Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 1:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 કે, સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં, સ્વર્ગમાંના તથા પૃથ્વી પરનાં સર્વ વાનાંનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે, [હા, ખ્રિસ્તમાં].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 ઈશ્વરનો હેતુ ખ્રિસ્ત અગ્રસ્થાને હોય એ રીતે સ્વર્ગ અને પૃથ્વી પરના સર્વ સર્જનને એક કરવાનો છે; એ હેતુ તે યોગ્ય સમયે પરિપૂર્ણ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 કે, સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં, સ્વર્ગમાંના તથા પૃથ્વી પરનાં સર્વનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે, હા ખ્રિસ્તમાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 દેવની યોજના યોગ્ય સમયે તેના આયોજનને પરિપૂર્ણ કરવાની હતી. દેવનું આયોજન હતું કે ઈસુ ખ્રિસ્તમાં સ્વર્ગમાંની અને પૃથ્વીની દરેક વસ્તુનું એકીકરણ થાય.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 1:10
29 Iomraidhean Croise  

શીલોહ નહિ આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહિ. ને તેના પગ મધ્યેથી અધિકારીની છડી જતી રહેશે નહિ; અને લોકો તેને આધીન રહેશે.


તે રાજાઓની કારકિર્દીમાં આકાશના ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે, જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકૂમત તે આ સર્વ રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો નાશ કરશે, ને તે સર્વકાળ ટકશે.


તે દિવસે દાઉદનો પડી ગયેલો મંડપ હું પાછો ઊભો કરીશ, ને તેની તૂટફાટો પૂરી દઈશ. હું તેનાં ખંડિયેરોની મરામત કરીશ, ને હું તેને પ્રાચીન કાળમાં [હતો] તેવો બાંધીશ.


“જુઓ, હું મારા દૂતને મોકલું છું, ને તે મારી આગળ માર્ગ તૈયાર કરશે. અને જે પ્રભુને તમે શોધો છો, તે પોતાના મંદિરમાં અકસ્માત આવશે; એટલે કરારનો દૂત જેનામાં તમે આનંદ માનો છો, જુઓ, તે આવે છે, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


અને સર્વ દેશજાતિઓ તેની આગળ એકઠી કરાશે. અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદી પાડશે.


“સમય પૂરો થયો છે, ને ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે; પસ્તાવો કરો, ને સુવાર્તા પર વિશ્વાસ કરો.”


હવે એ બધું તેઓને વીત્યું તે તો દાખલો લેવા માટે થયું. અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે એવા આપણને બોધ મળે તેને માટે તે લખવામાં આવ્યું છે.


પણ હું તમને જણાવવા ઇચ્છું છું કે દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે, અને સ્‍ત્રીનું શિર પુરુષ છે, અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે.


પણ સમય પૂરો થયો, ત્યારે ઈશ્વરે સ્‍ત્રીથી જન્મેલો, અને નિયમને આધીન જન્મેલો, એવો પોતાનો પુત્ર મોકલ્યો,


વળી બધાંને તેમણે તેમના પગો નીચે રાખ્યાં અને તેમને સર્વ પર મંડળીના શિર તરીકે નિર્માણ કર્યાં.


સલાહ કરીને પોતાનામાં તે બેનું એક નવું માણસ કરવાને,


જેમના નામ પરથી આકાશમાંના તથા પૃથ્વી પરના દરેક કુટુંબને નામ આપવામાં આવે છે,


ઈશ્વરની જે કૃપાનું [દાન] તમારે માટે મને આપવામાં આવ્યું છે, તેના વહીવટ વિષે


કેમ કે તેમનાથી બધાં ઉત્પન્‍ન થયાં, જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે, જે દશ્ય તથા અદશ્ય છે, રાજયાસનો કે રાજયો કે અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેમની મારફતે તથા તેમને માટે ઉત્પન્‍ન થયાં.


અને તેમના વધસ્તંભના લોહીથી શાંતિ કરાવીને તેમની મારફતે તે પોતાની સાથે સર્વનું સમાધાન કરાવે, પછી તે પૃથ્વી પરનાં હોય કે આકાશમાંનાં હોય.


તેમાં નથી ગ્રીક કે યહૂદી, નથી સુન્‍નત કે બેસુન્‍નત, નથી બર્બર, નથી સિથિયન, નથી દાસ કે સ્વતંત્ર; પણ ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.


તે આ છેલ્લા સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યા, અને વળી જેમના વડે તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું, તે દ્વારા આપણી સાથે બોલ્યા.


કેમ કે ઈશ્વરે આપણે માટે એથી વિશેષ સારું કંઈક નિર્માણ કર્યું હતું, જેથી તેઓ આપણા વગર પરિપૂર્ણ ન થાય.


તેઓ ખોરાક, પેયાપર્ણો તથા વિવિધ પ્રકારના સ્નાન સાથે માત્ર શારીરિક વિધિઓ હતા, તેઓ સુધારાનો સમય આવતાં સુધી જ ચલાવવાને ઠરાવેલા હતા.


તે તો જગતના મંડાણ અગાઉ નિર્માણ થયેલા હતા ખરા, પણ તમારે માટે આ છેલ્‍લા કાળમાં તે પ્રગટ થયા છે.


તેઓ નવું કીર્તન ગાતાં કહે છે, “તમે ઓળિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છો; કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા, ને તમે તમારા રક્તથી ઈશ્વરને માટે સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના [લોકોને] વેચાતા લીધા છે.


Lean sinn:

Sanasan


Sanasan