Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 5:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જ્યારે તું ઈશ્વરની આગળ માનતા માને ત્યારે તે પ્રમાણે કરવામાં ઢીલ ન કર; કેમ કે મૂર્ખો પર તે રાજી નથી; તારી માનતા ઉપાર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 જ્યારે તું ઈશ્વર આગળ માનતા માને ત્યારે તે પૂરી કરવામાં વિલંબ ન કરીશ, કારણ, ઈશ્વર મૂર્ખો પર રાજી નથી. તારી માનતા પૂરી કર.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જ્યારે તમે ઈશ્વર સમક્ષ માનતા લો તો તે પૂર્ણ કરવામાં વિલંબ ન કરો. કેમ કે ઈશ્વર મૂર્ખો પર રાજી હોતા નથી તારી માનતા પૂરી કર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 જ્યારે તમે દેવ સમક્ષ જે પ્રતિજ્ઞા લીધી હોય તો તે પૂર્ણ કરવામાં વિલંબ ન કરો. કારણ કે દેવ મૂર્ખાઓ પર રાજી નથી હોતા; તમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરો.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 5:4
20 Iomraidhean Croise  

અને યાકૂબે એવી માનતા લીધી, “જો ઈશ્વર મારી સાથે રહેશે, ને જે માર્ગમાં હું જાઉં છું તેમાં મને સંભાળશે, ને મને ખાવાનું અન્‍ન ને પહેરવાનાં કપડાં આપશે,


અને ઈશ્વરે યાકૂબને કહ્યું, “ઊઠ, બેથેલમાં જા, ને ત્યાં રહે; અને તું તારા ભાઈ એસાવની આગળથી નાઠો હતો, ત્યારે જે ઈશ્વરે તને દર્શન આપ્યું હતું, તેને માટે ત્યાં તું વેદી બાંધ.”


અને આપણે ઊઠીને બેથેલ જઈએ; અને જે ઈશ્વરે મારા દુ:ખના દિવસે મારું સાંભળ્યું, ને જે રસ્તે હું ચાલ્યો તેમાં જે મારી સાથે રહ્યા, તેમને માટે ત્યાં હું વેદી બાંધીશ.”


યહોવાની આગળ મેં જે માનતા લીધી છે તે હું તેમના સર્વ લોકોની સમક્ષ પૂરી કરીશ.


હું તમારાં યથાર્થ ન્યાયશાસનો પાળીશ એવી પ્રતિજ્ઞા મેં કરી હતી, અને તે પાળી પણ છે.


તમારી કૃપાથી હું મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું. તેમનું ભય રાખનારાની આગળ હું મારી માનતા પૂરી કરીશ.


ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ. અને પરાત્પર પ્રત્યે તારી માનતાઓ ઉતાર;


તમારા ઈશ્વર યહોવાની માનતા લઈને પૂરી કરો; તેમની આસપાસના સર્વ ભયાવહ ઈશ્વરની પાસે દાન લાવો.


વગર વિચારે એમ કહી દેવું કે, ‘ [અમુક વસ્તુ] અર્પણ કરેલી છે, ’ અને માનતા માન્યા પછી તેના વિષે તપાસ કરવી એ માણસને ફાંદારૂપ છે.


યહોવા મિસરને પોતાને ઓળખાવશે, ને તે દિવસે મિસર યહોવાને ઓળખશે; અને બલિદાનથી તથા ખાદ્યાર્પણથી તેઓ તેની ઉપાસના કરશે, તેઓ યહોવાને નામે માનતા લેશે, અને તેને પૂરી કરશે.


પણ હું આભારસ્તુતિ કરીને બલિદાન આપીશ. હું મારી માનતાઓ ચઢાવીશ. તારણ યહોવાથી છે.”


“બારણા બંધ કરી દઈને તમને મારી વેદી ઉપર નિરર્થક અગ્નિ સળગાવવા ન દે, એવો જો તમારામાં કોઈ હોત તો કેવું સારું!” સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હું તમારા પર બિલકુલ પ્રસન્ન નથી, તેમ જ હું તમારા હાથનું અર્પણ પણ સ્વીકારશ નહિ.


જો કોઈ પુરુષ યહોવા પ્રત્યે માનતા માને, અથવા બંધનથી પોતાના જીવને બાંધવાને પ્રતિજ્ઞા લે, તો તે પોતાનું વડન તોડે નહિ. જે સર્વ તેના મુખમાંથી નીકળ્યું હોય તે પ્રમાણે તે કરે.


‘વળી, તું જૂઠા સમ ન ખા, પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર, ’ એમ પુરાતન સમયમાં લોકોને કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે.


દહનીયાર્પણથી તથા પાપાર્થાપર્ણથી તમે કંઈ પ્રસન્‍ન થતા નહોતા.


એમ બન્યું કે જ્યારે તેણે તેને જોઈ, ત્યારે તેણે પોતાનાં વસ્‍ત્ર ફાડ્યાં, ને કહ્યું, “હાય, મારી દીકરી! તેં મને છેક દીન બનાવ્યો છે, ને મને દુ:ખ દેનારાંમાંની એક તું પણ છે; કેમ કે યહોવાની આગળ મેં મારું મુખ ઉઘાડ્યું છે, હવે મારાથી ફરી જવાય નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan