Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 7:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 આ બધું મારા વ્યર્થપણાના દિવસોમાં મેં જોયું છે: [એટલે] નેક માણસ પોતાની નેકીમાં માર્યો જાય છે, અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 મેં મારા વ્યર્થ જીવનમાં ઘણું બધું નિહાળ્યું છે: નેક માણસ તેની નેકી છતાં માર્યો જાય છે અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતા છતાં દીર્ઘાયુ પ્રાપ્ત કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 આ બધું મેં મારા વ્યર્થપણાના દિવસોમાં જોયું છે. એટલે નેક પોતાની નેકીમાં મૃત્યુ પામે છે, અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતા હોવા છતાં લાંબુ આયુષ્ય ભોગવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 આ બધું મેં મારા જીવનનાં વ્યર્થપણામાં જોયું છે. કેટલાક સારા માણસો નેક પણું હોવા છતાં યુવાનવયે જ મૃત્યુ પામે છે, જ્યારે કેટલાંક દુષ્ટ લોકો દુષ્ટતામાં રાચીને પણ લાંબુ આયુષ્ય ભોગવે છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 7:15
21 Iomraidhean Croise  

અને યાકૂબે ફારુનને કહ્યું, “મારા પ્રવાસના દિવસ એકસો ત્રીસ વર્ષ થયા છે. મારી વયના દિવસ જેટલા નથી થયા.”


અને પેલા બે બલિયાલના માણસો અંદર આવીને તેની આગળ બેઠા. અને તે બલિયાલના માણસોએ તેની વિરુદ્ધ, એટલે નાબોથની વિરુદ્ધ, લોકોની આગળ એવી સાક્ષી પૂરી, “નાબોથે ઈશ્વરને તથા રાજાને શાપ દીધો છે.” પછી તેઓએ તેને નગરની બહાર લઈ જઈને તેને પથ્થરે એવો માર્યો કે તે મરી ગયો.


કેમ કે દુષ્ટ પોતાના અંત:કરણની ઇચ્છા [ની તૃપ્તિ થતાં] અભિમાન કરે છે, અને લોભી તો યહોવાને માનતો નથી, હા, તેમની નિંદા કરે છે.


નિશ્ચે દરેક માણસ આભાસરૂપે હાલેચાલે છે; નિશ્ચે તે મિથ્યા ગભરાય છે; તે સંગ્રહ કરે છે, અને તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.


કેમ કે તેના સર્વ દિવસો શોકમય તથા તેનો પરિશ્રમ દુ:ખરૂપ છે! રાત્રે પણ તેનું મન વિશ્રાંતિ ભોગવતું નથી, એ પણ વ્યર્થતા છે.


વળી મેં પૃથ્વી પર એવું જોયું કે ન્યાયને સ્થાને દુષ્ટતા છે; અને નેકી હોવી જોઈએ ત્યાં બદી છે.


કેમ કે છાંયડાની જેમ માનસ પોતાનું જીવન વ્યર્થ ગુમાવે છે, તેની જિંદગીના સર્વ દિવસોભર તેને પોતાને માટે શું સારું છે, એ કોણ જાણે છે? કેમ કે કોઈ માણસની પાછળ પૃથ્વી પર શું થવાનું છે, તે તેને કોણ કહી શકે?


પૃથ્વી પર જે વ્યર્થ જિંદગી ઈશ્વરે તને આપી છે તેમાં તારી પત્ની, જેના પર તું પ્રેમ રાખે છે, તેની સાથે તારા વ્યર્થતાના સર્વ દિવસો સુધી આનંદમાં રહે; કેમ કે આ તારી જિંદગીમાં તથા પૃથ્વી પર જે શ્રમ તું ઉઠાવે છે તેમાં એ તારો હિસ્સો છે.


ત્યાંથી ફરી [થોડા] દિવસોનું ધાવણું બાળક, અથવા જેના દિવસ પૂરા થયા નથી એવો ઘરડો માણસ મળી આવશે નહિ; કેમ કે જુવાન સો વરસની વયનો છતાં શાપિત થશે.


તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.


પ્રબોધકોમાંના કોને તમારા પૂર્વજોએ સતાવ્યો નહોતો? જેઓએ તે ન્યાયીના આવવા વિષે આગળથી ખબર આપી હતી તેઓને તેઓએ મારી નાખ્યા. અને હવે તમે, જેઓને દૂતો દ્વારા નિયમ મળ્યો, પણ તમે તે પાળ્યો નહિ,


Lean sinn:

Sanasan


Sanasan