Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 4:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 ચોરી કરનારે હવેથી ચોરી ન કરવી પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સુકૃત્યો કરવાં, જેથી જેને જરૂર છે તેને આપવાને પોતાની પાસે કંઈ હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 જે માણસ ચોરી કરે છે તેણે તેમ કરવાનું બંધ કરવું અને ધંધોરોજગાર કરવો જોઈએ, જેથી પોતાને માટે પ્રામાણિક રીતે કમાય અને ગરીબોને મદદરૂપ થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 ચોરી કરનારે હવેથી ચોરી કરવી નહિ; પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સારાં કામ કરવાં, એ સારુ કે જેને જરૂરિયાત છે તેને આપવા માટે પોતાની પાસે કંઈ હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 ચોરી કરનારે ચોરી ન કરવી જોઈએ. અને પરિશ્રમ કરવો જોઈએ. અને પોતાના હાથનો ઉપયોગ સત્કર્મ માટે કરવો જોઈએ. તે પછી તે ગરીબ લોકોને કશુંક આપવા શક્તિમાન થઈ શકશો.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 4:28
33 Iomraidhean Croise  

[અથવા] ‘જે હું સમજતો નથી તે તમે મને શીખવો. જો મેં અન્યાય કર્યો હોય, તો હું હવે પછી એવું કરીશ નહિ.’


તું ચોરી ન કર.


તું તારા પડોશીના ઘર પર લોભ ન રાખ, તારા પડોશીની પત્ની, કે તેનો દાસ, કે તેની દાસી, કે તેનો બળદ, કે તેનું ગધેડું, કે તારા પડોશીનું જે કંઇ હોય તે પર તું લોભ ન રાખ.”


અને જે કોઈ ચોરીથી મનુષ્યહરણ કરીને તેને વેચે, અથવા જો એ તેના કબજામાં મળી આવે, તો તે નક્કી માર્યો જાય.


ખોટે રસ્તે મેળવેલું દ્રવ્ય ઘટી જશે; પણ મહેનતથી સંગ્રહ કરનારની પાસે તેનો વધારો થશે.


સર્વ પ્રકારના ઉદ્યોગમાં લાભ છે; પણ હોઠોની વાત માત્ર દરિદ્રતા લાવનારી છે.


એવા માણસો હોય છે કે જેઓ આખો દિવસ લોભમાં ને લોભમાં મંડ્યા રહે છે; પણ નેક માણસ આપે છે, અને [હાથ] પાછો ખેંચી રાખતો નથી.


જે માણસ પોતાનાં ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહિ; પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.


રખેને હું છલકાઈ જાઉં, અને તમારો નકાર કરીને કહું કે, ‘યહોવા કોણ છે?’ અથવા રખેને હું દરિદ્રી થઈને ચોરી કરું, અને મારા ઈશ્વરના નામની નિંદા કરાવું.”


તે ગરીબોને ઉદારતાએ આપે છે; હા, તે પોતાના હાથ લંબાવીને દરિદ્રીઓને [મદદ કરે છે].


શું ચોરી તથા હત્યા તથા વ્યભિચાર કરીને, તથા ખોટા સમ ખાઈને, અને બાલની આગળ ધૂપ બાળીને, તથા જે અન્ય દેવોને તમે જાણ્યા નહિ તેઓની પાછળ ચાલીને,


સોગન ખાવા, વિશ્વાસઘાત કરવો, ખૂન કરવું, ચોરી કરવી, ને વ્યભિચાર કરવો, તે સિવાય બીજું કંઈ જ નથી. તેઓ ખાતર પાડે છે, ને રક્તપાત પાછળ રક્તપાત થાય છે.


ત્યારે તેણે મને કહ્યું, “એ તો આખા દેશ પર ફરી વળનારો શાપ છે. કેમ કે ચોરી કરનાર દરેક માણસને તે મુજબ અહીંથી ઝાટકી કાઢવામાં આવશે. અને [જૂઠા] સોગંદ ખાનાર દરેક માણસને તે પ્રમાણે અહીંથી ઝાટકી કાઢવામાં આવશે.”


જાખ્ખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું, “પ્રભુ, હું મારી સંપત્તિનો અર્ધો ભાગ દરિદ્રીઓને આપું છું; જો અન્યાયથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય, તો હું તેને ચોગણું પાછું આપીશ.”


તો પસ્તાવો [કરનારને] શોભે એવાં ફળ ઉપજાવો, અને પોતાના મનમાં એમ ન કહેવા માંડશો કે ઇબ્રાહિમ અમારા પિતા છે; કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વર આ પથ્થરોમાંથી ઇબ્રાહિમને માટે વંશ ઉત્પન્‍ન કરી શકે છે.


હવે ગરીબોને માટે તેને લાગણી હતી એ કારણથી તેણે આમ કહ્યું ન હોતું. પણ તે ચોર હતો, અને થેલી રાખતો હતો, અને તેમાં જે નાખવામાં આવતું તે તે ચોરી લેતો હતો તે માટે કહ્યું.


કેમ કે કેટલાકે ધાર્યું કે, યહૂદાની પાસે થેલી છે તેથી ઈસુએ તેને પર્વને માટે આપણને જેની જેની અગત્ય છે તે ખરીદવાને અથવા ગરીબોને કંઈ આપવાને કહ્યું.


સંતોની જરૂરિયાતો પૂરી પાડો. પરોણાગત કરવામાં તત્પર રહો.


વળી અમે અમારે પોતાને હાથે મહેનત કરીએ છીએ. નિંદાયેલા છતાં અમે આશીર્વાદ દઈએ છીએ. સતાવણી પામ્યા છતાં સહન કરીએ છીએ.


કેમ કે જો ઇચ્છા હોય, તો તે કોઈની પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે માન્ય છે.


વિપત્તિથી તેઓની ભારે કસોટી થયા છતાં તેઓના પુષ્કળ આનંદને લીધે તથા તેઓની ભારે દરિદ્રતા છતાં તેઓની ઉદારતારૂપી સમૃદ્ધિ પુષ્કળ વધી ગઈ.


માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુંટુંબના જે છે તેઓનું સારું કરીએ.


તેઓ ભલું કરે, ઉત્તમ કામોરૂપી સમૃદ્ધિ મેળવે, અને ઉદાર તથા પરોપકારી થાય.


વળી આપણા લોકો નિરુપયોગી ન થાય, માટે તેઓ જરૂરના ખર્ચને માટે સારા ધંધારોજગાર કરવાનું શીખે.


એ વાત વિશ્વાસયોગ્ય છે; અને જેઓએ ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો તેઓ સારાં કામ કરવાની કાળજી રાખે, માટે આ વાતો તું તેઓનાં મનમાં ઠસાવ્યા કરે, એવી મારી ઇચ્છા છે. આ બાબતો સારી તથા માણસોને હિતકારક છે.


Lean sinn:

Sanasan


Sanasan