Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 2:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મૂએલા હતાં, ત્યારે [તેમણે તમને સજીવન કર્યાં] ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ભૂતકાળમાં તમે તમારા આજ્ઞાભંગ તથા પાપને લીધે આત્મિક રીતે મરેલા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મૃત્યુ પામેલા હતા, ત્યારે તેમણે તમને સજીવન કર્યા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ભૂતકાળમાં તમારા પાપો અને દેવ વિરુંદ્ધના અનુચિત વ્યવહારને કારણે તમારું આત્મીક જીવન મરી ગયું હતું.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 2:1
21 Iomraidhean Croise  

અને યહોવાને તેની સુગંધ આવી, અને યહોવાએ પોતાના મનમાં કહ્યું, “માણસને લીધે હું પૃથ્વીને ફરી શાપ નહિ દઈશ, કેમ કે માણસના મણીઇ કલ્પના તેના બાળપણથી ભૂંડી છે; પણ જેમ મેં સર્વ પ્રાણીઓનો સંહાર કર્યો છે તેમ હું ફરી કદી નહિ કરીશ.


પણ ઈસુએ તેને કહ્યું, “તું મારી પાછળ આવ, ને મૂએલાઓને પોતાના મૂએલાઓને દાટવા દે.”


કેમ કે આ મારો દીકરો મરી ગયો હતો, તે પાછો જીવતો થયો છે. તે ખોવાયેલો હતો પણ પાછો મળ્યો છે.’ પછી તેઓ આનંદ કરવા લાગ્યા.


તને ખુશી થવું તથા હર્ખાવું ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ મરી ગયો હતો, અને તે પાછો જીવતો થયો છે; અને ખોવાયેલો હતો, તે પાછો જડ્યો છે.’”


ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજા કોઈ ઇરાદાથી ચોર આવતો નથી. તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું.


ઈસુ તેને કહે છે, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.


કેમ કે જેમ પિતા મરી ગયેલાંઓને ઉઠાડીને તેમને સજીવન કરે છે, તેમ જ દીકરો પણ‍ ચાહે તેઓને સજીવન કરે છે.


હું તમને ખચીત ખચીત કહું છું કે, એવો સમય આવે છે, અને હમણાં આવી ચૂક્યો છે કે, જયારે મરી ગયેલાંઓ ઈશ્વરના દીકરાની વાણી સાંભળશે; અને સાંભળનારાં જીવતાં થશે.


કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે.


એમ પણ લખેલું છે, “પહેલો માણસ આદમ સજીવ પ્રાણી થયો, છેલ્લો આદમ જીવન આપનાર આત્મા થયો.”


કેમ કે ખ્રિસ્તનો પ્રેમ અમને ફરજ પાડે છે; કારણ કે અમે એવું [ચોક્કસ] સમજીએ છીએ કે, એક સર્વને માટે મર્યા માટે સર્વ મર્યા;


તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી, અને તેઓનાં હ્રદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાન છે, તેને લીધે તેઓ ઈશ્વરના જીવનથી દૂર‌ છે.


માટે કહેલું છે, “ઊંઘનાર, જાગ, ને મૂએલાંમાંથી ઊઠ, ને ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે.”


વળી તમે તમારા અપરાધોમાં તથા તમારા દેહની બેસુન્‍નતમાં મૂએલા છતાં, તેમણે તમારા સર્વ અપરાધોને માફ કરીને તમને તેમની સાથે જીવતા કર્યાં.


પણ જે [વિધવા] વિલાસમાં નિમગ્ન રહે છે તે તો જીવતી જ મૂએલી છે.


આપણે ભાઈઓ પર પ્રેમ રાખીએ છીએ, એથી આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને આપણે જીવનમાં આવ્યા છીએ. જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે.


સાર્દિસમાંની મંડળીના દૂતને લખ:જેને ઈશ્વરના સાત આત્મા તથા સાત તારા છે, તે આ વાતો કહે છે: તારાં કામ હું જાણું છું કે તું નામનો જીવે છે, પણ તું મરેલો છે.


Lean sinn:

Sanasan


Sanasan