શહેર ખળભળી ઊઠ્યું, અને લોકો દોડીને એકઠા થઈ ગયા; અને તેઓએ પાઉલને પકડીને મંદિરમાંથી બહાર કાઢ્યો, અને તરત બારણાં બંધ કરવામાં આવ્યાં.


તેઓનું મોં શાપથી તથા કડવાશથી ભરેલું છે.


ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ, પણ દુષ્ટતામાં બાળકો થાઓ, અને સમજણમાં પ્રૌઢ થાઓ.


એ કારણથી આપણે એ પર્વ જૂના ખમીરથી નહિ, એટલે પાપ તથા દુષ્ટતાના ખમીરથી નહિ, પણ નિખાલસપણાની તથા સત્યની બેખમીર રોટલીથી પાળીએ.


કેમ કે મને ભય લાગે છે રખેને હું આવું ત્યારે, જેવા તમને જોવાની હું ઇચ્છા રાખું છું, તેવા તમને ન જોઉં, અને તમે જેવો મને જોવાની ઇચ્છા રાખો છો તેવો તમે મને ન જુઓ, રખેને ટંટા, અદેખાઈ, અંટસ, તડ, ચાડીચુગલી, કાનફૂસિયાં, ગર્વ તથા ધાંધલ થાય.


મૂર્તિપૂજા, જાદુ, વૈરભાવ, કજિયા, કંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી,


કપટવાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો,


એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલો, કેમ કે આપણે એકબીજાના અવયવો છીએ.


ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો. તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો.


પતિઓ, તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો, અને તેઓ પ્રત્યે કઠોર ન થાઓ.


પણ હવે રીસ, ક્રોધ, અદાવત, નિંદા, તમારા મુખમાંથી [નીકળતાં] બીભત્સ વચન એ સર્વ તજી દો.


એ પ્રમાણે સેવિકાઓ ગંભીર, નિંદાખોર નહિ, પરહેજગાર અને સર્વ વાતે વિશ્વાસુ હોવી જોઈએ.


મદ્યપાન કરનાર નહિ, મારનાર નહિ, પણ સહનશીલ; કજિયા કરનાર નહિ, દ્રવ્યલોભી નહિ,


વળી તે ઉપરાંત ઘેરઘેર ભટકીને તેઓ આળસુ થતાં શીખે છે. અને માત્ર આળસુ જ નહિ, પણ જે બોલવું ઘટારત નથી તે બોલે છે, અને કૂથલી કરે છે, અને બીજાઓના કામમાં માથાં મારે છે.


મૂર્ખતાથી ભરેલા તથા અજ્ઞાન વાદવિવાદોથી વિખવાદ ઉત્પન્‍ન થાય છે એમ સમજીને તેઓથી દૂર રહે.


પ્રેમરહિત, ક્રૂર, દોષ મૂકનાર, સંયમ ન કરનારા, નિર્દય, શુભદ્વેષી,


કેમ કે અધ્યક્ષ ઈશ્વરનો કારભારી છે, માટે તેણે નિર્દોષ હોવું જોઈએ. સ્વચ્છંદી કે તામસી કે દારૂડિયો કે મારનારા કે નીચ લાભનો લોભી એવો નહિ [હોવો જોઈએ].


વળી વૃદ્ધ સ્‍ત્રીઓને કહેવું કે, તમારે ધર્માનુસાર આચરણ કરનારી, કૂથલી કરનારી નહિ, ઘણો દ્રાક્ષારસ પીનારી નહિ, [પણ] સારી શિખામણ આપનારી થવું જોઈએ.


મારા વહાલા ભાઈઓ, તમે એ જાણો છો. દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો, તથા ક્રોધમાં ધીરો થાય.


પણ જો તમારા મનમાં કડવાશ, અદેખાઈ તથા સ્વાર્થ છે, તો તમે સત્યની વિરુદ્ધ [થઈને] ગર્વ ન કરો અને જુઠું ન બોલો.


ઓ ભાઈઓ, તમે એકબીજાનું ભુંડું ન બોલો, જે પોતાના ભાઈનું ભૂંડું બોલે છે, અથવા પોતાના ભાઈને દોષિત ઠરાવે છે, તે નિયમને દોષિ ઠરાવે છે, ને નિયમનો ન્યાય કરે છે. અને જો તું નિયમનો ન્યાય કરે છે તો તું નિયમનો પાળનાર નથી, પણ તેનો ન્યાય કરનાર છે.


એ માટે સર્વ દુષ્ટતા, કપટ, દંભ, અદેખાઈ તથા બધા પ્રકારની નિંદા દૂર કરીને,


જેવો કાઈન દુષ્ટનો હતો, અને તેણે પોતાના ભાઈને મારી નાખ્યો, તેવા આપણે ન થવું. તેણે શા માટે તેને મારી નાખ્યો? એટલા માટે કે તેનાં પોતાનાં કામ ભૂંડાં હતાં, અને તેના ભાઈનાં [કામ] ન્યાયી હતાં.


જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે મનુષ્યઘાતક છે. અને તમે જાણો છો કે કોઈ મનુષ્યઘાતકમાં અનંતજીવન રહેતું નથી.


ત્યારે આકાશમાં મેં મોટી વાણી બોલતાં સાંભળી કે, હવે તારણ, પરાક્રમ, અમારા ઈશ્વરનું રાજ્ય તથા તેમના ખ્રિસ્તનો અધિકાર આવ્યાં છે, કેમ કે અમારાં ભાઈઓ પર દોષ મૂકનાર, જે અમારા ઈશ્વરની આગળ રાતદિવસ તેઓના પર દોષ મૂકે છે. તેને નીચે ફેંકવામાં આવ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan