Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 3:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને સર્વને સરજનહાર ઈશ્વરમાં યુગોના યુગોથી ગુપ્ત રહેલા મર્મનો વહીવટ શો છે તે હું બધાંને જણાવું, એ માટે હું સંતોમાં નાનામાં નાનો છતાં આ કૃપાદાન મને આપવામાં આવેલું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 અને ઈશ્વર જેમણે સર્વનું સર્જન કર્યું છે, તેમનાંમાં આરંભથી ગુપ્ત રહેલા મર્મનો વહીવટ શો છે તે હું સર્વને જણાવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 જ્યારથી સમયનો આરંભ થયો, ત્યારથી જે ગૂઢ સત્ય દેવમાં ગુપ્ત હતું, તે દેવના ગુઢ સત્યને લોકો આગળ પ્રગટ કરવાનું કાર્ય પણ દેવે મને સોપ્યું છે. દેવ જ સર્વ વસ્તુઓનો સરજનહાર છે.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 3:9
38 Iomraidhean Croise  

યહોવાના શબ્દ વડે આકાશો તથા તેમના મુખના શ્વાસ વડે તેઓનાં સર્વ સૈન્યો ઉત્પન્ન થયાં.


તારો ઉદ્ધાર કરનાર યહોવા, ને ગર્ભસ્થાનથી તારો બનાવનાર, એવું કહે છે, “હું યહોવા સર્વનો કર્તા છું. જે એકલો આકાશોને પ્રસારે છે, ને પોતાની મેળે પૃથ્વીને વિસ્તારે છે;


હું તમને અંધારામાં જે કહું છું તે તમે અજવાળામાં કહો, ને તમે કાને જે સાંભળો છો તે ધાબાંઓ પરથી પ્રગટ કરો.


જેથી કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય, “હું મારું મોં ઉઘાડીને દ્દષ્ટાંતો કહીશ, ને જગતનો પાયો નાખ્યાના વખતથી જે છાનાં રખાયાં છે તે હું પ્રગટ કરીશ.”


ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે, ‘મારા પિતાના આશીર્વાદિતો આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે માટે તૈયાર કરેલું છે તેનો વારસો લો;


એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.


અને યરુશાલેમથી માંડીને બધી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપનિવારણ પ્રગટ કરાવાં જોઈએ.


હું તથા પિતા એક છીએ.”


પણ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મારા પિતા અત્યાર સુધી કામ કરે છે, અને હું પણ કામ કરું છું.”


ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું તમને ખચીત ખચીત કહું છું કે, દીકરો પિતાને જે કંઈ કરતા જુએ છે તે સિવાય પોતે કંઈ કરી નથી શકતો; કેમ કે તે જે જે કરે છે તે તે દીકરો પણ કરે છે.


પ્રભુ જે દુનિયાના આરંભથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે.’


કેમ કે હે ભાઈઓ, (તમે પોતાને બુદ્ધિમાન ન સમજો, માટે) વિદેશીઓની સંપૂર્ણતા અંદર આવે ત્યાં સુધી ઇઝરાયલમાં કેટલેક ભાગે કઠિનતા થઈ છે, એ રહસ્ય વિષે તમે અજાણ્યા રહો, એવી મારી ઇચ્છા નથી.


પણ ઈશ્વરનું [જ્ઞાન] , એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન અનાદિકાળથી ઈશ્વરે આપણા મહિમાને માટે નિર્માણ કર્યું હતું. તેની વાત અમે મર્મમાં બોલીએ છીએ.


એ પ્રમાણે તેમણે જગતના મંડાણની અગાઉ આપણને એમનામાં પસંદ કર્યા છે, એ માટે કે આપણે તેમની આગળ પ્રેમમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ.


ઈશ્વરની જે કૃપાનું [દાન] તમારે માટે મને આપવામાં આવ્યું છે, તેના વહીવટ વિષે


મારે માટે પણ [માગો] કે, જે સુવાર્તાને લીધે હું સાંકળોથી [બંધાયેલો] એલચી છું, તેનો મર્મ જણાવવાને મને મોં ઉઘાડીને બોલવાની હિંમત આપવામાં આવે.


એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દઢ રહો, અને જે સુવાર્તા તમે સાંભળી છે, તેની આશામાંથી જો તમે ચલિત ન થાઓ, તો; એ સુવાર્તા આકાશ નીચેનાં સર્વ પ્રાણીઓને પ્રગટ થઈ છે; અને હું પાઉલ તેનો સેવક થયો છું.


તે મર્મ યુગોથી તથા પેઢીઓથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ હમણાં તે તેમના સંતોને પ્રગટ થયો છે.


કેમ કે તમે મૂએલા છો, અને તમારું જીવન ખ્રિસ્તની સાથે ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે.


ખ્રિસ્તના જે મર્મને માટે હું બંધનમાં છું, તે કહેવાને ઈશ્વર અમારે માટે સુવાર્તાનો [ઉપદેશ કરવાનું] દ્વાર ઉઘાડે તે માટે અમારે સારું પણ પ્રાર્થના કરો.


પણ ભાઈઓ, તમે પ્રભુને પ્રિય છો, તમારે વિષે હંમેશાં ઈશ્વરની સ્તુતિ કરવાને અમે બંધાયેલા છીએ, કેમ કે આત્માના પવિત્રીકરણ વડે તથા સત્ય પરના વિશ્વાસ વડે તારણને અર્થે ઈશ્વરે તમને આરંભથી પસંદ કર્યા છે.


બેશક સતધર્મનો મર્મ મોટો છે. તે મનુષ્યસ્વરૂપમાં પ્રગટ થયા, આત્મામાં ન્યાયી ઠરાવાયા, દૂતોના જોવામાં આવ્યા, તેમની વાત વિદેશીઓમાં પ્રગટ થઈ, તેમના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો, અને તેમને મહિમામાં ઉપર લેવામાં આવ્યા.


તેમણે આપણને તાર્યા તથા પવિત્ર તેડાથી આપણને તેડયા, આપણી કરણીઓ પ્રમાણે નહિ, પણ તેમના જ સંકલ્પ તથા કૃપા પ્રમાણે; એ કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી હતી,


પરંતુ પ્રભુએ મારી સાથે રહીને મને બળ આપ્યું, જેથી મારી મારફતે સુવાર્તા પૂરી રીતે પ્રગટ થાય, અને બધા વિદેશીઓ તે સાંભળે. સિંહના મોંમાંથી હું બચી ગયો.


અનંતજીવન વિષેનું જે વચન, જે ઈશ્વર કદી જૂઠું બોલી શકતા નથી તેમણે અનાદિકાળથી આપ્યું, તે [અનંતજીવન] ની આશામાં, ઈશ્વરે પસંદ કરેલાઓનો વિશ્વાસ [દઢ કરવાને] માટે તથા ભક્તિભાવ પ્રમાણેના જ્ઞાન [ના પ્રચાર] ને અર્થે, [હું પ્રેરિત થયેલો છું].


તે તો જગતના મંડાણ અગાઉ નિર્માણ થયેલા હતા ખરા, પણ તમારે માટે આ છેલ્‍લા કાળમાં તે પ્રગટ થયા છે.


જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી મારી નંખાયેલા હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં નથી., એવાં પૃથ્વી પર રહેનારાં સર્વ તેની આરાધના કરશે.


પછી મેં બીજા એક દૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો. પૃથ્વી પર રહેનારાંઓમાં એટલે સર્વ રાજય, જાતિ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને, તેની પાસે સનાતન સુવાર્તા હતી.


જે શ્વાપદ તેં જોયું. તે હતું ને નથી, તે ઊંડાણમાંથી નીકળવાનું તથા નાશમાં જવાનું છે. અને પૃથ્વી પર રહેનારાંઓ જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી જીવનપુસ્તકમાં લખેલાં નથી, તેઓ જે શ્વાપદ હતું ને નથી ને આવનાર છે, તેને જોઈને આશ્ચર્ય પામશે.


“ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો. કેમ કે તમે સર્વને ઉત્પન્‍ન કર્યા, અને તમારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્‍ન થયાં.”


Lean sinn:

Sanasan


Sanasan