Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 2:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તે સમયે તમે ખ્રિસ્તરહિત, ઇઝરાયલના પ્રજાપણાના હક વગરના, તથા [આપેલા] વચનના કરારથી પારકા, જગતમાં આશારહિત તથા ઇશ્વર વગરના, એવાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તે સમયે તમે ખ્રિસ્ત વગરના હતા. તમે પરદેશી હતા અને ઈશ્વરના પસંદ કરેલા ઇઝરાયલી લોકમાં તમારી ગણતરી કરવામાં આવતી નહોતી. ઈશ્વરે પોતાના લોકને આપેલાં વચનો પર આધારિત કરારોમાં તમારે કોઈ લાગભાગ ન હતો. તમે આ દુનિયામાં આશારહિત અને ઈશ્વર વગર જીવતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તે સમયે તમે આ જગતમાં ખ્રિસ્તરહિત, ઇઝરાયલની નાગરિકતાના હક વગરના, પ્રભુના આશાવચનના કરારોથી પારકા, આશારહિત તથા ઈશ્વર વગરના હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 યાદ રાખજો કે ભૂતકાળમાં તમે ખ્રિસ્ત વિહીન હતા. તમે ઈસ્રાએલના નાગરિક નહોતા. અને દેવે લોકોને જે વચન આપ્યું હતું, તેની સાથે તમે કરારબદ્ધ નહોતા. તમે દેવને ઓળખતા નહોતા અને તમારી પાસે કોઈ આશા નહોતી.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 2:12
51 Iomraidhean Croise  

તે જ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર કર્યો: “મિસરની નદીથી એ ફ્રાત નામની મહા નદી સુધી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે;


હવે લાંબી મુદત સુધી ઇઝરાયલીઓ ખરા ઈશ્વરને ભજતા નહોતા, તેમને બોધ કરનાર યાજક નહોતા, તથા તેમની પાસે નિયમશાસ્ત્ર પણ નહોતું.


પણ ઝરુબ્બાબેલે, યેશૂઆએ તથા ઇઝરાયલના પિતૃઓનાં કુટુંબોનાં વડીલોમાંના બાકીનાઓએ તેઓને કહ્યું, “અમારા ઈશ્વરને માટે મંદિર બાંધવામાં અમારી સાથે તમારે કંઈ લાગતુંવળગતું નથી; પણ ઇરાનના રાજા કોરેશે અમને આજ્ઞા આપી છે તેમ, અમે પોતે જ એકત્ર થઈને ઇઝરાયલના ઈશ્વર યહવાને માટે એ બાંધકામ કરીશું.”


પ્રવાસી કે પગારે રાખેલો ચાકર તે ન ખાય.


કેમ કે યહોવા યાકૂબ પર દયા કરશે, ને ફરીથી ઈઝરાયલને પસંદ કરશે, અને તેઓને પોતાની ભૂમિમાં વસાવશે. પરદેશીઓ તેઓની સાથે જોડાશે, ને તેઓ યાકૂબનાં સંતાનોની સાથે મળીને રહેશે.


ઇઝરાયલનો રાજા, તેનો ઉદ્ધાર કરનાર, સૈન્યોના [ઈશ્વર] યહોવા એવું કહે છે, “હું આદિ છું, હું અંત છું; મારા વિના બીજો કોઈ ઈશ્વર નથી.


વિદેશીઓમાં બચેલા, તમે એકત્ર થઈને આવો; બધા પાસે આવો; પોતાની કોરેલી મૂર્તિનું લાકડું ઉપાડનારા, ને જે તારી ન શકે એવા દેવની પ્રાર્થના કરનારને કંઈ સમજ નથી.


પરદેશીઓ ઊભા રહીને તમારાં ટોળાંને ચરાવશે, અને તેઓ તમારા ખેડૂત તથા તમારી દ્રાક્ષાવાડીના માળી થશે.


હે ઇઝરાયલની આશા, સંકટની વેળાએ તેના ત્રાતા, દેશમાં પ્રવાસી જેવા અથવા તો રાત્રે ઉતારો કરવા આવનાર વટેમાર્ગુ જેવા તમારે શા માટે થવું જોઈએ?


હે યહોવા, ઇઝરાયલની આશા, જેઓ તમને તજી દે છે તેઓ સર્વ લજ્જિત થશે; જેઓ તમારી પાસેથી ફરી જાય છે તેઓ [નાં નામ] ધૂળમાં લખાશે, કેમ કે જીવતા પાણીના ઝરાનો, એટલે યહોવાનો, તેઓએ ત્યાગ કર્યો છે.


જે પ્રબોધકો વ્યર્થ સંદર્શન તથા જૂઠા શકુન જુએ છે તેઓની વિરુદ્ધ મારો હાથ રહેશે. તેઓ મારા લોકોની સભામાં રહેશે નહિ, ને તેઓ ઇઝરાયલ લોકોના દફતરમાં નોંધાશે નહિ, ને તેઓ ઇઝરાયલના દેશમાં પ્રવેશ કરશે નહિ; ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.


વળી હું તેમની સાથે શાંતિનો કરાર કરીશ. તે તેમની સાથે સદાકાળનો કરાર થશે. હું તેમને ઠરીઠામ પાડીશ. ને તેમનો વસ્તાર વધારિશસ, ને મારુ પવિત્રસ્થાન તેઓમાં સદાને માટે સ્થાપીશ.


તે તમારે પોતાને માટે તથા તમારામાં આવી રહેનારા પરદેશીઓ કે જેઓને તમારા દેશમાં સંતાન થશે તેઓને માટે વારસા તરીકે તમારે ચિઠ્ઠીઓ નાખીને વહેંચી લેવો. તમારે તેઓને ઇઝરાયલમાંના તમારા દેશી ભાઈઓ જેવા ગણવા. તેઓને ઇઝરાયલનાં કુળોની સાથે તમારી બરાબર વારસો મળે.


કેમ કે ઇઝરાયલ લાંબી મુદત સુધી રાજારહિત, અધિકારીરહિત, યજ્ઞરહિત, ભજનસ્તંભરહિત તથા એફોદ કે તરાફીમરહિત રહેશે;


ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓ યહોવા પ્રત્યે ચઢાવે છે તેઓનાં સર્વ ઉચ્છાલીયાર્પણ મેં તને તથા તારી સાથે તારા દિકરાઓને તથા તારી દીકરીઓને સદાના હક્ક તરીકે આપ્યાં છે; તે સદાને માટે યહોવાની સમક્ષ તારે માટે તથા તારી સાથે તારા સંતાનને માટે લૂણનો કરાર છે.”


એ માટે કે તે આપણા બાપદાદાઓ પ્રત્યે દયા દર્શાવે, તથા પોતાનો પવિત્ર કરાર સંભારે;


મારાં બીજાં ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંનાં નથી. તેઓને પણ મારે લાવવાની જરૂર‌ છે, અને તેઓ મારો અવાજ સાંભળશે; અને એક ટોળું, એક ઘેટાંપાળક થશે.


હું તો દ્રાક્ષાવેલો છું, ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે, અને હું તેનામાં, તે જ ઘણાં ફળ આપે છે; કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી.


જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો; અમે જેને જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ! કેમ કે તારણ યહૂદીઓમાંથી છે.


કેમ કે તે વચન તમારે માટે, તમારાં છોકરાંને માટે, તથા જેઓ દૂર છે તેઓને માટે, એટલે આપણા ઈશ્વર પ્રભુ જેટલાંને પોતાની પાસે બોલાવશે તેઓ સર્વને માટે છે.”


એ જ કારણથી મને મળીને મારી સાથે વાત કરવાની મેં તમને વિનંતી કરી, કેમ કે ઇઝરાયલની આશાને લીધે હું આ સાંકળથી બંધાયેલો છું”


તમે પ્રબોધકોનાં સંતાન છો, અને ‘તમારી સંતતિદ્વારા પૃથ્વી પરનાં સર્વ કુળો આશીર્વાદિત થશે, ’ એવું ઇબ્રાહિમને કહીને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરાર કર્યો, તેના [સંતાન] તમે છો.


એટલે જેઓ દેહનાં છોકરાં છે, તેઓ ઈશ્વરનાં છોકરાં છે, એમ નહિ; પણ જેઓ વચનનાં છોકરાં છે, તેઓ જ વંશ ગણાય છે.


પણ તે વખતે તમે ઈશ્વર વિષે અજાણ્યા હોવાથી, જેઓ ખરેખર ઈશ્વર નથી તેઓના દાસ હતા.


માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના એક નગરના [રહેવાસી] તથા ઈશ્વરનાં કુટુંબના [માણસો] છો.


તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી, અને તેઓનાં હ્રદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાન છે, તેને લીધે તેઓ ઈશ્વરના જીવનથી દૂર‌ છે.


તમે પ્રથમ દૂર, અને દુષ્ટ કર્મોથી તમારા મનમાં તેમના વૈરીઓ હતા, પણ તેમણે હમણાં પોતાના મર્ત્ય શરીરમાં મરણ વડે તમારું સમાધાન કરાવ્યું છે,


વિદેશીઓમાં તે મર્મના મહિમાની સંપત શી છે, તે તેઓને જણાવવા ઈશ્વરે ચાહ્યું. તે [મર્મ] એ છે કે, તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે.


તે [આશા] વિષે તમે સુવાર્તાના સત્ય સંદેશમાં પૂર્વે સાંભળ્યું હતું.


પણ, ભાઈઓ, ઊંઘી ગયેલાં વિષે તમે અજાણ્યા રહો એવી અમારી ઇચ્છા નથી. જેથી બીજાં માણસો જેઓને આશા નથી એવાંની જેમ તમે ખેદ ન કરો.


પણ પવિત્રતામાં તથા માનમાં પોતાનું પાત્ર રાખી જાણે.


હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ને ઈશ્વર આપણા પિતા, જેમણે આપણા પર પ્રેમ રાખ્યો, ને કૃપા કરીને આપણને સર્વકાળનો દિલાસો ને સારી આશા આપ્યાં,


[ખ્રિસ્ત પરના] વિશ્વાસમાં મારા ખરા દીકરા તિમોથી પ્રતિ લખનાર, ઈશ્વર આપણા તારનારની તથા ખ્રિસ્ત ઈસુ જે આપણી આશા છે, તેમની આજ્ઞા પ્રમાણે થયેલો ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ,.


અગ્નિનું બળ નિરર્થક કર્યું, તેઓ તરવારની ધારથી બચ્યા, નિર્બળતામાંથી સબળ થયા, લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓની ફોજોને નસાડી દીધી.


[એ વચન તથા સમ] જેમાં ઈશ્વરથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિશ્વળ વાતોથી આપણને, એટલે આગળ મૂકેલી આશા પકડવા માટે આશ્રયને માટે દોડનારાને, ઘણું ઉત્તેજન મળે.


પણ હાલ જેમ તે વિશેષ સારાં વચનોથી ઠરાવેલા વિશેષ સારા કરારના મધ્યસ્થ છે, તે પ્રમાણે તેમને વધારે સારી સેવા કરવાનું મળ્યું.


તે દ્વારા તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો, તેમણે તેમને મૂએલાંમાંથી ઉઠાડયા, અને મહિમા આપ્યો કે જેથી તમારો વિશ્વાસ તથા આશા ઈશ્વર પર થાય.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતાને ધન્યવાદ હો. તેમણે પોતે ઘણી દયા રાખીને મૂએલાંમાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને માટે,


પણ ખ્રિસ્તને તમારા પ્રભુ તરીકે તમારાં અંત:કરણમાં પવિત્ર માનો. અને જે આશા તમે રાખો છો તેનો ખુલાસો જો કોઈ માગે તો તેને નમ્રતાથી તથા સત્યતાથી પ્રત્યુત્તર આપવાને સદા તૈયાર રહો.


અને જે તેમના પર એવી આશા રાખે છે, તે દરેક જેમ તે શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan