Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 4:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 કેમ કે જો કે તે તેના રાજ્યમાં દરિદ્રી જન્મ્યો હતો, તોપણ તે કેદખાનામાંથી નીકળીને રાજા થયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 કેમ કે જો તેના રાજ્યમાં દરિદ્રી જન્મ્યો હોય તોપણ તે જેલમાંથી મુકત થઈને રાજા થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 આ યુવાન જેલમાંથી મુકત થઇને રાજા બની શકે છે. અથવા તે દરિદ્રી પરિવારમાં જન્મ્યો હોય તો પણ રાજા થઇ શકે છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 4:14
15 Iomraidhean Croise  

અને ફારુને માણસો મોકલીને યૂસફને તેડાવ્યો, ને તેઓ તેને જેલમાંથી ઉતાવળે કાઢી લાવ્યા; અને તેણે હજામત કરીને પોતાનાં કપડાં બદલ્યાં, ને ફારુનની હજૂરમાં આવ્યો.


યહૂદિયાના રાજા યહોયાખીન, તેની મા, તેના ચાકરો, તેના અમલદારો તથા તેના કરભારીઓ બાબિલના રાજા પાસે નીકળી આવ્યા. આબિલના રાજાએ પોતાની કારકિર્દીને આઠમે વર્ષૈ તેને પકડ્યો.


એમ યહોયાકીમ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો. અને તેના દીકરા યહોયાખીને તેની જગાએ રાજ કર્યું.


એ પ્રમાણે તેઓએ સિદકિયાના દીકરાઓને તેની નજર આગળ મારી નાખ્યા, સિદકીયાની આંખો ફોડી નાખી, ને તેને બેડીઓ પહેરાવીને બાબિલ લઈ ગયા.


એમ તે નીચને ઉચ્ચ બનાવે છે, અને શોકાતુરોને ઊંચે ચઢાવીને સલામત રાખે છે.


પૃથ્વી પર ચાલતા સર્વ જીવતાઓને મેં જોયા, તો તેઓ સલાહ ન માનનારની જગાએ ઊભા થનાર પેલા બીજા જુવાનના પક્ષમાં હતા.


અમારા મુખનો શ્વાસ, યહોવાનો અભિષિક્ત, જેના વિષે અમે કહ્યું, તેની છાયામાં અમે વિદેશીઓમાં જીવીશું.” તે તેઓના ખાડાઓમાં પકડાયો.


આ શબ્દો રાજાના મુખમાં જ હતા, એટલામાં આકાશમાંથી એવી વાણી તેને કાને પડી, “હે નબૂખાદનેસ્સાર રાજા, એ વચન તને કહેવામાં આવે છે: રાજ્ય તારી પાસેથી ગયું છે.


તે દરિદ્રીઓને ધૂળમાંથી ઉઠાડે છે. ભિખારીઓને સરદારોની સાથે બેસાડવાને અને તેમને ગૌરવના રાજ્યાસનનો વારસો પમાડવાને તે તેમને ઉકરડા પરથી ઊભા કરે છે; કેમ કે પૃથ્વીના સ્તંભો યહોવાના છે, અને તે પર તેમણે જગતને સ્થાપ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan