Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 8:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે રાજાનો શબ્દ પરાક્રમરૂપ છે; અને “તું શું કરે છે, ” એમ તેને કોણ કહી શકે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 રાજાનો શબ્દ સર્વોપરી હોય છે. તમે આ શું કરો છો એવું તેને કોણ કહી શકે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કેમ કે રાજાનો હુકમ સર્વોપરી છે, તું શું કરે છે એવો પ્રશ્ન તેને કોણ કરી શકે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 કારણ કે રાજાનો હુકમ સવોર્પરી છે, તેના નિર્ણયને કોઇ પ્રશ્ર્ન કરી શકે તેમ નથી?

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 8:4
18 Iomraidhean Croise  

પણ રાજાનું વચન યોઆબ પર તથા સૈન્યના સરદારો પર પ્રબળ થયું. અને યોઆબ તથા સૈન્યના સરદારો પર પ્રબળ થયું. અને યોઆબ તથા સૈન્યના સરદારો ઇઝરાયલના લોકોની ગણતરી કરવા રાજાની હજૂરમાંથી ચાલ્યા ગયા.


જેમ મેં તારી આગળ ઇઝરાયલના ઈશ્વર યહોવાના સમ ખાધા છે કે, ‘મારા પછી તારો દીકરો સુલેમાન નક્કી રાજા થશે, ને તે મારી જગાએ રાજ્યાસન પર બેસશે, ’ તે જ પ્રમાણે હું આજે નક્કી કરીશ.”


પછી સુલેમાન રાજાએ યહોયાદાના દીકરા બનાયાને હુકમ આપીને મોકલ્યો. એણે અદોનિયા પર તૂટી પડીને તેનો પ્રાણ લીધો.


પછી રાજાએ યહોયાદાના દીકરા બનાયાને આજ્ઞા કરી, અને તેણે બહાર નીકળીને શિમઈ પર તૂટી પડીને તેને મારી નાખ્યો. પછી રાજ્ય સુલેમાનના હાથમાં સ્થિર થયું.


નદીની પેલી પારના સૂબા તાત્તનાયે, શથાર-બોઝનાયે તથા તેના સંગાથીઓએ, દાર્યાવેશ રાજાએ ફરમાવ્યા પ્રમાણે આ હુકમનો બનતી કોશિશે અમલ કર્યો.


તે પકડી લે તો તેમને કોણ રોકશે? તેમને કોણ કહેશે, ‘તમે શું કરો છો?’


અને મિસરના રાજાએ તે દાયણોને બોલાવીને તેઓને કહ્યું, “તમે છોકરાઓને જીવતા રાખ્યા એમ કેમ?”


રાજાનો કોપ સિંહની ગર્જના જેવો છે; પણ તેની રહેમનજર ઘાસ પરના ઝાકળ જેવી છે.


રાજાનો ધાક સિંહની ગર્જના જેવો છે; તેને કોપાવનાર પોતાના જ જીવની વિરુદ્ધ અપરાધ કરે છે.


વળી શિકારી કૂતરો; તથા બકરો; તેમ જ રાજા કે જેની સામે થઈ શકાય નહિ.


તો હવે તમે રણશિંગડું, વાંસળી, વીણા, સિતાર, સારંગી, મુરલી તથા સર્વ પ્રકારનાં વાજિંત્રોનો સૂર સાંભળો તે વખતે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને મારી બનાવેલી મૂર્તિને પૂજવા તૈયાર થશો તો ઠીક; પણ જો તમે પૂજા કરશો નહિ તો તે જ ઘડીએ તમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે; અને મારા હાથમાંથી તમને છોડાવે એવો દેવ કોણ છે?”


પૃથ્વીના સર્વ રહેવાસીઓ તેમની આગળ કંઈ જ વિસાતમાં નથી. તે આકાશના સૈન્યમાં તથા પૃથ્વીના રહેવાસીઓમાં પોતાની ઇચ્છા પ્રમાણે કરે છે; કોઈ તેમનો હાથ અટકાવી શકતો નથી, અથવા તમે શું કરો છો, એવું કોઈ તેમને કહી શકતો નથી.


પણ અરે માણસ, તું વળી કોણ છે કે ઈશ્વરને સવાલ પૂછે? જે ઘડેલું છે, તે શું પોતાના ઘડનારને પૂછશે, “તમે મને એવું કેમ બનાવ્યું?”


Lean sinn:

Sanasan


Sanasan