Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 7:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 હું ફર્યો, અને જ્ઞાન મેળવવાને, તેને ખોળી કાઢવાને તથા તેના મૂળ કારણની શોધ કરવાને અને દુષ્ટતા તે જ મૂર્ખાઈ છે, તથા મૂર્ખાઈ તે જ ગાંડપણ છે, એ જાણવા માટે મેં મારું મન [લગાડયું] ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 મેં જ્ઞાન મેળવવામાં, તેને શોધી કાઢવામાં અને સર્વ વસ્તુઓનો સાર શોધવામાં મન લગાડયું અને મને માલૂમ પડયું કે દુષ્ટતા તે જ મૂર્ખાઈ છે અને મૂર્ખતા એ પાગલપણું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 હું ફર્યો મેં જ્ઞાન મેળવવાને તથા તેને શોધી કાઢવાને તથા તેના મૂળ કારણની માહિતી મેળવવાને અને દુષ્ટતા એ મૂર્ખાઈ છે, અને મૂર્ખાઈએ પાગલપણું છે એ જાણવા મેં મારું મન લગાડ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 મેં જ્ઞાનની શોધમાં મારું મન લગાડ્યું અને સર્વ સ્થળોએ તેને શોધ્યું તેમજ તેનાં કારણો તપાસ્યાં. જેથી દુષ્ટતા મૂર્ખાઇ છે, અને મૂર્ખામી ગાંડપણ છે તે હું પૂરવાર કરી શકું.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 7:25
17 Iomraidhean Croise  

અને યાકૂબના દીકરઓ એ સાંભળીને ખેતરમાંથી આવ્યા. અને તેઓએ શોક કર્યો, ને તેઓને બહુ રોષ ચઢયો, કેમ કે તેણે યાકૂબની દીકરી સાથે સૂઈને ઇઝરાયેલમાં મૂર્ખપણું કર્યું હતું; એ કામ કરવું અણઘટતું હતું.


તેણે તેને ઉત્તર આપ્યો, “નહિ, મારા ભાઈ, મારા પર બળત્કાર કરશો નહિ, કેમ કે ઇઝરાયલમાં એવું કંઈ થવું ન જોઈએ. એવી મૂર્ખાઈ તમે ન કરો.


જેનાં બચ્ચાં છીનવી લીધાં હોય એવી રીંછણ કોઈને મળજો, પણ મૂર્ખાઈ કરતો મૂર્ખ કોઈને ન મળો.


જેમ પોતાનું ઓકેલું ખાવાને માટે કૂતરો પાછો આવે છે, તેમ મૂર્ખ ફરીફરીને મૂર્ખાઈ જ કરનાર છે.


તેના મુખના શબ્દોનો આરંભ મૂર્ખાઈ છે; અને તેના બોલવાનું પરિણામ નુકસાનકારક ગાંડપણ છે.


પછી જ્ઞાન, ઘેલાઈ તથા મૂર્ખાઈ નિહાળવાને મેં લક્ષ આપ્યું; કેમ કે રાજાની પાછળ આવનાર માણસ શું [કરી શકે છે] ? અગાઉ જે કરવામાં આવ્યું હોય તે જ [તે કરી શકે છે].


ત્યારે મેં મારા મનમાં વિચાર્યું કે, જેમ મૂર્ખને થાય છે તેમ મને પણ થશે જ; ત્યારે મને તેના કરતાં વધારે બુદ્ધિમાન હોવામાં શો લાભ? ત્યારે મેં મારા મનમાં કહ્યું કે, એ પણ વ્યર્થતા છે.


તેથી હું ફર્યો, ને પૃથ્વી પર જે સર્વ કામોમાં મેં શ્રમ ઉઠાવ્યો હતો તે વિષે મેં મારા મનને નિરાશ કર્યું.


સભાશિક્ષક કહે છે કે, સત્ય શોધી કાઢવા માટે વસ્તુઓને એકબીજાની સાથે સરખાવી જોતાં મને આ માલૂમ પડયું છે.


ઊઠ, લોકોને શુદ્ધ કર, ને કહે, ‘કાલને માટે તમે પોતાને શુદ્ધ કરો; કારણ કે ઇઝરાયલનો ઈશ્વર યહોવા એમ કહે છે કે, હે ઇઝરાયલ, તારી મધ્યે એક શાપિત વસ્તુ છે. તમે તમારામાંથી શાપિત વસ્તુ કાઢી નહિ નાખો, ત્યાં સુધી તું તારા શત્રુ આગળ ટકી શકનાર નથી.


Lean sinn:

Sanasan


Sanasan