Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 3:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 મારી નાખવાનો સમય અને સાજું કરવાનો સમય; તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 ઘા કરવાનો સમય અને સાજા કરવાનો સમય, તોડવાનો સમય અને બાંધવાનો સમય,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 મારી નાખવાનો સમય અને જીવાડવાનો સમય, તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 મારી નાખવાનો સમય અને જીવાડવાનો સમય; તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય;

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 3:3
21 Iomraidhean Croise  

માણસનું રક્ત જે કોઈ વહેવડાવે, તેનું રક્ત માણસથી વહેવડાવવામાં આવશે, કેમ કે ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્‍ન કર્યું.


તે પોતાના સેનકની વાતને સ્થિર કરનાર છે, ને પોતાના સંદેશીયાના સંદેશાને તે સત્ય ઠરાવે છે; તે યરુશાલેમ વિષે કહે છે કે તેમાં વસતિ થશે; અને યહૂદિયાનાં નગરો વિષે [કહે છે કે,] તેઓ ફરી બંધાશે, હું તેનાં ખંડિયેર પાછાં બાંધીશ;


આ લોકનાં મન જડ કર, ને તેમના કાન ભારે કર, ને તેમની આંખો મીંચાવ. રખેને તેઓ આંખોથી જુએ, કાનથી સાંભળે, અને મનથી સમજે, અને પાછા ફરીને સાજા કરાય.”


ઉખેડવા તથા પાડી નાખવા, અને વિનાશ કરવા તથા ખંડન કરવા, તેમ જ બાંધવા તથા રોપવા માટે, મેં આજે તને પ્રજાઓ તથા રાજ્યો પર નીમ્યો છે.”


ત્યારે એવું થશે કે, જેમ ઉખેડવાને તથા ખંડન કરવાને, પાડી નાખવાને, નષ્ટ કરવાને તથા દુ:ખ દેવાને મેં તેઓના પર નજર રાખી હતી; તેમ બાંધવાને તથા રોપવાને હું તેઓના પર નજર રાખીશ, એવું યહોવા કહે છે.


તોપણ, હું તેને આરોગ્ય તથા કુશળતા આપીશ, તેઓને નીરોગી કરીશ, અને હું તેઓને પુષ્કળ શાંતિ તથા સલામતી બક્ષીશ.


તેને કહે કે, યહોવા કહે છે કે, જે મેં બાંધ્યું છે તે હું પાડી નાખીશ, ને જે મેં રોપ્યું છે તે હું ઉખેડી નાખીશ. અને આ પ્રમાણે આખા દેશમાં કરીશ.


એમ જે ભીંતને કાચા કોલથી લપેડી મૂકી છે તેને હું તોડી પાડીશ, ને તેને એવી જમીનદોસ્ત કરીશ કે તેનો પાયો ઉઘાડો થઈ જશે. અને તે પડી જશે,, ને તમે તેની નીચે નાશ પામશો. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.


“સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, ‘આ પ્રજા કહે છે કે, “વખત, હજુ આવ્યો નથી. એટલે યહોવાનું મંદિર બાંધવાનો વખત હજુ આવ્યો નથી.’”


આ મંદિર ઉજ્જડ પડી રહેલું છે, તે દરમિયાન તમારે તમારાં છતવાળાં ઘરોમાં રહેવાનો આ વખત છે‍ શું?”


ત્યારે યહોવાના દૂતે ઉત્તર આપ્યો, “હે સૈન્યોના [ઇશ્વર] યહોવા, યરુશાલેમનાં તથા યહૂદિયાનાં નગરો કે, જેઓના ઉપર આ સિત્તેર વરસથી તમે કોપાયમાન રહ્યા છો, તેઓના પર તમે ક્યાં સુધી દયા નહિ કરો?”


હવે જુઓ, એ તો હું, હા, હું જ તે છું, અને મારા વગર કોઈ ઈશ્વર નથી. હું મારું છું, ને હું જીવાડું છું; મેં ઘાયલ કર્યાં છે, ને હું સાજાં કરું છું; અને મારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ નથી.


જો કોઈ માણસ બીજા માણસની વિરુદ્ધ પાપ કરે તો ઈશ્વર તેનો ન્યાય કરશે; પણ જો કોઈ માણસ યહોવાની વિરુદ્ધ પાપ કરે, તો તેને માટે કોણ વિનંતી કરે?” પણ તેઓએ પોતાના પિતાની વાત સાંભળી નહિ, કેમ કે યહોવાની ઇચ્છા તેઓને મારી નાખવાની હતી.


યહોવા મારે છે, ને જીવતાં કરે છે: તે શેઓલ સુધી નમાવે છે, ને [તેમાંથી] બહાર કાઢે છે.


Lean sinn:

Sanasan


Sanasan