Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 9:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે; પણ મૂએલા કંઈ જાણતા નથી, તેઓને હવે પછી કંઈ બદલો મળવાનો નથી, કેમ કે તેમનુમ સ્મરણ લોપ થયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 જીવતાંઓ જાણે છે કે તેઓ મૃત્યુ પામવાનાં છે. પરંતુ મૃત્યુ પામેલાં તો કંઈ જાણતા નથી. હવે તેમને કશો બદલો મળવાનો નથી. તેમની તો યાદગીરી પણ ભુલાઈ ગઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જીવતાઓ જાણે છે કે તેઓ મરવાના છે. પરંતુ મૃત્યુ પામેલાઓ કશું જાણતા નથી. તેઓને હવે પછી કોઈ બદલો મળવાનો નથી. તેઓની સ્મૃતિ પણ નાશ પામે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 જીવતાં મનુષ્યો એટલું જાણે છે કે એક દિવસ તેઓ મરી જશે. પરંતુ મરેલાંઓ તો કશુંજ જાણતા નથી. તેઓને કોઇ બદલો મળતો નથી. તેઓની સ્મૃતિ પણ નાશ પામી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 9:5
18 Iomraidhean Croise  

આપણે [બધાંએ] મરવું એ નક્‍કી છે, ને જમીન પર ઢળેલું પાણી ફરી એકઠું કરી શકાતું નથી, તેના જેવાં આપણે પણ છીએ; અને ઈશ્વર [કોઈનો] જીવ લેતા નથી, પણ ઉપાયો યોજે છે, એ માટે કે, જેને કાઢી મૂકવામાં આવેલો છે તે તેનાથી [હંમેશાં] દૂર ન રહે.


તેના દીકરા માનવંત પદવીએ ચઢે છે, અને તે પોતે જાણતો નથી; તેઓ દીનાવસ્થામાં આવી પડે છે, પણ તે વિષે તે સમજતો નથી.


કેમ કે હું જાણું છું કે તમે મને મૃત્યુમાં, એટલે સર્વ સજીવોને માટે ઠરાવેલા ઘરમાં લઈ જશો.


તેઓ નિત્ય યહોવાની નજરમાં રહો, જેથી તેઓનું નામનિશાન પૃથ્વી પરથી ઉખેડી નાખવામાં આવે.


કેમ કે મરણાવસ્થામાં તમારું સ્મરણ થતું નથી. શેઓલમાં તમારી આભારસ્તુતિ કોણ કરશે?


પરંતુ, હે યહોવા, મેં તમને અરજ કરી છે, સવારે મારી પ્રાર્થના તમારી હજૂરમાં આવશે.


આગલી [પેઢીઓ] નું સ્મરણ નથી; તેમ જ હવે પછી થનાર [પેઢીઓ] નું પણ કંઈ પણ સ્મરણ હવે પછી થનાર લોકોમાં રહેશે નહિ.


મૂર્ખના કરતાં જ્ઞાનીનું સ્મરણ વધારે રહેતું નથી; અને જે હાલમાં છે તેઓ સર્વ ભવિષ્યકાળમાં વિસારે પડશે. મૂર્ખની જેમ જ જ્ઞાની પણ મરે છે!


ઉજાણીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું સારું, કેમ કે સર્વ મનુષ્યો [ની જિંદગી] નું પરિણામ એ જ છે. અને જીવતો [માણસ] તે વાત પોતાના અંત:કરણમાં ઠસાવી રાખશે.


વળી મેં દુષ્ટોને દાટેલા જોયા, અને તેઓને [કબ્રસ્તાનમાં લાવજામાં] આવ્યા; અને ન્યાયીઓ પવિત્રસ્થાનમાંથી જતા રહ્યા, અને તેમનું પણ સ્મરણ નગરમાંથી નષ્ટ થયું. એ પણ વ્યર્થતા છે.


જે કંઈ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર; કેમ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.


જેનો સંબંધ સર્વ જીવતાઓની સાથે છે તેને આશા છે; કેમ કે જીવતો કૂતરો મૂએલા સિંહ કરતાં સારો છે.


મરેલા જીવશે નહિ; મૃત્યુ પામેલાઓ પાછા ઊઠશે નહિ; તે જ માટે તમે તેમનો ન્યાય કરીને તેમનો નાશ કર્યો છે, ને તેઓની સર્વ યાદગીરી નષ્ટ કરી છે.


જો કે ઇબ્રાહિમ અમને જાણતો નથી, ને ઇઝરાયલ અમને કબૂલ કરતો નથી, તે છતાં તમે અમારા પિતા છો; હે યહોવા, તમે અમારા પિતા છો; પ્રાચીનકાળથી અમારો ‘ઉદ્ધાર કરનાર’ એ જ તમારું નામ છે.


પછી સ્‍ત્રી પણ મરી ગઈ.


જેમ માણસોને એક જ વાર મરવાનું, અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે,


Lean sinn:

Sanasan


Sanasan