Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 6:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 મનુષ્યની બધી મહેનત તેના પેટને માટે છે, તથાપિ તેની ક્ષુધા તૃપ્ત થતી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 મનુષ્ય પોતાનું પેટ ભરવા માટે જ બધો પરિશ્રમ કરે છે, છતાં તે ક્યારેય ધરાતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 મનુષ્યની સર્વ મહેનત તેના પોતાના પેટ માટે છે. છતાં તેની ક્ષુધા તૃપ્ત થતી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ડાહ્યાં અને વિશેષમાં મૂર્ખા, સર્વ કોઇ પોતાના પેટ માટે શ્રમ કરે છે. છતાં પેટનો ખાડો કદી પૂરાતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 6:7
11 Iomraidhean Croise  

મજૂરની ભૂખ તેની પાસે મજૂરી કરાવે છે; કેમ કે તેનું મુખ તેને તેમ કરવાની ફરજ પાડે છે.


સર્વ વસ્તુઓ પૂરો કંટાળો આપનારી છે; મનુષ્ય તેનું વર્ણન કરવાને અશક્ત છે; જોવાથી આંખ તૃપ્ત થતી નથી, અને સાંભળવાથી કાન ધરાતા નથી.


રૂપાનો લોભી રૂપાથી તૃપ્ત થશે નહિ; અને સમૃદ્ધિનો ચાહક સમૃદ્ધિથી સંતોષ પામશે નહિ. આ પણ વ્યર્થતા છે.


વળી પૃથ્વીની ઊપજ તો સર્વને કાજે છે; રાજાને પણ ખેતરથી મદદ મળે છે.


જો કોઈ માણસને સો છોકરાં થાય, અને પોતે એટલાં બધાં વર્ષ સુધી જીવે કે તેનું આયુષ્ય ઘણું લાંબું હોય, પણ તેના જીવને પૂરું સુખ ન હોય, ને વળી તેનું દફન પણ ન થાય; તો હું કહું છું કે, એના કરતાં અધૂરે ગયેલો ગર્ભ સારો છે;


વળી મૂર્ખના કરતાં જ્ઞાનીને વધારે શું મળે છે? અથવા જીવતાઓની આગળ વર્તવાની રીત સમજનાર ગરીબ માણસને વધારે શું મળે છે?


એ માટે હું તમને કહું છું કે તમારા જીવને માટે ચિંતા ન કરો કે, ‘અમે શું ખાઈશું અથવા શું પીશું;’ અને તમારા શરીરને માટે ચિંતા ન કરો કે ‘અમે શું પહેરીશું.’ શું જીવ ખોરાક કરતાં, ને શરીર વસ્ત્રો કરતાં અધિક નથી?


હું મારા જીવને કહીશ કે, ઓ જીવ, ઘણાં વરસને માટે ઘણી માલમિલકત તારે માટે રાખી મૂકેલી છે; આરામ લે, ખા, પી, આનંદ કર.’


જે અન્‍ન નાશવંત છે તેને માટે નહિ, પણ જે અન્‍ન અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, તેને માટે મહેનત કરો; કેમ કે ઈશ્વર પિતાએ તેના પર મહોર કરી છે.”


Lean sinn:

Sanasan


Sanasan