Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 8:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 વળી મેં દુષ્ટોને દાટેલા જોયા, અને તેઓને [કબ્રસ્તાનમાં લાવજામાં] આવ્યા; અને ન્યાયીઓ પવિત્રસ્થાનમાંથી જતા રહ્યા, અને તેમનું પણ સ્મરણ નગરમાંથી નષ્ટ થયું. એ પણ વ્યર્થતા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 મેં દુષ્ટોને કબરોમાં દટાતા જોયા છે, પરંતુ જ્યાં એ દુષ્ટોએ દુષ્ટતા આચરી હતી તે શહેરમાં જ કબરસ્તાનમાંથી પાછા ફરેલા લોકો તેમની પ્રશંસા કરતા હોય છે. આ પણ મિથ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેથી મેં દુષ્ટોને દફ્નાવેલા જોયા અને ન્યાયીઓને પવિત્રસ્થાનમાંથી લઈ લેવામાં આવ્યા. અને જ્યાં તેમણે દુષ્ટ કામ કર્યા હતાં ત્યાં દફનાવવામાં આવ્યા. લોકોએ નગરમાં તેમને માન આપ્યું.તેનું સ્મરણ નષ્ટ થયું આ પણ વ્યર્થતા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 મેં દુનિયામાં એવું પણ જોયું છે કે દુષ્ટ માણસને દફનાવી પાછા ફરતાં તેનાં મિત્રો તેના ભૂંડા કાર્યોને ભૂલી જાય છે અને જે નગરમાં તેણે પાપ કર્યા હોય ત્યાં જ તેનાં વખાણ કરે છે, એ પણ વ્યર્થતા છે!

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 8:10
14 Iomraidhean Croise  

તેઓ [કેટલી વાર] પવનથી ઘસડાતા ખૂંપરા જેવા, અને તોફાનથી ઊડતાં ફોતરાં જેવા હોય છે?


સ્મરણમાંથી લોપ થયેલા મરેલાની માફક તેઓ મને ભૂલી જાય છે. હું ફૂટેલા વાસણ જેવો છું.


ન્યાયીના સ્મરણને ધન્યવાદ મળે છે; પણ દુષ્ટોનું નામ તો સડી જશે.


આગલી [પેઢીઓ] નું સ્મરણ નથી; તેમ જ હવે પછી થનાર [પેઢીઓ] નું પણ કંઈ પણ સ્મરણ હવે પછી થનાર લોકોમાં રહેશે નહિ.


મૂર્ખના કરતાં જ્ઞાનીનું સ્મરણ વધારે રહેતું નથી; અને જે હાલમાં છે તેઓ સર્વ ભવિષ્યકાળમાં વિસારે પડશે. મૂર્ખની જેમ જ જ્ઞાની પણ મરે છે!


હવે તેની અંદર એક ગરીબ [પણ] બુદ્ધિમાન માણસ મળી આવ્યો, તેણે પોતાની બુદ્ધિથી નગરને બચાવ્યું. પણ તે ગરીબ માણસને કોઈએ સંભાર્યો નહિ.


જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે; પણ મૂએલા કંઈ જાણતા નથી, તેઓને હવે પછી કંઈ બદલો મળવાનો નથી, કેમ કે તેમનુમ સ્મરણ લોપ થયું છે.


હે યહોવા, ઇઝરાયલની આશા, જેઓ તમને તજી દે છે તેઓ સર્વ લજ્જિત થશે; જેઓ તમારી પાસેથી ફરી જાય છે તેઓ [નાં નામ] ધૂળમાં લખાશે, કેમ કે જીવતા પાણીના ઝરાનો, એટલે યહોવાનો, તેઓએ ત્યાગ કર્યો છે.


તે ભિખારી મરી ગયો ત્યારે દૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા. શ્રીમંત પણ મરી ગયો, અને તેને દાટવામાં આવ્યો.


તેઓએ જૂઠા સાક્ષીઓને ઊભા કર્યા, જેઓએ કહ્યું, કે, “એ માણસ આ પવિત્ર સ્‍થાન તથા નિયમશાસ્‍ત્રની વિરુદ્ધ દુર્ભાષણ કર્યા વિના રહેતો નથી.


પણ મારો ન્યાયી [સેવક] વિશ્વાસથી જીવશે; જો તે પાછો હઠી જાય, તો તેનામાં મારા જીવને આનંદ થશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan