સભાશિક્ષક 4:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 સલાહ માનતા ન હોય એવા કોઈ વૃદ્ધ અને મૂર્ખ રાજા કરતાં ગરીબ પણ જ્ઞાની જુવાન સારો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13-14 કોઈ એક દરિદ્ર માણસ પોતાના દેશનો રાજા બને અને જેલમાંથી રાજસિંહાસન સુધી પહોંચી જાય, પણ પોતાની વૃદ્ધાવસ્થામાં સલાહ ન સ્વીકારવાની મૂર્ખતા દાખવે, તો એના કરતાં કોઈ ગરીબ પણ શાણો જુવાન વધુ સારો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 કોઈ વૃદ્ધ અને મૂર્ખ રાજા કે જે કોઈની સલાહ સાંભળતો ન હોય તેના કરતાં ગરીબ પણ જ્ઞાની યુવાન સારો હોય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 કોઇપણ વૃદ્ધ અને મૂર્ખ રાજા કે જે કોઇની સલાહ સાંભળતો ન હોય, તેનાં કરતાં ગરીબ પણ જ્ઞાની યુવાન સારો હોય છે. Faic an caibideil |
પ્રબોધક અમાસ્યા સાથે વાત કરતો હતો એટલામાં રજાએ તેને કહ્યું, “શું અમે તેને અમારો મંત્રી ઠરાવ્યો છે? બસ કર; તું શા માટે હાથે કરીને મોત માગે છે?” ત્યારે પ્રબોધકે અમાસ્યાને કહ્યું, “હું જાણું છું કે ઈશ્વરે તમારો નાશ કરવાનો નિશ્ચય કર્યો છે; કેમ કે તમે આ પ્રમાણે વર્ત્યા છો. ને મારી શિખામણ સાંભળતા નથી.” એમ બોલીને તે છાનો રહ્યો.