Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 9:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 બધાં [વાનાં] સર્વને સરખી રીતે મળે છે: નેકના તથા દુષ્ટના, ભલા અને શુદ્ધના તથા અશુદ્ધના, યજ્ઞ કરનારના તથા યજ્ઞ નહિ કરનારના એક જ હાલ થાય છે; જેવી સજજનની હાલત થાય છે તેવી જ દુર્જનની હાલત થાય છે; જેવી સોગન ખાનારની હાલત થાય છે તેવી જ સોગનથી ડરનારની પણ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 સદાચારી અને દુરાચારી, ભલા અને ભૂંડા, શુદ્ધ અને અશુદ્ધ, યજ્ઞ કરનાર અને ન કરનાર સૌનું ભાવિ એક જ છે. જેવી સજ્જનની તેવી જ દુર્જનની હાલત થાય છે. સોગન ખાનાર અને સોગનથી ડરનાર બન્‍નેનું ભાવિ એક જ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 બધી બાબતો સઘળાને સરખી રીતે મળે છે. નેકની તથા દુષ્ટની, સારાંની તથા ખરાબની શુદ્ધની તથા અશુદ્ધની, યજ્ઞ કરનારની તથા યજ્ઞ નહિ કરનારની પરિસ્થિતિ સમાન જ થાય છે. જેવી સજ્જનની સ્થિતિ થાય છે તેવી જ દુર્જનની સ્થિતિ થાય છે. જેવી સમ ખાનારની સ્થિતિ થાય છે તેવી જ સમ ન ખાનારની પણ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 બધા લોકો સારા કે ખરાબ, પ્રમાણિક કે દુષ્ટ, અર્પણો અર્પનાર કે નહિ અર્પનાર સૌનું ભાવિ એક જ છે, સારો માણસ અને પાપી, જે પ્રતિજ્ઞા લે છે અને જે નથી લેતો સર્વ સમાન છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 9:2
22 Iomraidhean Croise  

અને યહોવા જે આકાશના તથા પૃથ્વીના ઈશ્વર છે, તેમના હું તને સોગન દૂં છું કે કનાનીઓ, જેઓમાં હું રહું છું, તેઓની દીકરીઓમાંથી મારા દિકરાને માટે તું પત્ની લઈશ નહિ.


એ તો બધું એક ને એક જ છે; તેથી હું કહું છું કે, તે જેમ દુષ્ટનો તેમ સંપૂર્ણનો પણ વિનાશ કરે છે.


કેમ કે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ, ત્યારે મેં ગર્વિષ્ટોની અદેખાઈ કરી.


કેમ કે જે માણસ પર [ઈશ્વર] પ્રસન્ન છે તેને [તે] બુદ્ધિ, જ્ઞાન તથા આનંદ આપે છે; પણ પાપીને તે [ફોકટ] પરિશ્રમ આપે છે, જેથી ઈશ્વરને રાજી કરનારને આપવા માટે તેઓ ઢગલેઢગલા સંગ્રહ કરીને આપે. એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.


કેમ કે માણસોને જે થાય છે તે જ પશુઓને થાય છે; તેઓની એક જ દશા થાય છે: જેમ એક મરે છે તેમ બીજું પણ મરે છે; તે સર્વને એક જ પ્રાણ હોય છે; અને માણસ પશુ કરતાં બિલકુલ શ્રેષ્ઠ નથી; કેમ કે બધું વ્યર્થ જ છે.


જો પેલો માણસ હજાર વર્ષ કરતાં બમણું જીવે તોપણ તે કંઈ સુખ ભોગવે નહિ. શું બધાં એક જ સ્થળે નથી જતાં?


સારું તો એ છે કે એકને વળગી રહેવું અને બીજાને છોડવું નહિ; કારણ, જે માણસ ઈશ્વરનો ડર રાખે છે તે એ સર્વમાંથી મુક્ત થશે.


ઉજાણીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું સારું, કેમ કે સર્વ મનુષ્યો [ની જિંદગી] નું પરિણામ એ જ છે. અને જીવતો [માણસ] તે વાત પોતાના અંત:કરણમાં ઠસાવી રાખશે.


હું પાછો ફર્યો તો પૃથ્વી પર મેં એવું જોયું કે શરતમાં વેગવાનની અને યુદ્ધમાં બળવાનની જીત થતી નથી, તેમ જ વળી બુદ્ધિમાનને રોટલી મળતી નથી, ને વળી સમજણાને દ્રવ્ય પણ મળતું નથી, તેમ જ ચતુર પુરુષો પર રહેમનજર હોતી નથી; પણ પ્રસંગ તથા સંજોગ [ની અસર] સર્વને લાગુ પડે છે.


સર્વની એક જ ગતિ થવાની છે, એ તો જે સર્વ કામ પૃથ્વી પર થાય છે તેઓમાંનો એક અનર્થ છે, વળી માણસોનું અંત:કરણ ભૂંડાઈથી ભરપૂર છે, જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી તેઓના હ્રદયમાં ગાંડપણ હોય છે, અને તે પછી તેઓ મૂએલાઓમાં [ભળી જાય છે].


તેઓ, એટલે પુરુષો, સ્ત્રીઓ તથા છોકરાં, રાજાની કુંવરીઓ તથા રક્ષકટુકડીના સરદાર નબૂઝારદાને જે માણસોને શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાના હાથમાં સોંપ્યાં હતાં તેઓ સર્વને, તથા યર્મિયા પ્રબોધક તથા નેરિયાનો પુત્ર બારુખ, એ બધાંને લઈને કારેઆનો પુત્ર યોહાનાન તથા સૈન્યોના સર્વ સરદારો


હમણાં અમે ગર્વિષ્ઠોને ધન્યવાદ આપીએ છીએ; હા, દુરાચારીઓ આબાદ થતા જાય છે; હા, તેઓ ઈશ્વરની પરીક્ષા કરે છે, છતાં તેઓ બચી જાય છે.’


ત્યારે તમે ફરશો અને સદાચારીની તથા દુરાચારીની વચ્ચેનો, ઈશ્વરની સેવા કરનારની તથા તેમની સેવા નહિ કરનારની વચ્ચેનો, ભેદ સમજશો.”


“વળી ન્યાય કરવા હું તમારી નજીક આવીશ; અને જાદુગરો તેમ જ વ્યભિચારીઓ તથા જૂઠા સોગન ખાનારાઓની વિરુદ્ધ, મજુર પર તેની મજૂરીના સંબંધમાં [જુલમ કરનારની] , અને વિધવા તથા અનાથ પર જુલમ કરનારની વિરુદ્ધ, અને પરદેશી [નો હક] પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


અને વનમાં લોકો આવ્યા ત્યારે, જુઓ, મધ ટપક્તું હતું, પણ કોઈએ પોતાનો હાથ મોઢે લગાડ્યો નહિ, કેમ કે લોકો પેલા સોગનથી બીતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan