Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 6:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 એટલે જેને પરમેશ્વર એટલું બધું દ્રવ્ય, સંપત્તિ તથા માન આપે છે કે તે જે કંઈ ઇચ્છે છે તે સર્વમાં તેના મનને કશી ખોટ રહે નહિ, તોપણ તેનો ઉપભોગ કરવાની શક્તિ પરમેશ્વર તેને આપતા નથી, પણ કોઈ પારકો માણસ તેનો ઉપભોગ કરે છે. આ પણ વ્યર્થતા તથા ભૂંડો રોગ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 ઈશ્વર કોઈને ધન, સંપત્તિ તથા સન્માન આપે છે. તે જે કંઈ ઇચ્છે છે તે તેને પ્રાપ્ત થાય છે. પણ ઈશ્વર તેને પોતાની ધનસંપત્તિનો ઉપભોગ કરવાની શક્તિ આપતા નથી, પણ કોઈ અજાણ્યો જ તેમનો ઉપભોગ કરે છે. આ પણ વ્યર્થતા અને ભારે દુ:ખની વાત છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 એટલે જેને ઈશ્વરે ધન-સંપત્તિ અને સન્માન આપ્યા છે કે જે કંઈ તે ઇચ્છે છે તે સર્વમાં તેના મનને કશી ખોટ પડશે નહિ. પરંતુ તેનો ઉપભોગ કરવાની શક્તિ તેને આપતા નથી. પણ બીજો કોઈ તેનો ઉપભોગ કરે છે. આ પણ વ્યર્થતા તથા ભારે દુ:ખ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 દેવે કેટલાંક મનુષ્યોને ધન-સંપત્તિ અને સન્માન પુષ્કળ પ્રમાણમાં આપ્યા છે પરંતુ તેઓને તે સર્વનો ઉપભોગ કરવાં તંદુરસ્તી આપી નથી. તેઓના મૃત્યુ પછી બીજાઓ તે બધું ભોગવે છે! આ પણ વ્યર્થતા છે, ભારે દુ:ખ છે!

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 6:2
24 Iomraidhean Croise  

વળી તેં જે નથી માગ્યું તે પણ, એટલે દ્રવ્ય તથા પ્રતિષ્ઠા, એ બન્‍ને મેં તને આપ્યાં છે, એવાં કે તારા સર્વ દિવસોભર રાજાઓમાં તારા જેવો કોઈ થશે નહિ.


યહોવાએ સુલેમાનને સર્વ ઇઝરાયલની ર્દષ્ટિમાં બહુ જ મોટો કર્યો, ને તેની અગાઉના કોઈ પણ ઇઝરાયલના રાજાને ન હતો એવો રાજ્યવૈભવ યહોવાએ તેને આપ્યો.


આયુષ્ય, ધન તથા માનથી પરિપૂર્ણ થઈને તે ઘણી વૃદ્ધાવસ્થામાં મરણ પામ્યો. અને તેને સ્થાને તેના પુત્ર સુલેમાને રાજ કર્યુ.


ઈશ્વરે સુલેમાનને કહ્યું, “તારા અંત:કરણમાં આ હતું, તેં ધન, સંપત્તિ કે ગૌરવ કે તારો દ્વેષ કરનારાઓના જીવ માગ્યા નહિ; પરંતુ મારા જે લોક ઉપર મેં તને રાજા ઠરાવ્યો છે, તેઓનો ન્યાય તું કરી શકે માટે તેં પોતાને માટે ડહાપણ તથા વિવેકબુદ્ધિ માગ્યાં છે.


હે યહોવા, તમારા હાથ વડે માણસોથી, કે જેઓનો ભાગ આ જિંદગીમાં છે તેવાં આ જગતનાં માણસોથી મારા જીવને બચાવો, જેઓનું પેટ તમે તમારા દ્રવ્યથી ભરો છો; અને તેઓ છોકરાં વડે સંતુષ્ટ થાય છે, અને પોતાની બાકી રહેલી મિલકતનો વારસો પોતાનાં બાળકોને માટે મૂકી પણ જાય છે.


નિશ્ચે દરેક માણસ આભાસરૂપે હાલેચાલે છે; નિશ્ચે તે મિથ્યા ગભરાય છે; તે સંગ્રહ કરે છે, અને તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.


તેઓની દુષ્ટતા તેમનાં હ્રદયમાંથી ઊભરાયા કરે છે; તેઓના મનની [દુષ્ટ] કલ્પનાઓ ઊભરાઈ જાય છે.


વળી મેં બધી મહેનત તથા ચતુરાઈનું દરેક કામ જોયું, [ને એ પણ જોયું] કે એને લીધે પડોશી પડોશીની ઈર્ષા કરે છે. એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.


માણસ એકલું હોય, ને તેને બીજું કોઈ [સગુંવહાલું] ન હોય; હા, તેને દીકરો પણ ન હોય તેમ ભાઈયે ન હોય; તે છતાં તેને મહેનતનો પાર નથી, અને દ્રવ્યથી તેની આંખો તૃપ્ત થતી નથી, [તે વિચારતો નથી કે,] હું તે કોને માટે મહેનત ઉઠાવું છું, ને મારા જીવને દુ:ખી કરું છું? એ પણ વ્યર્થતા છે, હા, દારુણ દુ:ખ છે.


મેં પૃથ્વી પર એક ભારે દુ:ખ જોયું છે, એટલે દ્રવ્યનો માલિક પોતાની હાનિને માટે જ દ્રવ્ય સંઘરી રાખે છે તે;


આ પણ એક ભારે દુ:ખ છે કે, સર્વ બાબતોમાં જેવો તે આવ્યો હતો તેવા જ તેને પાછા જવું પડે છે! પવનને માટે મહેનત કરવાથી તેને શો લાભ છે?


જુઓ, મનુષ્યને માટે જે સારું ને શોભીતું મેં જોયું છે તે એ છે કે, ઈશ્વરે તેને આપેલા આયુષ્યના સર્વ દિવસોમાં ખાવું ને પીવું, અને પૃથ્વી પર જે બધી મહેનત તે ઉઠાવે છે તેમાં મોજમઝા માણવી; કેમ કે એ જ તેનો હિસ્‍સો છે.


વળી જેને ઈશ્વરે દ્રવ્ય તથા ધન આપ્યું છે, ને તેનો ઉપભોગ કરવાની, પોતાનો હિસ્સો લેવાની તથા પોતાની મહેનતથી આનંદ માણવાની શક્તિ આપી છે, [એવા દરેક માણસે જાણવું જોઈએ કે] એ ઈશ્વરનું દાન છે.


જે ખોરાક નથી તેને માટે નાણું શા માટે ખરચો છો? જેથી તૃપ્તિ થતી નથી તેને માટે તમારી કમાઈ [શા માટે ખરચી નાખો છો?] કાન દઈને મારું સાંભળો, અને સારું જ ખાઓ, ને સ્વાદિષ્ટ ભોજનથી તમારો જીવ સંતોષ પામે.


અમારું વતન પારકાઓના હાથમાં, અમારાં ઘરો પરદેશીઓના હાથમાં ગયાં છે.


હે રાજાજી, પરાત્પર ઈશ્વરે આપના પિતા નબૂખાદનેસ્સારને રાજ્ય, મહત્તા, મહિમા તથા પ્રતાપ આપ્યાં હતાં:


પરદેશીઓએ તેનું બળ શોષી લીધું છે, અને તેને તેનું ભાન તેનું બળ શોષી લીધું છે, અને તેને તેનું ભાન નથી. તેને શિરે આછાં આછાં પળિયાં આવ્યાં છે. તોપણ તે જાણતો નથી.


જે દેશજાતિને તું ઓળખતો નથી તે તારી ભૂમિનું ફળ તથા તારી સર્વ મહેનતનું ફળ ખાઈ જશે. અને તું સર્વદા ફક્ત જુલમો વેઠ્યા કરશે તથા કચરી નંખાશે:


તારી મધ્યેનો પરદેશી તારા કરતાં વધારે ને વધારે ચઢિયાતો થતો જશે. પણ તું તો વધારે ને વધારે નીચો થતો જશે.


તમે જશો, ત્યારે લોકો નિશ્ચિતપણે રહેતા જોવમાં આવશે. તે દેશ વિશાળ છે; કેમ કે ઈશ્વરે તે તમારા હાથમાં સોંપી દીધો છે. પૃથ્વી પરની કોઈ પણ વસ્તુની ખોટ ન પડે એવું તે સ્થળ છે.”


Lean sinn:

Sanasan


Sanasan