Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 7:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જેમ દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે; પણ જ્ઞાનની ઉત્તમતા એ છે કે, તે પોતાના માલિકના જીવનું રક્ષણ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 ધનની સલામતી કરતાં જ્ઞાનની સલામતી સારી છે; જ્ઞાન તો પોતાને ધરાવનારનું રક્ષણ કરે છે, એ તેનો લાભ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે, પરંતુ જ્ઞાનની ઉત્તમતા એ છે કે, તે પોતાના માલિકના જીવની રક્ષા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે; પરંતુ જ્ઞાનની ઉત્તમતા એ છે કે, તે પોતાના માલિકના જીવનની રક્ષા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 7:12
25 Iomraidhean Croise  

શું તમે તેનું, તેના ઘરનું તથા તેન સર્વસ્વનું ચારે તરફ રક્ષણ કરતા નથી? તમે તેને તેના કામધંધામાં આશીર્વાદ આપ્યો છે, જેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે.


હે ઈશ્વર, મારા પર દયા રાખો, મારા પર દયા રાખો; કેમ કે મારો આત્મા તમારે શરણે આવ્યો છે; [આ] વિપત્તિઓ થઈ રહે, ત્યાં સુધી હું તમારી પાંખોને આશ્રયે રહીશ.


કોપને દિવસે દ્રવ્ય કંઈ કામ આવતું નથી; પણ નેકી મોતથી ઉગારે છે.


ગરીબને પોતાનો પડોશી પણ ધિક્કારે છે; પણ દ્રવ્યવાનને ઘણા મિત્રો હોય છે.


વિવેકબુદ્ધિ તારા પર ચોકી કરશે, બુદ્ધિ તારું રક્ષણ કરશે;


તે સત્યજનોને માટે ખરું જ્ઞાન સંગ્રહ કરી રાખે છે, પ્રામાણિકપણાથી વર્તનારને તે ઢાલરૂપ છે;


જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવનવૃક્ષ છે; જેઓ તેને પકડી રાખે છે તે દરેકને ધન્ય છે.


કેમ કે જેઓને હું મળું છું, તેઓને જીવન મળે છે, અને તેઓ યહોવાની કૃપા પ્રાપ્ત કરશે.


કેમ કે મારા વડે તારા આયુષ્યની વૃદ્ધિ થશે, અને તારા આવરદાનાં વર્ષો વધશે.


મિજબાની મોજમઝાને માટે કરવામાં આવે છે, અને દ્રાક્ષારસ જીવને ખુશ કરે છે. પૈસા બધી વસ્તુઓની જરૂરિયાત પૂરી પાડે છે.


ત્યારે મેં જોયું કે જેટલે દરજ્જે અજવાળું અંધકારથી શ્રેષ્ઠ છે, તેટલે દરજ્જે જ્ઞાન મૂર્ખાઈથી શ્રેષ્ઠ છે.


દશ અમલદારો નગરમાં હોય તેના કરતાં જ્ઞાની માણસને બુદ્ધિ વધારે શક્તિમાન બનાવે છે.


ત્યારે મેં કહ્યું કે, બળ કરતાં બુદ્ધિ ઉત્તમ છે; તેમ છતાં ગરીબ માણસની બુદ્ધિને તુચ્છ ગણવામાં આવે છે, અને તેનું કહેવું કોઈ સાંભળતું નથી.


યુદ્ધશસ્ત્રો કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે; પણ એક પાપી માણસ ઘણી ઉત્તમતાનો નાશ કરે છે.


તેઓ મને પૂછયા વિના ફરુનના બળથી બળવાન થવા માટે, તથા મિસરની છાયામાં શરણ મેળવવા માટે મિસરમાં ચાલ્યા જાય છે!


[તેમાંનો] દરેક માણસ વાયુથી સંતાવાની જગા તથા તોફાનથી ઓથા જેવો, સૂકી ભૂમિમાં પાણીના નાળા જેવો, કંટાળો ઉપજાવનાર દેશમાં વિશાળ ખડકની છાયા જેવો થશે.


વળી તારા વખતમાં સ્થિરતા થશે; સુબુદ્ધિ, જ્ઞાન તથા ઉદ્ધારનો ભંડાર થશે; યહોવાનું ભય તે જ તેનો ખજાનો છે.


તેમની આજ્ઞા અનંતજીવન છે, એ હું જાણું છું. તે માટે જે કંઈ હું બોલું છું, તે જેવું પિતાએ મને કહ્યું છે તેવું જ હું બોલું છું.”


અનંતજીવન એ છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્ચરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.


કેમ કે તે તમારે માટે નકામી વાત નથી; કેમ કે તેમાં તમારું જીવન છે, ને જે દેશનો કબજો લેવા તમે યર્દન પાર જાઓ છો તેમાં રહીને તમે એ વાતથી તમારું આયુષ્ય વધારશો.”


વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે, હું એ બધાંને હાનિ જ ગણું છું. એને લીધે મેં સર્વનું નુકસાન સહન કર્યું, અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું,


ત્યારે ઝાંખરાએ વૃક્ષોને કહ્યું, ‘જો તમારે ખરેખર પોતા પર મને રાજા તરીકે અભિષિક્ત કરવો હોય, તો આવો, ને મારી છાયા પર ભરોસો રાખો. પણ જો એમ ન બને, તો ઝાંખરામાંથી અગ્નિ નીકળીને લબાનોનનાં એરેજવૃક્ષોને બાળી નાખો.’


Lean sinn:

Sanasan


Sanasan