Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 1:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને સર્વ રાજયસત્તા, અધિકાર, પરાક્રમ, ધણીપણું અને માત્ર આ કાળમાંનું નહિ, પણ ભવિષ્યકાળમાંનું દરેક નામ જે હોય, એ સર્વ કરતાં ઊંચા કરીને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનોમાં તેમને બેસાડયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 ત્યાં ખ્રિસ્ત સર્વ સ્વર્ગીય અધિકાર, સત્તા અને અધિપતિઓ પર રાજ કરે છે. વળી, આ દુનિયામાં અને આવનાર દુનિયાની તમામ સત્તાઓ કરતાં ય તે ઉચ્ચ સ્થાન ધરાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 અને સર્વ રાજ્યસત્તા, અધિકાર, પરાક્રમ, આધિપત્ય તથા પ્રત્યેક નામ જે કેવળ આ કાળમાંનું નહિ, પણ ભવિષ્યકાળમાંનું દરેક નામ જે હોય, એ સર્વ કરતાં ઊંચા કરીને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનોમાં તેમને બેસાડયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 બધા જ રાજ્યસત્તા, અધિકારીઓ, પરાક્રમ, અને રાજાઓ કરતા પણ વધારે મહત્વનું સ્થાન આપ્યું છે. આ વિશ્વ કે આના પછીના વિશ્વમાં કોઈનાં પણ સાર્મથ્ય કરતા ખ્રિસ્તનું સાર્મથ્ય વધુ મહિમા ઘરાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 1:21
20 Iomraidhean Croise  

રાજ્ય તથા સત્તા, ને આખા આકાશ નીચેનાં રાજ્યોનું મહત્વ પરાત્પરના પવિત્રોની પ્રજાને આપવામાં આવશે. તેનું રાજ્ય સદા ટકનારું રાજ્ય છે, ને સર્વ રાજ્યો તેની તાબેદારી કરશે તથા તેની આજ્ઞાને આધીન રહેશે.’


અને માણસના દીકરાની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ કરવામાં આવશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ નહિ કરવામાં આવે; આ યુગમાં નહિ, ને આવનાર યુગમાં પણ નહિ.


બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી.”


તે [અપરાધો] માં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે, તે પ્રમાણે પહેલાં ચાલતાં.


જેથી જે સંકલ્પ તેમણે સનાતકાળથી આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુમાં કર્યો,


કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક [લશ્કરો] ની સામે છે.


અને તમે તેમનામાં સંપૂર્ણ થયા છો, તે સર્વ રાજ્યનું તથા અધિકારનું શિર છે.


અને રાજયો તથા અધિકારોને તોડી પાડીને, વધસ્તંભે તેઓ પર જય મેળવીને તેઓને [જાહેર રીતે] ઉઘાડાં પાડયાં.


તેમને દૂતો કરતાં જેટલે દરજ્જે તે વધારે ચઢિયાતું નામ વારસામાં મળ્યું છે, તેટલે દરજ્જે તે તેઓ કરતાં ઉત્તમ થયા છે.


કેમ કે જે આવનાર યુગ સંબંધી અમે વાત કરીએ છીએ, તેને તેમણે દૂતોના નિયંત્રણમાં મૂક્યો નહિ.


તો આકાશમાં લઈને જે પાર ગયેલા છે, એવા મોટા પ્રમુખયાજક, એટલે ઈશ્વરના પુત્ર ઈસુ આપણને છે, માટે આપણે જે માની લીધું છે તે દઢતાથી પકડી રાખીએ;


દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા પછી તે તો આકાશમાં ગયા છે, અને ઈશ્વરની જમણી તરફ [બેઠેલા] છે.


Lean sinn:

Sanasan


Sanasan