Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 4:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 વળી મેં બધી મહેનત તથા ચતુરાઈનું દરેક કામ જોયું, [ને એ પણ જોયું] કે એને લીધે પડોશી પડોશીની ઈર્ષા કરે છે. એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 મેં જોયું કે સફળ થવા માટેના માણસના કઠોર પરિશ્રમના મૂળમાં તેમના પડોશીઓ પાસેની વસ્તુઓ અંગેની ઈર્ષ્યા છે. આ પણ મિથ્યા અને હવામાં બાચકા ભરવા સમાન છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 વળી મેં સઘળી મહેનત અને ચતુરાઈનું દરેક કામ જોયું અને એ પણ જોયું કે તેના લીધે માણસ ઉપર તેનો પડોશી ઈર્ષ્યા કરે છે. એ પણ વ્યર્થ તથા પવનથી મુઠી ભરવા જેવું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 વળી મેં જોયું કે કાર્ય કરવામાં આવડત અને પરિશ્રમને લીધે માણસ અને તેના પડોશી વચ્ચે ઇર્ષા ઉત્પન્ન થાય છે. એ પણ વ્યર્થ તથા હવામાં બાચકા ભરવાં જેવું છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 4:4
19 Iomraidhean Croise  

અને તેની પાસે ઘેટાં તથા ઢોર તથા ઘણા દાસો થયાં; અને પલિસ્તીઓએ તેની અદેખાઈ કરી.


અને તેણે લાબાનના દીકરીઓની આ વાત સાંભળી, “જે આપણા પિતાનું તે બધું યાકૂબે લઈ લીધું છે. અને આપણા પિતાનું જે હતું તેથી તેણે આ સર્વ સંપત મેળવી છે.”


ક્રોધ ક્રૂર છે, અને કોપ રેલરૂપ છે; પણ અદેખાઈની સામે કોણ ટકી શકે?


પૃથ્વી પર જે કામો થાય છે તે સર્વ મેં જોયાં છે; અને એ સર્વ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.


વળી મેં મારું મન જ્ઞાન સમજવામાં અને ઘેલાપણું તથા મૂર્ખાઈ સમજવામાં લગાડયું; તો મને માલૂમ પડયું કે એ પણ પવનમાં બાચકા ભરવા જેવું છે.


કોઈ એવો માણસ હોય છે કે જેનું કામ બુદ્ધિથી, જ્ઞાનથી, તથા કૌશલ્યથી કરેલું હોય છે; તોપણ તેમાં જેણે મહેનત નહિ કરી હોય એવા માણસને તે વારસામાં આપી જશે. એ પણ વ્યર્થતા તથા મોટો અનર્થ છે.


કેમ કે જે માણસ પર [ઈશ્વર] પ્રસન્ન છે તેને [તે] બુદ્ધિ, જ્ઞાન તથા આનંદ આપે છે; પણ પાપીને તે [ફોકટ] પરિશ્રમ આપે છે, જેથી ઈશ્વરને રાજી કરનારને આપવા માટે તેઓ ઢગલેઢગલા સંગ્રહ કરીને આપે. એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.


જે સર્વ લોકોના ઉપર તે [રાજા] હતો તેમનો પાર નહોતો! તોપણ તેની પાછળ આવનારાઓ તેને માટે હરખાશે નહિ. નિશ્ચે એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.


વ્યર્થતાની વૃદ્ધિ કરનાર ઘણી વાતો છે, તેથી માણસને શો ફાયદો થયો છે?


ભટકતી ઇચ્છાઓ કરતાં આંખે જોવું તે વધારે સારું છે; એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.


કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઈથી તેમને સોંપ્યા હતા.


પછી પૂર્વજોએ યૂસફ પર અદેખાઈ રાખીને તેને મિસરમાં [લઈ જવા માટે] વેચી દીધો. પણ ઈશ્વર તેની સાથે હતા.


જે આત્માને તેમણે આપણામાં વસાવ્યો, તેને તે પોતાનો જ કરવાની ઉમળકાથી ઇચ્છા રાખે છે, એમ શાસ્‍ત્રમાં કહેલું છે તે ફોકટ છે, એમ તમે ધારો છો?


જેવો કાઈન દુષ્ટનો હતો, અને તેણે પોતાના ભાઈને મારી નાખ્યો, તેવા આપણે ન થવું. તેણે શા માટે તેને મારી નાખ્યો? એટલા માટે કે તેનાં પોતાનાં કામ ભૂંડાં હતાં, અને તેના ભાઈનાં [કામ] ન્યાયી હતાં.


Lean sinn:

Sanasan


Sanasan