Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 2:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 વળી મેં પોતાને માટે સોનુંરૂપું અને રાજાઓનું તથા પ્રાંતોનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું. મેં પોતાને માટે ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માને છે તે, એટલે અતિ ઘણી ઉપપત્નીઓ, મેળવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 મેં સોનુંરૂપું તથા રાજાઓ અને પ્રદેશના ખજાનાઓ એકઠા કર્યા. ગાયકગાયિકાઓ મને મનોરંજન પૂરું પાડતા અને પુરુષો જેમાં આનંદ માને છે તે એટલે ઘણી ઉપપત્નીઓ પણ મારી પાસે હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 મેં મારા માટે ઘણું સોનું, ચાંદી અને રાજાઓનું તથા પ્રાંતોનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું. મેં પોતાને માટે ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માણે છે, તે એટલે અતિ ઘણી ઉપપત્નીઓ મેળવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 મેં મારા માટે ઘણું સોનું ચાંદી અને રાજાઓનું તથા પરગણાંનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું; મેં પોતાને માટે ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માણે છે, તે એટલે અતિ ઘણી ઉપપત્નીઓ, મેળવી.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 2:8
21 Iomraidhean Croise  

આજે હું એંશી વર્ષનો છું; શું હું સારાનરસાનો ભેદ સમજી શકું છું? હું જે ખાઉં છું કે જે પીઉં છું તેનો સ્વાદ શું તમારા સેવકને લાગે છે? ગાનાર પુરુષોનો કે ગાનાર સ્‍ત્રીઓનો સાદ શું હું હવે સંભાળી શકું છું? તો શા માટે તમારા સેવકે મારા મુરબ્બી રાજાને હજી બોજારૂપ થવું જોઈએ?


અને તેણે રાજાને એકસો વીસ તાલંત સોનું, પુષ્કળ સુંગંધીદ્રવ્ય, તથા મૂલ્યવાન પાષાણો આપ્યાં. શેબાની રાણીએ જે સુંગંધીદ્રવ્યો સુલેમાન રાજાને આપ્યાં તેટલાં બધાં કદી ફરીથી મળ્યાં નથી.


હવે દર વર્ષે સુલેમાનને ત્યાં જે સોનું આવતું તેનું વજન છસો છાસઠ તાલંત હતું.


સુલેમાન રાજાના પીવાના સર્વ પાત્રો સોનાનાં હતાં, ને લબાનોન વનગૃહમાંનાં સર્વ પાત્રો ચોખ્ખા સોનાનાં હતાં.રૂપાનું એક પણ નહોતું. સુલેમાનના સમયમાં એ કંઈ વિસાતનું ગણાતું નહોતું.


તેને રાજકુંવરીઓમાંની સાતસો પત્નીઓ ત્રણસો ઉપપત્નીઓ હતી. અને તેની પત્નીઓએ તેનું હ્રદય ફેરવી નાંખ્યું.


રહાબામ રાજાએ તેને બદલે પિત્તળની ઢાલો બનાવીને રાજાના મહેલના દ્વારની રક્ષક ટુકડીના નાયકોના હાથમા તે સોંપી.


અને હીરામે [સુલેમાન] રાજાને ત્યાં એક સો વીસ તાલંત સોનું મોકલ્યું.


તેઓ ઓફીર જઈને ત્યાંથી ચારસો વીસ તાલંત સોનું લઈને સુલેમાન રાજા પાસે લાવ્યા.


વળી દાઉદે તથા સૈન્યના સરદારોએ સેવાને માટે આસાફના, હેમાનના તથા યદૂથૂનના પુત્રોમાંથી કેટલાક ને વીણા, સિતાર તથા ઝાંઝો વડે સ્તોત્ર ગાવા માટે જુદા કર્યા. તેઓને સોંપેલી સેવા પ્રમાણે કામ કરનારાઓની ગણતરી આ પ્રમાણે હતી;


તેઓ સર્વ ઈશ્વરના મંદિરમાં ઝાંઝો, સિતાર તથા વીણા વડે ગાયન કરીને પિતાના હાથ નીચે હતા. આસાફ, યદૂથૂન તથા હેમાન પોતે તો રાજાના હાથ નીચે હતા.


રાજાએ એ સુખડમાંથી યહોવાના મંદિરને માટે તથા રાજાના મહેલને માટે અગાસીઓ તથા ગવૈયાઓને માટે વીણા અને સિતાર બનાવ્યાં. યહૂદિયા દેશમાં આગળ એવાં કદી પણ જોવામાં આવ્યાં નહોતાં.


તે ઉપરાંત તેઓનાં દાસો તથા દાસીઓ, સાત હજાર ત્રણસો સાડત્રીસ હતાં; તેઓમાં ગવૈયાઓ તથા ગાનારીઓ બસો હતાં.


સભાશિક્ષક કહે છે કે, વ્યર્થતાની વ્યર્થતા : વ્યર્થતાની વ્યર્થતા, બધું વ્યર્થ છે.


તો હવે તમે રણશિંગડું, વાંસળી, વીણા, સિતાર, સારંગી, મુરલી તથા સર્વ પ્રકારનાં વાજિંત્રોનો સૂર સાંભળો તે વખતે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને મારી બનાવેલી મૂર્તિને પૂજવા તૈયાર થશો તો ઠીક; પણ જો તમે પૂજા કરશો નહિ તો તે જ ઘડીએ તમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે; અને મારા હાથમાંથી તમને છોડાવે એવો દેવ કોણ છે?”


તમે રણશિંગડું, વાંસળી, વીણા, સિતાર, સારંગી, મુરલી, ઇત્યાદિ સર્વ પ્રકારનાં વાજિત્રોનો નાદ સાંભળો, તે વખતે તમારે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને નબૂખાદનેસ્સાર રાજાએ પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિની પૂજા કરવી.


તેથી જ્યારે લોકોએ રણશિંગડું, વાંસળી, વીણા, સિતાર, મુરલી તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો નાદ સાંભળ્યો, ત્યારે સર્વ લોકોએ, પ્રજાઓએ તથા [જુદી જુદી] ભાષાઓ [બોલનાર માણસો] એ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને નબૂખાદનેસ્સાર રાજાએ પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિની પૂજા કરી.


તમે સારંગીના સૂર સાથે નકામાં ગીતો ગાઓ છો. તમે પોતાને માટે દાઉદની જેમ નવાં નવાં વાજિંત્રો બનાવો છો.


Lean sinn:

Sanasan


Sanasan