Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 3:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 સર્વ એક જ જગાએ જાય છે; સર્વ ધૂળનાં છે, ને સર્વ પાછાં ધૂળમાં મળી જાય છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 એ બન્‍ને એક જ જગ્યાએ જાય છે. સર્વ માટીમાંથી જન્મે છે ને પાછાં માટીમાં મળી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 એક જ જગાએ સર્વ જાય છે સર્વ ધૂળના છીએ અને અંતે સર્વ ધૂળમાં જ મળી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 એક જ જગાએ સર્વ જાય છે; સર્વ માટીમાંથી આવ્યાં છે, ને અંતે સર્વ માટીમાં જ મળી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 3:20
20 Iomraidhean Croise  

અને ઇશ્માએલના આયુષ્યનાં વર્ષ એક સો આડત્રીસ હતાં; અને તે પ્રાણ છોડીને મરી ગયો, ને તેના પૂર્વજોની સાથે મળી ગયો.


ત્યારે પછી ઇબ્રાહિમે પ્રાણ મૂક્યો, અને વૃદ્ધ તથા પાકટ વયનો થઈને તે બહુ ઘડપણમાં મરણ પામ્યો; અને તે પોતાના પૂર્વજોની સાથે મળી ગયો.


તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો; અને તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.”


પણ માણસ મરે છે, અને ક્ષય પામે છે; હા, માણસ પ્રાણ છોડે છે, અને તે ક્યાં છે?


શું મરેલો માણસ સજીવન થાય? મારો છૂટકો થાય ત્યાં સુધી હું મારા યુદ્ધના સર્વ દિવસો પર્યત વાટ જોવત.


જો શેઓલ મારું ઘર થશે એવી મેં આશા રાખી હોય; જો મેં અંધારામાં મારો પલંગ બિછાવ્યો હોય;


પડી જતાં માણસ પોતાનો હાથ લાંબો નહિ કરે? અને તેની દુર્દશામાં મદદને માટે શું તે પોકાર નહિ કરે?


તો સર્વ દેહધારીઓ એકદમ નાશ પામે, અને મનુષ્ય પાછું ધૂળમાં મળી જાય.


વાદળાં જેમ ઓગળી જાય છે ને અલોપ થઈ જાય છે, તેમ શેઓલમાં ઉતરનાર ફરીથી ઉપર આવશે નહિ.


કેમ કે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળના છીએ એવું તે સંભારે છે.


તમે તમારું મુખ સંતાડો છો ત્યારે તેઓ ગભરાઈ જાય છે; તેઓનો પ્રાણ તમે લઈ લો છો, એટલે તેઓ મરે છે, અને પાછાં ધૂળમાં મળી જાય છે.


તેમને શેઓલમાં [લઈ જવાના] ટોળા જેવા ઠરાવવામાં આવશે; મૃત્યુ તેઓનો ઘેટાંપાળક થશે; યથાર્થીઓ સવારમાં તેમના ઉપર અધિકાર ચલાવશે; તેઓનું સૌન્દર્ય શેઓલમાં એવું નાશ પામશે કે, કંઈ બાકી ન રહે.


અને જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે, અને ઈશ્વરે જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જશે.


મનુષ્યનો આત્મા ઉપર જાય છે, અને પશુનો આત્મા નીચે પૃથ્વીમાં જાય છે, તેની કોને ખબર છે?


જો પેલો માણસ હજાર વર્ષ કરતાં બમણું જીવે તોપણ તે કંઈ સુખ ભોગવે નહિ. શું બધાં એક જ સ્થળે નથી જતાં?


ઉજાણીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું સારું, કેમ કે સર્વ મનુષ્યો [ની જિંદગી] નું પરિણામ એ જ છે. અને જીવતો [માણસ] તે વાત પોતાના અંત:કરણમાં ઠસાવી રાખશે.


જે કંઈ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર; કેમ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.


અને જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઊઠશે, કેટલાક અનંતજીવનમાં [દાખલ થશે] અને કેટલાક અનંતકાળ સુધી લજ્જિત અને ધિક્કારપાત્ર થશે.


અને જેમ હારુન તારો ભાઈ મળી ગયો, તેમ તું પણ તે જોઈને તારા પૂર્વજોની સાથે મળી જઈશ.


Lean sinn:

Sanasan


Sanasan