Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 7:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 જે સારું જ કરે છે અને પાપ કરતો જ નથી એવો નેક માણસ નિશ્ચે પૃથ્વી પર એકે નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 જે સર્વદા સારું જ કરે છે અને કદી કશું પાપ કરતો જ નથી એવો માણસ પૃથ્વી પર છે જ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 જે હંમેશા સારું જ કરે છે અને પાપ કરતો જ નથી એવો એક પણ નેક માણસ પૃથ્વી પર નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 સમગ્ર વિશ્વમાં એક પણ માણસ એવો નથી જે હંમેશા સારું જ કરતો હોય અને કદીય તેણે પાપ ના કર્યુ હોય.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 7:20
16 Iomraidhean Croise  

જો તેઓ તમારી વિરુદ્ધ પાપ કરે, (કેમ કે પાપ ન કરે એવું માણસ કોઈ નથી, ) ને તમે તેઓ પર કોપાયમાન થઈને તેમને શત્રુના હાથમાં એવી રીતે સોંપો કે તેઓ તેમને બંદીવાન કરીને દૂરના કે નજીકના શત્રુના દેશમાં લઈ જાય;


જો તેઓ તમારી વિરુદ્ધ પાપ કરે, (કેમ કે પાપ ન કરે એવું કોઈ માણસ નથી, )ને તમે તેઓ પર કોપાયમાન થઈને તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપો ને તેથી તેઓને દૂરના કે પાસેના દેશમાં બંદીવાન કરીને પકડી લઈ જવામાં આવે;


હું તને ઉત્તર આપીશ કે, ઈશ્વર માણસ કરતાં મોટા છે, માટે તારે એમ [બોલવું] એ વાજબી નથી.


હે યાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, [તમારી આગળ] કોણ ઊભો રહી શકે?


મૂર્ખે પોતાના મનમાં માન્યું છે, “ઈશ્વર છે જ નહિ.” તેઓ પતિત છે, તેઓએ અમંગળ કૃત્યો કર્યાં છે; સત્કાર્ય કરનાર કોઈ નથી.


તેઓ સર્વ માર્ગભ્રષ્ટ થયા છે; તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે. સત્કાર્ય કરનાર કોઈ નથી, ના, એક પણ નથી.


તમારા સેવકની સાથે ન્યાયની રૂએ ન વર્તો; કેમ કે તમારી નજરમાં કોઈ પણ સજીવ માણસ ન્યાયી ઠરશે નહિ.


મેં મારું અંત:કરણ મારાં પાપથી શુદ્ધ કર્યું છે, અને હું શુદ્ધ થયો છું, એવું કોણ કહી શકે?


આપણે સર્વ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપ [નો ભાર] મૂક્યો છે.


અમે સર્વ અશુદ્ધ જેવા થયા છીએ, અમારાં સર્વ સારાં કાર્યો મેલા લૂગડાના જેવાં છે, અમે સર્વ પાંદડાની જેમ સુકાઈ જઈએ છીએ, અને અમારા અપરાધો વાયુની જેમ અમને ઉડાવી દે છે.


તો યાજક તપાસ કરે. અને જો, તેઓના શરીરની ત્વચામાંનાં ચળકતાં ટપકાં ફિકકાં રંગનાં હોય, તો તે કરોળિયા સમજવા. તે ત્વચામાં ફૂટી નીકળ્યા છે; તે જન શુદ્ધ છે.


કારણ કે બધાએ પાપ કર્યું છે, અને ઈશ્વરના મહિમા વિષે બધા અધૂરા રહે છે.


કેમ કે આપણે સર્વ ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી, તો તે સંપૂર્ણ માણસ છે, અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે.


તેથી બહુ ક્રોધાયમાન થઈને યોનાથાન ખાણા પરથી ઊઠી ગયો, ને માસને બીજે દિવસે તેણે કંઈ પણ ખાધું નહિ, કેમ કે દાઉદને લીધે તે દુ:ખી થયો, કારણ, તેના પિતાએ તેનું અપમાન કર્યું હતું.


Lean sinn:

Sanasan


Sanasan