Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 3:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ઈશ્વરે દરેક વસ્તુને તેને સમયે સુંદર બનાવી છે! વળી ઈશ્વરે માણસોનાં હ્રદયમાં સનાતનપણું એવી રીતે મૂક્યું છે કે આદિથી તે અંત સુધી ઈશ્વરે જે કંઈ કર્યું છે તેનો માણસ પાર પામી શકે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 યહોવાહે પ્રત્યેક વસ્તુને તેના યોગ્ય સમયમાં સુંદર બનાવી છે. જો કે ઈશ્વરે મનુષ્યના હૃદયમાં સનાતનપણું મૂક્યું છે. છતાં શરૂઆતથી તે અંત સુધી ઈશ્વરનાં કાર્યો મનુષ્ય સમજી શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 યહોવાએ પ્રત્યેક વસ્તુ ને તેના યોગ્ય સમયમાં સુંદર બનાવી છે.જો કે દેવે મનુષ્યનાં હૃદયમાં સનાતનપણું મૂક્યું છે. છતાં શરૂઆતથી અંત સુધીનાં દેવનાં કાર્યો મનુષ્ય સમજી શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 3:11
19 Iomraidhean Croise  

અને ઈશ્વરે જે સર્વ ઉત્પન્‍ન કર્યું તે તેમણે જોયું; અને, જુઓ, તે ઉત્તમોત્તમ. અને સાંજ થઈ તથા સવાર થઈ, છઠ્ઠો દિવસ.


શું તું શોધ કરવાથી ઈશ્વર [ના મર્મો] નો પત્તો મેળવી શકે? શું શોધી શોધીને સર્વશક્તિમાનનો પાર તું પામી શકે?


સર્વશક્તિમાનનો પાર તો આપણે પામી શકતા નથી; તે મહા પરાક્રમી છે; તે ઇનસાફને ઊંધો વાળશે નહિ.


તે મોટાં તથા અગમ્ય કૃત્યો, તથા અગણિત અદ્દભુત કાર્યો કરે છે.


હે યહોવા, તમારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તમે તે સર્વને ડહાપણથી પેદા કર્યાં છે; પૃથ્વી તમારી સંપત્તિથી ભરપૂર છે.


યહોવાએ દરેક વસ્તુને પોતપોતાના ઉપયોગને માટે સરજી છે; હા, દુષ્ટોને પણ સંકટના દિવસને માટે [સરજ્યા છે].


પૃથ્વી ઉપર જે કાર્યો બને છે તે સર્વની જ્ઞાનથી શોધ કરવાને તથા તેમનું રહસ્ય સમજવાને મેં મારું મન લગાડયું. એ કષ્ટમય શ્રમ ઈશ્વરે માણસોને કેળવવાના સાધન તરીકે આપ્યો છે.


વાયુની ગતિ શી છે, તથા ગર્ભવતીના ઉદરમાં હાડકાં કેવી રીતે [વધે છે] તે જેમ તું નથી જાણતો, તેમ જ ઈશ્વર જે કંઈ કાર્ય કરે છે તે બધું તું જાણતો નથી.


ઈશ્વરના કામનો વિચાર કરો; કેમ કે જે તેમણે વાંકું કર્યું છે, તેને સીધું કોણ કરી શકશે?


મેં આ સર્વની બુદ્ધિથી પરીક્ષા કરી છે: મેં કહ્યું કે, હું બુદ્ધિમાન થઈશ. પણ તે વાત મારાથી દૂર રહી.


મને ફકત એટલી જ શોધ લાગી છે કે, ઈશ્વરે મનુષ્યને સરળ અને નેક બનાવ્યું છે ખરું, પણ તેઓએ ઘણી યુક્તિઓ શોધી કાઢી છે.


ત્યારે મેં ઈશ્વરનું બધું કામ જોયું કે, પૃથ્વી ઉપર જે કામ થાય છે તેનો પત્તો માણસ મેળવી શકે નહિ; કેમ કે તેનો પત્તો મેળવવાને માણસ ગમે તેટલી મહેનત કરે તોપણ તેને તે મળશે નહિ; બલકે તે કોઈ બુદ્ધિમાન પુરુષ હોય, તોપણ તે તેની શોધ કરી શકશે નહિ.


મારા પિતાએ મને બધું સોપ્યું છે. અને પિતા વગર, દીકરાને કોઈ જાણતો નથી, ને દીકરા વગર, તથા જેને દીકરો પ્રગટ કરવા‍ ચાહે તેના વગર, પિતાને કોઈ જાણતો નથી.


અને કાંટાનાં જાળાંમાં જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે, ને તે નિષ્ફળ થઈ જાય છે.


અને તેઓ બેહદ અચંબો પામ્યા, ને બોલ્યા, “તેમણે બધું સારું જ કર્યું છે; તે બહેરાઓને પણ સાંભળતા કરે છે, ને મૂંગાઓને બોલતાં કરે છે.”


ઈશ્વરનું જ્ઞાન [મનમાં] રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે જે ઉચિત નથી, એવાં કામ કરવાને માટે ઈશ્વરે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને [સ્વાધીન] કર્યા.


આહા! ઈશ્વરની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેમના ઠરાવો કેવા ગૂઢ, ને તેમના માર્ગો કેવા અગમ્ય છે!


તે તો ખડક છે, તેમનું કામ સંપૂર્ણ છે. કેમ કે તેમના સર્વ માર્ગો ન્યાયરૂપ છે. વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર, તે ન્યાયી તથા ખરા છે.


Lean sinn:

Sanasan


Sanasan